<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

રિયલ કેફીનમેનઃ એનર્જી ડ્રિન્‍કનાં ૧૦૧૯ કેન એકઠાં કરવાનો રેકોર્ડ બનાવ્‍યો

બ્રિટનના જોએલ સ્‍પીઅર્સ નામના ભાઈને એનર્જી ડ્રિન્‍ક્‍સ પીવાનો જબરો શોખ છે

લંડન, તા.૧૨: એનર્જી ડ્રિન્‍ક્‍સમાં ભારોભાર કેફીન હોય છે જે શરીર અને મગજને થોડાક સમય માટે ઉત્તેજિત કરી દે છે. બ્રિટનના જોએલ સ્‍પીઅર્સ નામના ભાઈને એનર્જી ડ્રિન્‍ક્‍સ પીવાનો જબરો શોખ છે એટલું જ નહીં, તેમને વિવિધ બ્રેન્‍ડની એનર્જી ડ્રિન્‍ક્‍સના ખાલી ડબ્‍બાઓ સંઘરવાનું પેશન છે. જયાં જાય ત્‍યાંથી અલગ-અલગ બ્રેન્‍ડનાં એનર્જી ડ્રિન્‍ક ભેગાં કરવા માટે ખાસ તેણે ઓનલાઇન અને ઓફલાઇન ખૂબ શોધખોળ મચાવી છે. જોકે જોએલનું કહેવું છે કે એક હજાર જેટલાં કેન ભેગાં કરવામાં તેને વાંધો ન આવ્‍યો પણ આ માટેનો રેકોર્ડ નોંધાવવા માટે તેણે જે ડોક્‍યુમેન્‍ટેશન, લિસ્‍ટિંગ, ફોટોઝ સબમિટ કરવાનું આવ્‍યું એમાં તે થાકી ગયો.(

(9:53 AM IST)