<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

જાણો ઉમરના હિસાબે તમારે કેટલી ઊંઘ લેવી જોઈએ

નવી દિલ્હી: આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની ઈચ્છા મુજબ ઊંઘ લેતા હોય છે. રાત્રે 2-3 કલાકની ઊંઘ અને સવારે 9 કલાક કામ પર જવાને હવે સુપર પાવર તરીકે જોવામાં આવી રહ્યું છે. અને આવા લોકોની હિંમતની ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે. પરંતુ આવું કરવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે તે ખરેખર કોઈ જાણતું નથી.
ઉંમર સાથે શરીરની જરૂરિયાતો પણ બદલાતી રહે છે.  ઊંઘ બાબતે આ નિયમ પણ લાગુ પડે છે. તેનું કારણ શારીરિક અને માનસિક ફેરફારો છે. એટલે પૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ, કે તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલી ઊંઘની જરૂર છે અને તેના માટે તમે શું કરી શકો. જો તમને સતત કેટલાય દિવસો સુધી પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. આ સાથે વિચારવાની ક્ષમતામાં ઘટાડો, મૂડ સ્વિંગ, સ્થૂળતા, હૃદય રોગ, હોર્મોનલ અસંતુલનનું જોખમ વધી શકે છે. યુવાવસ્થામાં એટલે કે 18 થી 25 વર્ષની વચ્ચે, મગજના કાર્ય અને ભાવનાત્મક સુખાકારી માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્લીપ થેરાપિસ્ટ ડેનિસ લોર્ડચેએ જણાવ્યું હતું કે આ ઉંમરે, જ્ઞાનાત્મક કાર્ય, લાગણીઓનું નિયમન અને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો વિકાસ ઊંઘ પર આધાર રાખે છે. આ સમયગાળા દરમિયાન દરેકે 7 થી 9 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. આ ઉંમરે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ ઉંમરે મેલાટોનિનનું ઉત્પાદન થોડું ઓછું થવા લાગે છે, પરંતુ ઊંઘની પેટર્ન સામાન્ય રહે છે. જો કે, કામ અને કુટુંબની જવાબદારીઓ ઊંઘની પેટર્નને અસર કરી શકે છે. એટલે આ ઉંમરે 7-8 કલાકની ઊંઘ કરવી જરુરી છે.

 

(5:37 PM IST)