તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Monday, 4th November 2024
અમેરિકાની ચૂંટણીમાં ખિસકોલીની હત્યા બની ચર્ચાનો મુદ્દો

નવી દિલ્હી: અમેરિકામાં તાજેતરમાં એક પાલતુ ખિસકોલીના મોતથી રાજકીય ચર્ચા ગરમાઈ છે. ન્યૂયોર્કના એક માણસની પાલતુ ખિસકોલી 'પીનટ', જે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ હતી. આ ખિસકોલીને અમેરિકી અધિકારીઓએ પકડી લીધી હતી અને મારી નાખી હતી. જેના કારણે હાલ વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં, અમેરિકન સરકારના કેટલાક અધિકારીઓ આ ખિસકોલીને તેમની સાથે લઈ ગયા અને તેને ઈચ્છા મૃત્યુ આપી દીધું. આ અંગે લોકોમાં ભારે નારાજગી છે અને લોકોએ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. આવી સ્થિતિમાં, દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કએ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'સરકારે એક લાચાર ખિસકોલીનું અપહરણ કર્યું અને તેને મારી નાખી. સરકારે લોકોને અને તેમના પાલતું પ્રાણીઓને એકલા છોડી દેવા જોઈએ. ખિસકોલી પીનટની તસવીર શેર કરતી વખતે મસ્કે લખ્યું કે 'ડોનાલ્ડ ટ્રમ્પ ખિસકોલીને બચાવશે.'ટ્રમ્પ સમર્થકોએ મસ્કના નિવેદનને સમર્થન આપ્યું હતું અને ખિસકોલીના મૃત્યુને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. ઘણા ટ્રમ્પ સમર્થકોએ ખિસકોલી 'પીનટ' ના મૃત્યુ પર સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ કન્ઝર્વેશનએ જણાવ્યું હતું કે પીનટ હડકવાથી સંક્રમિત હોવાથી તેને મારી નાખવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે પીનટને પકડવા પાછળનું કારણ જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનું હતું.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
