News of Tuesday, 12th November 2024
બ્રેકઅપ થતાં ગર્લફ્રેન્ડને આપેલી ૫૯ લાખની વીંટી પાછી મેળવવામાં ૬૫ વર્ષ લાગ્યાં

લંડન, તા.૧૨: જયારે બે વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે એકબીજા પર લાખો રૂપિયા અને જીવ ન્યોચ્છાવર કરવા તૈયાર થઈ જાય છે, પણ જયારે તેમની વચ્ચે બ્રેકઅપ થાય એ પછીથી મામલો કાઙ્ઘમ્પ્લિકેટેડ થઈ જાય છે. જયારે કોઈ સંબંધ લગ્ન પહેલાં જ તૂટી જાય તો એવા સંજોગોમાં કોર્ટશિપ પિરિયડ દરમ્યાન થયેલી લેવડદેવડના મામલે શું થઈ શકે? ન્યુ ઇંગ્લેન્ડ સ્ટેટની એક કોર્ટમાં આ બાબતે એક મામલો છેલ્લાં ૬૫ વર્ષથી ચાલી રહ્યો હતો. બ્રુસ જોન્સન નામના ભાઈએ તેમની એક સમયની રોમેન્ટિક પાર્ટનર કેરોલિન સેટિનો સાથે બ્રેકઅપ થયા પછી તેને આપેલી મોંઘીદાટ રિંગ પાછી મેળવવા માટે દાવો કર્યો હતો. બ્રુસના વકીલે દલીલ કરી હતી કે લગ્ન નક્કી થયાં ત્યારે એન્ગેજમેન્ટ વખતે આપેલી આ મોંઘી ગિફટ જો લગ્ન ફોક થાય તો પાછી આપવી જ જોઈએ. જયારે કેરોલિનના વકીલનું કહેવું હતું કે એન્ગેજમેન્ટ વખતે આપેલી ભેટ કોઈ કન્ડિશનલ ગિફટ નથી હોતી. જોકે આ મામલે ૬૫ વર્ષ ખટલો ચાલ્યો અને તાજેતરમાં સ્થાનિક કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સંબંધ નક્કી કરવા માટે અપાયેલી ભેટ જો સંબંધ તૂટે તો પાછી આપી દેવી જોઈએ.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
