News of Tuesday, 29th October 2024
જાણો હિઝબુલ્લાહના નવા કમાન્ડર કોને બનાવવામાં આવ્યા

નવી દિલ્હી: ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરી રહેલા ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહે પોતાના નવા કમાન્ડરની પસંદગી કરી લીધી છે. ગયા મહિને જ તેના કમાન્ડર નસરલ્લાહને ઈઝરાયલે ઠાર માર્યો હતો અને હવે તેનું સ્થાન કમાન્ડર નઈમ કાસિમ લેશે. લાંબા સમયથી ચર્ચા હતી કે નઈમ કાસિમને નસરલ્લાહની જગ્યા આપી શકાય તેમ છે, જેની પર હવે મોહર લાગી ગઈ છે. એટલું જ નહીં કહેવાઈ રહ્યું છે કે તે હાલ ઈરાનમાં છુપાયેલો છે. ઈઝરાયલી હુમલાના ડરથી તે ક્યાંક તહેરાનમાં રહી રહ્યો છે અને ત્યાંથી હિઝબુલ્લાહને કમાન્ડ કરી રહ્યો છે. નસરલ્લાહને 27 સપ્ટેમ્બરે બેરુતમાં થયેલા ઈઝરાયલના એક ભીષણ હુમલામાં ઠાર મારવામાં આવ્યો હતો.
હિઝબુલ્લાહે એક નિવેદન જારી કરીને કહ્યું કે 'નઈમ કાસિમને શૂરા કાઉન્સિલે ચીફ પસંદ કર્યાં છે. તે 1991થી જ હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ તરીકે કામ કરી રહ્યાં હતા. તે લાંબા સમય સુધી હિઝબુલ્લાહના પ્રવક્તા તરીકે પણ કામ કરી ચૂક્યા છે. હિઝબુલ્લાહની પ્રોપેગેન્ડા મશીનરીનું પણ તે સંચાલન કરતા રહ્યા છે.' નઈમ કાસિમે ઘણી વખત વિદેશી મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યા છે અને ઈઝરાયલ વિરુદ્ધ હિઝબુલ્લાહના એક ચહેરા તરીકે સામે આવતો રહ્યો છે. હવે તેને કમાન સોંપીને હિઝબુલ્લાહે ફરીથી પોતાની ગતિવિધિઓને આગળ વધારી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
