<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

મેક્સિકોના જંગલોમાં સદીઓ જૂની માયા સભ્યતા ધરાવતું 50હજાર લોકોનું મોટું શહેર મળી આવ્યું

નવી દિલ્હી: સદીઓ સુધી મેક્સિકન જંગલમાં ખોવાયેલા માયા શહેરને ફરીથી શોધવામાં આવ્યું છે. આ પ્રાચીન ગુમ થયેલું શહેર દિગ્ગજ પુરાતત્વવિદોએ નહીં પરંતુ એક પીએચડીના વિદ્યાર્થીએ શોધી કાઢ્યું છે. પીએચડીના વિદ્યાર્થી લ્યૂક ઓલ્ડ-થોમસે જૂના ડેટાનું ફરીથી વિશ્લેષણ કર્યા બાદ સંયોગથી આ શોધ કરી. પિરામિડ, પુલ, એમ્ફીથિયેટર અને રમતના મેદાન પણ શોધ્યા, જે અન્ય પુરાતત્વવિદોએ પહેલા જોયા નહોતા.
આને લેજર સર્વેક્ષણના એક પ્રકાર કહેવાતા લાઈડારના ઉપયોગથી શોધવામાં આવ્યુ. આ એટલું વિશાળ શહેર હતું કે માનવામાં આવે છે કે આમાં 750થી 850 ઈ.સ. ની વચ્ચે જ્યારે આ શહેર પોતાના ચરમ પર રહ્યું હશે ત્યારે આમાં 50,000 લોકોના ઘર રહ્યાં હશે. આ શહેરમાં મોટા પિરામિડ, પુલ, એમ્ફીથિયેટર અને રમતના મેદાન પણ શોધવામાં આવ્યા.
આ શહેર સદીઓથી મેક્સિકન જંગલોમાં છુપાયેલુ હતુ. લેજર મેપિંગ માટે માચે અને દૂરબીનો જેવું ત્યાં લગાવ્યા બાદ સંશોધનકર્તાઓની ટીમે આ શહેરમાં મંદિર પિરામિડ, ચોક અને જળાશય શોધ્યા પછી શહેરની બીજી રચનાઓ પણ મળી.
દક્ષિણ-પૂર્વી મેક્સિકન રાજ્ય કેમ્પેચેમાં આ શોધ ત્યારે થઈ જ્યારે ઉત્તરી એરિજોના યુનિવર્સિટીના માનવશાસ્ત્રી લ્યૂક ઓલ્ડ-થોમસે એ જાણવાનું શરૂ કર્યું કે શું લાઈડાર નામનું અત્યાધુનિક લેજર મેપિંગના ઉપયોગથી માયાની જૂની દુનિયાની વધુ જાણકારી મેળવી શકાશે.
ઓલ્ડ-થોમસે કહ્યું, 'લાંબા સમય સુધી માયા સભ્યતાનું અમારું સેમ્પલ કુલ મળીને 100 વર્ગ કિલોમીટરનો હતો. તે નમૂનાને પુરાતત્વવિદોએ ખૂબ મેહનતથી મેળવ્યો હતો. જેમણે દર વર્ગ મીટર પર આકરી મહેનત કરી. ચાકુથી વનસ્પતિને કાપી, એ જોવા માટે કે શું તે ખડકોના ઢગલા પર ઊભા છે જે 1,500 વર્ષ પહેલા કોઈકનું ઘર રહ્યું હશે.'
લાઈડાર એક એવી તકનીક છે જે કોઈ સ્થાનની ઉપરથી ઉડે છે. આ ઉડાનમાં લેજર અને અન્ય ડેટાનો ઉપયોગ કરીને સપાટીની વિશેષતાઓના આકાર વિશે ત્રિ-પરિમાણીય જાણકારી પેદા કરે છે.
લાઈડારથી પ્રાચીન માયા વસતીઓ અને નેશનલ હાઈવેની બંને તરફ જંગલથી છુપાયેલી જમીન અને તેની નીચેની સ્થિતિઓની જાણકારી મળે છે. આ કોઈ સસ્તું સાધન નથી. આ એરિયાનો લાઈડાર સર્વે પહેલા પણ થયો હતો, જેનાથી આ વિસ્તારનો મેપ પહેલા જ બનેલો હતો. આની પર તેમણે લાઈડારનો વધુ સઘન ઉપયોગ કર્યો. 6 વર્ષ પહેલા સંશોધનકર્તાઓમાંથી કોઈકે ગ્વાટેમાલાના પેટેન વિસ્તારના ગાઢ જંગલમાં હજારો વર્ષ પહેલાના અજાણ્યા માયા ઘરો, ઈમારતો, સુરક્ષા કાર્યો અને પિરામિડોની જાણકારી મેળવવા માટે લાઈડારનો ઉપયોગ કર્યો હતો. જેનાથી જાણ થાય છે કે પહેલાની તુલનામાં ત્યાં લાખો લોકો રહેતા હતા.

 

(5:33 PM IST)