<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જાણો રિલીઝ થયેલ એપલ ઇન્ટેલિજન્સના નવા ફીચર વિશે

નવી દિલ્હી: એપલ દ્વારા આઇફોન, આઇપેડ અને મેકમાં એપલ ઇન્ટેલિજન્સને રિલીઝ કરવામાં આવી છે. આ ફીચરને ઘણાં સમય પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એની રિલીઝને ઘણો સમય લાગી ગયો છે. જોકે ફાઇનલી એને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે એને એક્ટિવેટ કરવું જરૂરી છે. આથી કઈ ડિવાઇઝમાં એનો ઉપયોગ કરી શકાશે અને કેવી રીતે કરી શકાશે તે વિશે માહિતી જોઈએ. એપલ દ્વારા આઇફોનની iOS 18.1, આઇપેડની iPadOS 18.1 અને મેકની Sequoia 15.1 અપડેટ રિલીઝ કરવામાં આવી છે. આ અપડેટમાં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેની ઘણાં સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જેને કંપનીએ એપલ ઇન્ટેલિજન્સ નામ આપ્યું છે. આ ફીચરની મદદથી યુઝરના ઘણાં કામ સરળ થઈ શકે છે, જેમ કે ઇમેલ લખવા, ફોટો એડિટ કરવા, સર્ચ કરવું, અને વોઇસ આસિસ્ટન્સનો ઉપયોગ કરવો. એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આઇફોન સીરિઝ 16, આઇફોન 15 પ્રો, અને આઇફોન 15 પ્રો મેક્સમાં થઈ શકશે. આઇપેડમાં A17 પ્રો અથવા M1 પ્રોસેસર કે ત્યારબાદના પ્રોસેસરમાં આ ફીચર ઉપલબ્ધ છે. મેકમાં M1 અને ત્યારબાદના દરેક પ્રોસેસરમાં આ ફીચરનો ઉપયોગ થઈ શકશે. હાલમાં એપલ ઇન્ટેલિજન્સ બીટા વર્ઝનમાં હોવાથી ફક્ત અમેરિકન ઇંગલિશ ભાષાનો જ સપોર્ટ છે. ડિસેમ્બરમાં આ ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને યૂકેના ઇંગલિશને સપોર્ટ મળશે. ચાઇનીઝ, ઇંગલિશ ઇન્ડિયા, ઇંગલિશ સિંગાપોર, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, વિયેતનામીઝ અને અન્ય ભાષાઓને સપોર્ટ એપ્રિલ બાદ આપવામાં આવશે.

(6:29 PM IST)