<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

જર્મન રાજદૂતે નવી BMWમાં લીંબુ મરચાં લટકાવ્‍યાં: શ્રીફળ પણ વધેર્યું

નવી દિલ્‍હી,તા. ૧૮: આપણા દેશની પરંપરા અને રીતરિવાજ છે જ એવાં કે બહારની કોઈ પણ વ્‍યક્‍તિને એ પાળવાની અને અનુસરવાની ઇચ્‍છા થઈ આવે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને પણ એક રિવાજ પાળ્‍યો હતો. ૨૦૨૨માં જર્મન રાજદૂત બનીને દિલ્‍હીમાં આવેલા એકરમેને પ્રદૂષણ ઓછું થાય એ માટે ઇલેક્‍ટ્રિક કાર ખરીદવી હતી. એ માટે મંજૂરી મળી જતાં તેમણે BMWની ઇલેક્‍ટ્રિક કાર ખરીદી હતી. નવી કાર લીધા પછી તેમણે શ્રીફળ વધેર્યું હતું અને કારમાં લીંબુ-મરચાં લટકાવ્‍યાં હતાં.

(9:48 AM IST)