તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
ઓએમજી....448 ફૂટ ઊંચા પિરામિડની ટોચ પર પહોંચી ગયું શ્વાન

નવી દિલ્હી: ગીઝાના પિરામિડ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વિશાળ પિરામિડ 100 મીટરથી વધુ ઊંચા છે પરંતુ આ પિરામિડ પર એક શ્વાન ચઢી ગયું. પેરાગ્લાઇડિંગ કરતી વખતે આ શ્વાન નજર આવ્યું છે. પેરાગ્લાઇડિંગનો ઉપયોગ આકાશમાંથી ઉડતાં વિશ્વના અમુક સૌથી પ્રસિદ્ધ સ્થળોને જોવા માટે કરવામાં આવે છે. અમેરિકી પેરાગ્લાઇડર માર્શલ મોશર અને તેમના એક સાથી આ અઠવાડિયે પેરાગ્લાઇડિંગ કરી રહ્યા હતા. આ સમયે એક શ્વાનને તેમણે પ્રાચીન પિરામિડના શિખર પર જોયો.
રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું, 'અમે પિરામિડના ટોચ પર આગળ-પાછળ કંઈક દોડતું જોયું. એક વ્યક્તિએ વિચાર્યું કે આ એક પહાડી સિંહ છે.' 448 ફૂટની ઊંચાઈ પર તે ખુશીથી પક્ષીઓનો પીછો કરતું નજર આવી રહ્યો છે. તેના તે ફૂટેજે વિશ્વભરના લાખો લોકોને ચોંકાવી દીધા. લોકો શ્વાનની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. મોશર આ અસામાન્ય વસ્તુને જોઈને ખૂબ ચોંકી ગયા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'એક શ્વાન ગીઝાના મહાન પિરામિડ પર ચઢી ગયો' બાદમાં મોશરે પોતાને સુધારતાં કહ્યું કે શ્વાન ખફરાના પિરામિડ પર ચઢી ગયું હતું, જે ગ્રેટ પિરામિડ કરતાં થોડું નાનું છે.'
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
