તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
ભારેખમ ભેળસેળ...ખાણી-પીણીના પાંચમાંથી એક સેમ્પલ ફેલ : દેશમાં ખાવા-પીવાની ચીજોમાં બેફામ ભેળસેળ થઇ રહી છે : સરકારનો સ્વીકાર... પ વર્ષમાં જેટલા પણ સેમ્પલ ટેસ્ટ થયા તેમાંથી ૨૦% નકલી : ૫ વર્ષમાં ૧.૭૦ લાખથી વધુ સેમ્પલ અસુરક્ષિત : ભેળસેળીયા તત્વો પર રૂ.૨૫૭ કરોડનો દંડ ફટકારયો : ૪૮૦૦ લોકોને સજા2:48 PM IST
બાંગ્લાદેશમાં ફરી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ: ‘ઈન્કિલાબ મંચ’ના નેતા શરીફ ઉસ્માનના મોત બાદ ઢાકા ભડકે બળ્યું : વર્તમાન પરિસ્થિતિ અત્યંત સ્ફોટક છે અને સુરક્ષા દળો દ્વારા ટોળાને કાબૂમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થી નેતાના મોતે ફરી એકવાર બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો: સિંગાપોરમાં સારવાર દરમિયાન વિદ્યાર્થી નેતાનું મોત થતા મધ્યરાત્રિએ ભીડ રસ્તા પર ઉતરી: પ્રચંડ આક્રોશ બાંગ્લાદેશના અગ્રણી અખબાર ‘પ્રથમ આલો’ની મુખ્ય ઓફિસમાં આગચંપી અને તોડફોડ રાજશાહીમાં અવામી લીગના કાર્યાલય પર ફરી હુમલો: ભારતીય દૂતાવાસ બહાર પણ તણાવપૂર્ણ સ્થિતિ12:42 AM IST
અમેરિકામાં હૈયું હચમચાવતી કરૂણાંતિકા
માસૂમ દીકરીને તડકામાં તપતી કારમાં છોડી દેનાર પિતાએ જેલની સજા શરૂ થાય તે પહેલાં જ મોત વહાલું કર્યું; ગેરેજમાં ઝેરી ધુમાડાથી જીવન ટૂંકાવ્યું : એક નાનકડી બેદરકારીએ હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો: પહેલાં માસૂમ દીકરીનો જીવ ગયો અને હવે પિતાએ પણ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે12:47 AM IST
અમેરિકામાં 'નોરોવાઈરસ'ના નવા મ્યુટન્ટનો હાહાકાર: છેલ્લા એક દાયકાનો સૌથી ભયાનક રોગચાળો: શું છે લક્ષણો અને ઈલાજ? : વાઈરસનું બદલાયેલું સ્વરૂપ: આ વાઈરસમાં એક મોટું 'મ્યુટેશન' (બંધારણીય ફેરફાર) જોવા મળ્યું છે, જેના કારણે તે અગાઉ કરતાં અનેકગણો વધુ ચેપી અને ખતરનાક બન્યો: આ નવા સ્વરૂપના વાઈરસની અસર શરીર પર ૨૪ થી ૪૮ કલાકમાં દેખાવા લાગે છે. તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે: અચાનક અને સતત ઉલટી થવી ગંભીર ડાયેરિયા (ઝાડા) પેટમાં સખત દુખાવો અને મરોડ ઉપડવી હળવો તાવ અને માથાનો દુખાવો શરીરમાં કળતર અને સ્નાયુઓમાં દુખાવો સૌથી મોટું જોખમ: ડીહાઈડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું) ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ વાઈરસ ખતરનાક સાબિત થઈ શકે છે12:55 AM IST
સસ્તો વીમો, મુશ્કેલી વગર દાવાની પતાવટ... વીમા ક્ષેત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે : વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (FDI) મર્યાદા ૭૪% થી વધારીને ૧૦૦% કરવામાં આવીઃ દેશમાં નવી વીમા કંપનીઓ, બ્રોકર્સ અને સહાયક સેવાઓ આવશે : ૧૦૦% FDI ની મંજૂરીથી સામાન્ય માણસને સસ્તું અને સારું વીમા કવરેજ મેળવવાનું સરળ બનશેઃ વીમા ક્ષેત્રનો વ્યાપ વધશે10:36 AM IST
ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં મચાવી ધૂમ: અત્યંત ઝડપી અને બુદ્ધિશાળી 'જેમિની ૩ ફ્લેશ' મોડલ લોન્ચ કર્યું : આ નવું મોડલ ગૂગલના અગાઉના ૨.૫ પ્રો મોડલ કરતા ૩ ગણું ઝડપી છે. તેની કાર્યક્ષમતા એટલી ઊંચી છે કે તે પીએચડી સ્તરના જટિલ પ્રશ્નો અને ગણતરીઓમાં પણ ૯૦.૪% જેટલી ચોકસાઈ દર્શાવે છે. 11:20 PM IST
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ છેદીલાલ શર્માનું ભોપાલ ખાતે અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અપાઇ : દેશભરમાં વિશ્વકર્મા સમાજમાં ભારે શોક છવાયો: ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભામાં ઘેરો શોક વ્યક્ત કરાયો :છેદીલાલ શર્મા 90 વર્ષની વય સુધી વિશ્વકર્મા સમાજની એકતા અને અખંડિતતા માટે લડતા રહ્યા: તા. 24 ને બુધવારે ઉત્તર પ્રદેશના ખુશીનગર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાશે7:32 PM IST
સપનાઓ રોળાયા: રશિયા ભણવા ગયેલા ઉત્તરાખંડના યુવાનને જબરદસ્તી સેનામાં ભરતી કરાયો, યુક્રેન યુદ્ધમાં શહીદ થયા બાદ મૃતદેહ વતન પરત લવાયો : વિદ્યાર્થી વિઝા પર ગયેલા ૩૦ વર્ષીય રાકેશ કુમારનો પાસપોર્ટ જપ્ત કરી યુદ્ધના મેદાનમાં ધકેલી દેવાયો; ૨૫ દિવસના મૌન બાદ સીધો મોતના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું6:24 PM IST
ભારત માટે ખતરાની ઘંટડી: ‘બાંગ્લાદેશ સંકટ ૧૯૭૧ પછીનો સૌથી મોટો પડકાર’, સંસદીય સમિતિએ ચીન-પાક ગઠબંધન સામે ચેતવ્યા : શશી થરૂરની અધ્યક્ષતાવાળી પેનલે સંસદમાં રજૂ કર્યો ચોંકાવનારો રિપોર્ટ; ઇસ્લામિક દળોનું પુનરાગમન અને શેખ હસીનાના પતન બાદ સર્જાયેલી સ્થિતિ ભારતની સુરક્ષા માટે ‘લાંબા ગાળાનું જોખમ’6:13 PM IST
કાલે ‘એપસ્ટીન'ના પાપનું પોટલું ખૂલશેઃ વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ આવવાના એંધાણ : યુએસ કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરી બાદ આ ફાઈલ્સ હવે જનતા સમક્ષ આવશે, જેમાં રાજકારણીઓ, હોલીવુડ સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓના નામ સામેલ હોઈ શકે છે : એપસ્ટીન અને તેની પ્રેમિકા ગીસ્લેન મેક્સવેલ સાથે મળીને આ સેક્સ નેટવર્કમાં ચલાવતો હતો, જેમાં સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ છોકરીઓને વિશ્વના ઘણા રાજકીય નેતાઓ અને હાઈ પ્રોફાઈલ લોકો પાસે મોકલવામાં આવતી હતી9:59 AM IST
હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર 'રાહવીર'ને મળશે ₹૨૫ હજારનું ઈનામ: નીતિન ગડકરીની લોકસભામાં મોટી જાહેરાત : ભારતમાં દર વર્ષે ૫ લાખ અકસ્માતોમાં ૧.૮૦ લાખ લોકો જીવ ગુમાવે છે: મૃત્યુ પામનારાઓમાં ૬૭ ટકા લોકો ૧૮ થી ૩૪ વર્ષની વયના યુવાનો:અકસ્માતનો ભોગ બનેલા લોકોને પ્રથમ એક કલાકમાં (ગોલ્ડન અવર માં) હોસ્પિટલ પહોંચાડીને સારવાર આપવામાં આવે, તો દર વર્ષે ૫૦,૦૦૦ લોકોના જીવ બચાવી શકાય4:28 PM IST
લાંબી રાહ જોવડાવ્યા પછી હવે જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાની આગાહી : બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે : શનિવાર રાતથી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશેઃ જેનાથી પ્રવાસન સ્થળો પર બરફની ચાદર પથરાઈ શકે છે : સોનમર્ગ, દ્રાસ, કુપવાડા અને બાંદીપોરામાં હળવાથી ભારે હિમવર્ષાની આગાહીઃ ગુલમર્ગ અને સોનમર્ગ જેવા પ્રવાસી સ્થળો પર હળવોથી મધ્યમ બરફ જમા થવાની સંભાવના4:19 PM IST
પંજાબમાં 14 ડિસેમ્બરે યોજાયેલી 22 જિલ્લા પરિષદ અને 153 પંચાયત સમિતિઓની ચૂંટણીમા મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટીએ વિપક્ષોનો સફાયો કરીને ભવ્ય જીત : 'પંજાબના લોકોએ સરકારના કામ પર મહોર મારી છે. અમે કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો નથી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાઈ છે.': પાર્ટીની ભવ્ય જીત પર પ્રતિસાદ આપતા 'આપ' સંયોજક અરવિંદ કેજરીવાલ3:48 PM IST
અમારી વિરૂધ્ધના ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહિન છેઃ દિલીપભાઇ પટેલ-સુમીત વોરા : આરબીએ પેનલ જંગી બહુમતીથી ચુંટાશેઃ સેમીનારના આવક-જાવક ખર્ચમાં પુરી પારદર્શીતા રાખી છેઃ સંદીપ વેકરીયાને પાંચ વખત શો-કોઝ નોટીસ આપવા છતા મીટીંગોમાં ગેરહાજર રહેલ જેથી સભ્યપદેથી દુર કરાયા હતા : ભાજપ લીગલ સેલના નામે ચુંટણી લડવા મનાઇ હોવા છતા ભાજપના નામનો ઉપયોગ કરી ચુંટણી લડાઇ રહી છેઃ હાઇકોર્ટ બેંચ-એડવોકેટ ભવન સહિતના મુદાઓને અમે અગ્રસ્થાને રાખેલ છે : આરબીએ પેનલની ‘અકિલા' સાથે વાતચીત3:53 PM IST
પિતાનું નિધન થયું: મમ્મી બીજા લગ્ન કરી છોડીને જતી રહીઃ ચાર નાના ભૂલકાં અનાથ થઈ ગયા : હિમાચલ પ્રદેશના ચમ્બા જિલ્લાની ગ્રામ પંચાયત ભજોત્રાના ગામ મટવાડામાંથી એક એવી તસવીર સામે આવી છે, જે માણસાઈને હચમચાવી નાખે : કોઈ પણ સંરક્ષણ, કોઈ પણ મદદ વિના આ ચારેય બાળકો રોજ જિંદગીની કપરી લડાઈ લડી રહ્યા છે10:05 AM IST
જાતિ પર અપશબ્દો ખાનગીમાં આપ્યા છે કે જાહેરમાં? એ આધારે નક્કી થશે કેસ : SC/ST કાયદા હેઠળ જાતિ આધારિત અપશબ્દો સાથે સંકળાયેલા કેસોમાં, હવે એ નક્કી કરવું જરૂરી રહેશે કે અપશબ્દો જાહેરમાં બોલવામાં આવ્યો હતો કે કોઈ ખાનગી જગ્યાએ : બંધ શોરૂમની અંદર બોલવામાં આવેલા આવા અપશબ્દોઃ જાહેર દ્રષ્ટિએ ગણી શકાય નહીં: રાજસ્થાન હાઈકોર્ટ 10:49 AM IST
પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્છા મુજબ ચરાડવાથી દ્વારકાની પદયાત્રા સંપન્ન : પરમ શિષ્ય પૂ. અમરગીરીજી મહારાજે ગુરૂધર્મ બજાવ્યો : પગમાં ચાખડી પહેર્યા વગર પૂ. દયાનંદગીરીજી મહારાજની તસ્વીરને વ્હીલચેરમાં રાખીને યાત્રા કરી : ‘‘સંકલ્પ સિધ્ધ પદયાત્રા દર્શન'' માં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા : ઠેર-ઠેર પદયાત્રા તથા પૂ. અમરગીરીજી મહારાજનું સ્વાગત 11:48 AM IST
દિલ્હીમાંથી ડિગ્રી વેંચવાની ‘‘દુકાન'' ઝડપાઇ : લાખો રૂપિયામાં વેંચાતી હતી ગુજરાત સહિતની યુનિવર્સિટીની બોગસ ડી્રગીઓઃ ‘હાયર એજયુકેશન રેકેટ'નો પર્દાફાશ : પોલીસે ૬ લોકોની ધરપકડ કરીઃ બોગસ દસ્તાવેજ-કોમ્પ્યુટર-લેપટોપ-મોબાઇલ યુનિ.પ્રમાણપત્ર જપ્ત કર્યાઃ ‘‘એમએલ ગ્રુપ'' નામની કંપની થકી કોલેજો યુનિ.ની નકલી ડી્રગી બનાવતા હતાં10:50 AM IST
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધના વાદળો: દરિયામાં સૈન્ય હલચલ તેજ: વેનેઝુએલાના આકાશની નજીક રડાર જામ કરતું અત્યંત આધુનિક ઈએ-૧૮જી ગ્રોલર વિમાન તૈનાત કર્યું : વેનેઝુએલા સરકારે પણ પોતાની નૌકાદળને તેલના ટેન્કરોની સુરક્ષામાં ખડેપગે રહેવા આદેશ આપ્યો છે. બંને દેશો વચ્ચેની આ ખેંચતાણ ગમે ત્યારે મોટા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે9:39 AM IST
વિશ્વએ સુદાનને ભગવાન ભરોસે છોડ્યું? વર્ષ ૨૦૨૫ની સૌથી 'ઉપેક્ષિત કટોકટી' તરીકે સુદાનનું નામ મોખરે, કરોડો લોકો ભૂખમરા અને યુદ્ધના ખપ્પરમાં હોમાયા : સહાયતા એજન્સીઓના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો: ૩ કરોડ સુદાનીઝ નાગરિકો માનવીય સહાય માટે તરસી રહ્યા છે, છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગંભીર મુદ્દાની સતત અવગણના9:02 PM IST
જુઓ મહત્વના ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે...9:26 PM IST
શું AI નો પરપોટો ફૂટવાની તૈયારીમાં છે? ૨૦૨૬માં દુનિયા ફરી 'માનવીય સર્જન'ના યુગમાં પાછી ફરશે, એક ચોંકાવનારી આગાહીએ ટેક જગતમાં મચાવ્યો ફફડાટ! : AI દ્વારા બનાવાયેલા નકલી કન્ટેન્ટ 'સ્લોપ' (Slop) થી લોકો કંટાળ્યા: "AI તમારો મિત્ર નથી, પાડોશી સાથે વાત કરો" – ૨૦૨૬માં '૧૦૦% હ્યુમન માર્કેટિંગ'નો ડંકો વાગશે તેવા એંધાણ10:15 PM IST
૧,૩૯૨ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં ઇડીની મોટી કાર્યવાહી: પૂર્વ ASL ડિરેક્ટરો સામે ચાર્જશીટ દાખલ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ગુરુગ્રામ ઝોનલ ટીમે ૧,૩૯૨ કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી કરી:એલાઇડ સ્ટ્રીપ્સ લિમિટેડ (ASL) ના તત્કાલીન ડિરેક્ટરો અને શેરધારકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ 12:31 AM IST
પંજાબ સ્થાનિક ચૂંટણીમાં AAPનો ભવ્ય વિજય, પાર્ટીએ પ્રચંડ જનાદેશ માટે જનતાનો આભાર માન્યો : પંજાબ AAPના પ્રદેશ પ્રમુખ અમન અરોરાએ જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિના સભ્યોને અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું કે AAP પંજાબની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રામાણિકતા, પારદર્શિતા અને સમર્પણ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.12:45 AM IST
"કોંગ્રેસે જાહેર હિતના મુદ્દાઓ લાવવા જોઈએ; સરકાર ગૃહમાં અર્થપૂર્ણ ચર્ચા માટે તૈયાર : મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ વિપક્ષને અર્થપૂર્ણ ચર્ચા કરવા અને જાહેર હિતના મુદ્દાઓ લાવવા અપીલ કરી : તેમણે કહ્યું કે જ્યારે સરકાર કોઈ માન્ય મુદ્દો ઉઠાવે છે, ત્યારે વિપક્ષ વોકઆઉટ કરે છે; તેમણે પણ સાંભળવું જોઈએ.12:47 AM IST
પશ્ચિમ બંગાળમાં SIR: ડ્રાફ્ટ મતદાર યાદીમાં મૃત જાહેર કરાયેલો વ્યક્તિ મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે મ્યુનિસિપલ ઓફિસ પહોંચ્યો : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની ડ્રાફ્ટ મતદાર યાદીમાં ગંભીર વિસંગતતાઓ મળી: પૂર્ણા સાહા નામની એક જીવિત વ્યક્તિને મૃત જાહેર કરાયો જેના કારણે ચૂંટણી પંચની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા 12:59 AM IST

સમર્થન....

વિરોધ પ્રદર્શન.....

અટકાયત.....

ધુમ્મ્સ......
અકિલા સોશ્યિલ મીડિયાસરકારી કામોમાં ક્ષતિ જણાશે તો કડક કાર્યવાહી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગાંધીનગરમાં નાણાં મંત્રી અને સચિવો સાથે બજેટ સમીક્ષા બેઠક યોજી:વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં 'સિસ્ટમેટિક ટેસ્ટિંગ' દ્વારા ગુણવત્તા જાળવવા કડક આદેશ આપ્યા: બેઠકમાં વર્તમાન ખર્ચ અને આગામી બજેટના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ 9:02 PM IST
સચિવાલય હાઈ એલર્ટ પર, તમામ વાહનોની મેટલ ડિટેક્ટરથી ચકાસણી : બે વર્ષમાં અમદાવાદ સહિતના સ્થળે ૨૦ શાળાઓને ધણધણાવી નાખવાની ધમકીના ઇમેઇલ ઓળખ છુપાવવા પ્રાઇવેટ નેટવર્ક વીપીએનનો ઉપયોગ થયાનું સાયબર ક્રાઈમની તપાસમાં ખૂલ્યું: ડીસીપી હર્ષદ પટેલઃ શાળાઓ દ્વારા આજથી ખુલશે? : વિધાનસભા ભવન, મંત્રાલય, મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રીના કાફલાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા ib રિપોર્ટ આધારે વધારી દેવામાં આવી : BSF બેક ગ્રાઉન્ડ આધારે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા તપાસની રણનીતિ ઘડી કાઢવામાં આવી. જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલના માર્ગદર્શનમાં તમામ એંગલો દ્વારા તપાસ ચાલી રહી છે11:43 AM IST
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પાંચ જિલ્લાઓમાં જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન : પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વિકાસ અને રોકાણની નવી તકો : તમામ જિલ્લાસ્તરીય કાર્યક્રમોમાં સફળ ઉદ્યોગકારોના અનુભવ અંગેનો સંવાદ, MOU સાઇનિંગ, ચેક વિતરણ, સ્ટાર્ટ-અપ અને MSMEs માટે ઉપયોગી સેમિનારો તેમજ પ્રદર્શનોનું આયોજન : “વિકસિત ગુજરાત @2047”ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે4:27 PM IST
ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએઃ તેમની ચાલ બદલાવવી જોઈએ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પોલીસને સ્પષ્ટ આદેશ.. જો ગુનેગાર ડરે તેમાં કંઈ જ ખોટું નથી : ગુનેગારો સામે હજુ મજબુતાઇથી અને કડકાઈથી કામ કરવું પડશે, રાજ્યના ગુનેગારોમાં પોલીસનો ભય વધવો જોઈએ અને સામાન્ય નાગરિકોનો પોલીસ પરનો વિશ્વાસ દ્રઢ થવો જોઈએ3:36 PM IST
હૃદયરોગની દવાઓનું માર્કેટ ૧,૭૩૧ કરોડે પહોંચ્યું : બીપીની દવાનું સૌથી વધુ વેચાણ : રાજ્યમાં હાર્ટ એટેકથી છેલ્લા પાંચ વર્ષમાં ૨.૯૭ લાખ લોકોના મળત્યુ થયા છે : હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ૯ ગણો વધારો થયો છે કાર્ડિયાક થેરાપીમાં, એન્ટિ-હાયપરટેન્સિવ (બીપીની દવાઓ) અને લિપિડ-લોઅરિંગ (કોલેસ્ટ્રોલની દવાઓ) હવે કુલ વેચાણના ૭૦% થી વધુ હિસ્સો ધરાવે છે3:56 PM IST
કલેકટર મેગા ડીમોલીશનના મૂડમાં: જંગલેશ્વરમાં પ૦૦ મકાન ધારકોને નોટીસો : ટીપી નં.૬ ફાઇનલ પ્લોટ નં. ૧પ૯ ની ૭૦ થી ૮૦ કરોડની ૮૦ હજાર ચો.મી. જમીન ઉપર ૩૦ વર્ષથી દબાણ હોવાનું ખૂલ્યું : મામલતદાર અજમેરા-સર્કલ સત્યમ શેરશીયા-પોલીસ અધીકારીઓ-તલાટી-કોર્પોરેશન ટીમો એકી સાથે ત્રાટકી : તમામ પ૦૦ મકાન ધારકોને કલમ-૬૧ હેઠળ નોટીસો આપી તા. ર૯ ડીસેમ્બરે બોલાવાયા2:25 PM IST
બાર એસો.ની ચૂંટણીમાં ‘સમરસ' પેનલને વિવિધ વકીલ મંડળો અને વકીલોનો અભૂતપૂર્વ ટેકો : રેવન્યુ, ચેરીટી, રઘુવંશી, સિવિલ, ક્રિમીનલ અને ભાજપ લીગલ સેલ પેનલનું પુરૂ સમર્થનઃ વિજય વિશ્વાસ સંમેલન તરફ આગળ વધતુ વ્યાપક સમર્થનઃ પેનલને જીતાડવા મીટીંગોનો ધમધમાટ સાથે ‘ડોર ટુ ડોર' પ્રચાર ઝૂંબેશઃ જૈન, ગુર્જર કડીયા સમાજના વકીલોનો ખુલ્લો 1:27 PM IST
મનહરપુરના કોરીયોગ્રાફર સોયેબએ દોઢ વર્ષથી સાથે રહેતી ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ યુવતિના ભાઇ અને માતા પર કર્યો હુમલો : ગંજીવાડાના હર્ષદ વાડોદરાને પોતાની બહેનને અઠવાડીયુ ઘરે લઇ જવી હોઇ તેણીને સોયેબે લઇ જવાની ના પાડી સોયેબે પોતાની બહેન મુસ્કાન સાથે મળી હુમલો કરી માર માર્યાની, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ : યુવતિ પોતાના ફ્રેન્ડ સોયેબના હુમલાથી માતા-ભાઇને બચાવવા વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી : સોયેબએ પણ સાથે રહેતી યુવતિના ભાઇ હર્ષદ અને અનુ વિરૂધ્ધ સાણસીથી હુમલો કર્યાની વળતી ફરિયાદ દાખલ કરાવી : હર્ષદનું માથું સોયેબે દિવાલમાં ભટકાવતાં લોહીલુહાણ થઇ ગયો2:12 PM IST
ચુંટણી પુર્વે રાજકોટ બાર એસો.ની જનરલ બોર્ડ તોફાની બનીઃ હિસાબોના મામલે અફડાતફડી સર્જાઇ : સભા તોફાની બનતા હોદેદારો સભા છોડી જતા રહયાઃ સેમીનાર અને સંદીપ વેકરીયાના મુદ્દે ઉગ્ર ચર્ચાઃ હોદેદારોને બદલે કારોબારી સભ્ય મારફત મીટીંગ શરૂ કરાઇઃ હોદેદારો સભા છોડી જતા રહેતા નિરવ પંડયાની અધ્યક્ષ તરીકે નિમણુંક કરીને ઠરાવો પસાર કરાયાઃ કાલે ચુંટણી છે તે પુર્વે અફડાતફડીનો માહોલઃ બારના હોદેદારો ગરીમા ચુકયા હોવાની ચર્ચા2:48 PM IST
જય બાલાજી...૨૭મીથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા : સંકટ તે હનુમાન છુડાવૈ, મન ક્રમ બચન ધ્યાન જો લાવે : વિરાણી હાઇસ્કૂલના મેદાનમાંથી પોથીયાત્રા નિકળશે, હાથી, ઉંટગાડી, બળદગાડી, બુલેટ-બાઇક, બગી, નાસિક ઢોલ આફ્રિકન સદી ધમાલ આકર્ષણનું કેન્દ્ર બનશેઃ કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મન... અને સમાપન વંદેમાતરમ ગીતથી થશેઃ ૩૧મી ડીસેમ્બરે હજારો યુવાનો ‘‘દાદાના''રંગે રંગાશે2:55 PM IST
રાજકોટમાં રવિવારથી ચાર દિવસ એન્જી એકસ્પો ર૦રપ : ઉદ્યોગકારો, ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ અને ટેકનીકલ પ્રોફેશનલ્સ માટે બિઝનેસની વિશાળ તકો : આ પ્રદર્શનમાં મશીન ટુલ્સ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમેશન, રોબોટીકસ, વેલ્ડીંગ, કટીંગ, ઓટોમોબાઇલ સહિત ત્રણ હજાર પ્રોડકટસ રજુ કરવામાં આવશે : અંબાલાલ ભંડારકર, કૃણાલ વરમોરા3:41 PM IST
એનઆરઆઇ માટે શનિવારે અમદાવાદ અને રવિવારે રાજકોટમાં પ્રેઝન્ટેશન : નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) ફાયનાન્સીઅલ કોન્કલેવ ૨૦૨૫ (સીઝન - ૯) અંતર્ગત નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) માટે ટેક્ષેસન, નીતિનિયમો અને ડબલ ટેક્ષેશન અવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) તેમજ નોન રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) માટે અસરકારક રોકાણ નો પોર્ટફોલિયો ના વિષય પર પ્રેઝન્ટેશનનું આયોજન : જાણીતા ટેકસ એન્ડ ફાઇનાન્સીઅલ કન્સલ્ટન્ટ અને આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીસ પ્રા.લી.ના એમ.ડી અને સીઇઓ દક્ષેશ કોઠારી અને સીએ રાજીત કોઠારી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનઃ કોટક મહિન્દ્રા એએમસી લિ.ના નિલેશ શાહ પણ આપશે માર્ગદર્શન3:47 PM IST
પોશ વિસ્તાર જલારામ સોસાયટીમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું: શબાબ સાથે શરાબની પણ વ્યવસ્થા હતી! : ગાંધીગ્રામ પોલીસ મથકના રવિભાઇ ગઢવી, કોૈશિકભાઇ ડાંગરની બાતમીઃ પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ રાવલીયા અને ટીમનો હેતધારા એપાર્ટમેન્ટમાં દરોડોઃ માયા કાકડીયા, સુમિત ઉર્ફ શની રામીની ધરપકડ : અમદાવાદની માયાએ એક મહિનાથી હેતધારા એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે રાખ્યો હતોઃ અમદાવાદ, મહારાષ્ટ્ર, યુગાન્ડાની યુવતિઓ પાસે દેહવેપલો કરાવાતો હતો2:23 PM IST
શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા વિના મૂલ્યે ધો.૧૦-૧૨ના કોચીંગના વર્ગો : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના વર્ગો પણ શરૂ કરાશે, આવતી કાલથી ફોર્મ વિતરણ શરૂઃ નરેન્દ્રભાઇ સોલંકી : ચા-પાણી નાસ્તો જમવાનું તેમજ રહેવાની વ્યવસ્થાઓ સાથે ટીંચીંગ કલાસ જેવા કે ધો.૧૦ તથા ૧૨ (સાયન્સ/કોમર્સ/આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે તેમજ પીએસઆઇ, એએસઆઇ, કોન્સ્ટેબલ તેમજ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે પીઢ અને જાણીતા પ્રશિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશેઃ અશોક સોલંકી : જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર તમામને પ્રવેશ આપવામાં આવશેઃ ભાર્ગવ સોલંકી3:57 PM IST
હુઇ શામ ઉનકા ખયાલ આ ગયા : શનિવારે મહમ્મદ રફીના ગીતોની અનોખી મહેફીલ : ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલી : ગાયકો સુરજદાસ, રાજ પવાર, નીતિન જોશી, ગીતા રાની, ગીતા જોશી, જયેશ પનારા ગીતો પીરસશે : દેવાનંદના ડુપ્લીકેટ અશોક પ્રજાપતિ પોતાની અભિનય કલાથી મનોરંજન કરાવશે : પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ2:54 PM IST
સફળ થવા અને સર્વોચ્ચ બનવા માટે ઘણું બલિદાન આપવું પડે : ગીરગંગા આયોજીત જલકથાનું સમાપન : દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી પણ છોડવી પડે છે, સઘળુ અથવા મનગમતું છોડવાની તૈયારી હોય અને જા છોડી શકાય તો જ શકિતશાળી બની શકાય, ઍક હજાર વર્ષની ગુલામીઍ આપણી માનસિકતા બદલી ચેતનાને ગુલામ કરી નાંખી છેઃ ડો.કુમાર વિશ્વાસ3:38 PM IST
ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિર 9મો પાટોત્સવ અને દ્વિ-દિવસીય સંત પારાયણ ભવ્ય યોજાશે : આગામી 21 ને રવિવાર BAPS સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે 9મો પાટોત્સવ અને દ્વિ-દિવસીય સંત પારાયણનું આયોજન:આ પાટોત્સવ અને સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી બે દિવસ ખાસ લાભ આપશે 7:32 PM IST
પડધરીના સરપદડમાં દૂકાન બાદ હવે ઘરના ડિમોલીશનની નોટીસ મળતાં દંપતિએ ઝેર પીધું : દૂકાન તોડી પડાતાં પાંચ લાખની નુકસાની આવીઃ હવે ફરી નોટીસ આપી હેરાન કરવામાં આવતાં હોવાનો આક્ષેપ : બસ સ્ટેશન પાસે ચાની હોટલ ચલાવતાં રાજેશભાઇ સનુરા અને પત્નિ દક્ષાબેન સનુરા રાજકોટ સારવાર હેઠળ : ચિઠ્ઠીમાં તંત્રવાહકો વિરૂધ્ધ આક્ષેપોઃ સાત જણાના નામ : કોળી સમાજ ન્યાય અપાવે તેવી વિનંતી પણ કરી10:53 AM IST
ધોરાજીમાં રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ ની ઉપસ્થિતિમાં પેરેડ અને હોર્ષ રાઇડિંગ સહિત ઇવેન્ટ યોજી ધોરાજી ડિવિઝન ની સંયુક્ત બેઠક લીધી : રાજકોટ રેન્જમાં સાયબર ક્રાઇમ નાથવા માટે 50 જેટલી એફઆઇઆર અને 200 થી વધારે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે કોઈપણ વ્યક્તિ પોતાનું ખાનગી એકાઉન્ટ ભાડે આપશે તો પોલીસ ખાનગી હોચ રાખીને તેમની સામે સખત કાર્યવાહી કરશે: અશોકકુમાર યાદવ (રેન્જ આઇ.જી) : રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ સાથે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર ips ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહી ધોરાજી ડિવિઝન ના અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા બાબતે માર્ગદર્શન આપ્યું7:23 PM IST
મોરબી કલેક્ટરની રદ થયેલા કાયદા હેઠળની નોટિસ? સત્તાના દુરૂપયોગનો આરોપ, ટંકારાના ખેડૂતોમાં રોષ : ખેડૂત અગ્રણી મહેશ રાજકોટિયા ખાતેદારોના હકક અને હિત માટે મેદાનમાં ઉતરતા મામલો ગરમાયોઃ કલેક્ટરે અંગ્રેજોના કાળા કાયદાની અમલવારી કેમ અને કેના માટે કરી? જે કાયદાથી કલમો છે એનો ઉલ્લેખ કેમ નહીઃ ખેડૂતોના હિત રક્ષક જયેશ પટેલ 10:58 AM IST
ભુજમાં ભાવેશ્વરનગર વિસ્તારમાંથી આરોપીનાં રહેણાક મકાનમાંથી માદક પદાર્થ મેફેડ્રોન ૧૨ ગ્રામ કિ.રૂ.૩૬,૦૦૦/- ના નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે આરોપી યુવતીને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ : આરોપીનાં રહેણાક મકાનમાંથી આરોપી વિપૂલા ઉર્ફે મીના વિનોદભાઈ પટેલ ઉ.વ.૩૧ રહે.મૂળ ગામ નારાણપર (પસાયતી), તા.ભુજ, હાલ રહે. ભાવેશ્વરનગર, રાજહંસ ટાવર, પાંચમો માળ, ફ્લેટ નં..૫૦૫, ભુજ આરોપી વિરુદ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી3:22 PM IST
નખત્રાણાની પ્રાથમિક શાળાનો શિક્ષક 2.80 લાખની લાંચ લેતા ACBની ટ્રેપમાં ફસાયો : માલ સપ્લાયમા બિલો મંજૂર કરવા માટે શિક્ષકે લાંચ માગ હતી આરોપી ઘનશ્યામ પટેલ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીમાં માનદ મંત્રી અને કારોબારી સભ્ય અને નખત્રાણાની મથલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક 11:38 PM IST
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જન કલ્યાણ અર્થે ઘેલા સોમનાથથી સોમનાથ સુધી ૨૨૯ કિ.મી. પદયાત્રા કરશે : તા. ૨૦મીથી ઘેલા સોમનાથ ખાતેથી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ શરૂ થશે, ૨૭મીએ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે યાત્રાનું સમાપન : આશરે ૨૨૯ કિ.મી. લાંબી પદયાત્રાના માર્ગમાં લોક સંવાદ-સાંસ્કૃતિક કાર્યક્રમો-દેશભકિતનાં ગીતો-લોકડાયરાઓનું આયોજન : વિવિધ ગામોના નાગરિકો તથા છેવાડાના લોકો સાથે રૂબરૂ સંવાદ સાધશે અને સરકાર તેમની સાથે હોવાની પ્રતીતિ કરાવશે8:18 PM IST
મોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ : રૂ.૨૪૭૦ કરોડનાં નવા મૂડી રોકાણથી મોરબીનાં વિકાસની રફતાર વધુ તેજ બનશે: ૫૦ એમ.ઓ.યું. પૈકી સ્થળ પર પ્રતીક રૂપે પાંચ ઉદ્યોગ સાહસિકોએ એમ.ઓ.યું કર્યાં : વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં આયોજનથી વિશ્વના ઉદ્યોગ સાહસિકો ગુજરાત તરફ આકર્ષાયા : ‘‘મોરબીનાં ઉદ્યોગકારો સાહસિક, શ્રમિકો મહેનતુ અને સરકારની ઔદ્યોગિક નીતિના પરિણામે મોરબીનો વિકાસ થયો’’ રોકાણ ફક્ત કાગળ પર જ નહીં પણ જમીન પર ઉતરે છે, તેથી જ ગુજરાતની ધરતી ઉદ્યોગ અને રોજગારી આપવામા અગ્રેસર : પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા : ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ 4:48 PM IST
ભાવનગર જિલ્લાના તળાજા આઈ.ટી.આઈ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો : માહિતીપ્રદ પ્રદર્શન, વક્તવ્ય, સંવાદ અને સ્પર્ધાઓ યોજાઈ : વિકસિત ભારતનો આધાર સ્તંભ એટલે આત્મનિર્ભર ભારત: તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ : આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાનો : કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢનાં અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી4:46 PM IST
સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સૂર્ય નમસ્કાર અને યોગ સ્પર્ધા છવાયા : ભુજના સ્મૃતિ વન ખાતે બહોળી સંખ્યામાં સ્પર્ધકો જોડાયા : સાંસદ વિનોદ ચાવડા દ્વારા તાલુકા મથકોએ વિવિધ ખેલ સ્પર્ધાનું આયોજન : ભુજના સ્મૃતિવન ખાતે સૂર્ય નમસ્કાર અને યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું : આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું : તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા2:56 PM IST
ચોટીલાના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ સ્મારકે ગુરુકુળના ૩૦ બાળકોની ૨૧૦ કિ.મી.ની સાયકલ યાત્રા પૂર્ણ : શાર્દૂલ અન્વેષિકા ગુરુકુળથી શરૂ થયેલ છ દિવસની આ પ્રેરક યાત્રામાં ૨૨ દિકરાઓ અને ૦૮ દિકરીઓ તેમજ ૧૦ ગુરુજનો અને માતાઓએ ૫૦ જેટલાં ગામોનું પરિભ્રમણ કર્યું: પિનાકી નાનકભાઈ મેઘાણી સહિતના દ્વારા સ્વાગત12:06 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાલે યોજાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય : લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે12:59 PM IST
ધુરંધરમાં નઈમ બલોચનું પાત્ર ભજવનાર હિતુલ પુજારા હવે દેખાશે મોજે દરિયા ફિલ્મમાં! : હિતુલ પુજારા મૂળ અમદાવાદનો છે. તે ધુરંધર પહેલા પણ અનેક પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યો છે : રેહમાન ડકૈતનો મોટો દીકરો નઈમ બલોચઃ નઈમ બલોચ એ જ કડી છે, જે અક્ષય ખન્નાના કેરેક્ટર અને રણવીર સિંહના પાત્ર હમજાને જોડે છે3:18 PM IST
ગુજરાતી સિનેમાની કમાણી એક દસકામાં બમણીઃ દર્શકો દસગણાં વધ્યાં : ૨૦૨૫માં ગુજરાતી સિનેમાએ અન્ય ભાષાની પ્રાદિશક ફિલ્મોને પાછળ છોડીઃ અનેક પડકારો સાથે ગુજરાતી ફિલ્મો આજે દેશની સૌથી ઝડપી આગળ વધતી રિજનેલ સિનેમાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે : લાલો કૃષ્ણ સદા સહાયતે, ચણિયા ટોળી, વશ લેવલ ૨, ઓલ ધ બેસ્ટ પંડ્યા, ઉંબરો, બચુની બેનપણી ....આ ફિલ્મોએ દર્શકોને ફરી થિએટર સુધી ખેંચી લાવવામાં મદદ કરી 10:12 AM IST
































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































