News of Thursday, 14th November 2024
ઇઝરાયલે ગાઝા-લેબનોનમાં એરસ્ટ્રાઇક કરતા 64ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઇઝરાયેલે ગાઝા અને લેબનોનમાં વિનાશક હુમલો કરતાં કુલ ૬૪ના મોત નીપજ્યા છે. તેમા ગાઝામાં ૪૬ના મોત થયા છે અને લેબનોનમાં ૧૮ના મોત થયા છે. ઇઝરાયેલે ગાઝામાં પોતે જ જાહેર કરેલા માનવતાવાદીઝોન પર હુમલા કર્યા છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું. જ્યારે લેબનોનમાં ઇઝરાયેલના વિમાનોએ બૈરુતના દક્ષિણ પરામાં હુમલો કરતાં ૧૮ના મોત નીપજ્યા હતાબીજી બાજુએ અમેરિકાએ જણાવ્યું હતું કે ગાઝામાં માનવતાવાદી સહાય માટે ઇઝરાયેલને આપવામાં આવેલી ડેડલાઇન પસાર થઈ ગઈ હોવા છતાં તે તેને આપવામાં આવતા શસ્ત્રોના પુરવઠામાં ઘટાડો નહીં કરે. આંતરરાષ્ટ્રીય સહાય જૂથોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ માનવતાવાદી સહાય માટેની અમેરિકાએ માંગેલી ખાતરીઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે. જ્યારે અમેરિકાનું જ કહેવું છે કે માનવતાવાદી સહાયના મોરચે થોડી પ્રગતિ જોવા મળી છે. આ ઉપરાંત સીરિયામાં અમેરિકાએ સળંગ બીજા દિવસે હુમલો કર્યો હતો. અમેરિકાએ આ હુમલો સીરિયાની ટેન્કો વગેરેનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલે ગાઝામાં વિનાશ વેરવાનું ચાલુ રાખતા જારી રાખેલા હુમલામાં ૪૬ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલે મુવાસીમાં પોતે જાહેર કરેલા માનવતાવાદી ઝોન પર કરેલા હુમલામાં ૧૧ના મોત નીપજ્યા હતા. નાસેર હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલામા બે બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તરી ગાઝા બૈત હનૌનમાં કરેલી એરસ્ટ્રાઇકમાં ૧૫ના મોત નીપજ્યા છે. તેમા અલ ઝઝીરાના પત્રકારના સંબંધીનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ શાબાત અને તેની પત્ની આલિયા પણ રહ્યા હતા. આ ઉપરાંત સેન્ટ્રલ અને સાઉથ ગાઝા પર કરેલા હુમલામાં બીજા ૨૦ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલના લશ્કરે આના પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી નથી. ઇઝરાયેલે સેન્ટ્રલ લેબનોનમાં કરેલા હવાઈ હુમલામાં ૧૨ના મોત થયા હતા અને આઠને ઇજા પહોંચી હતી. આ હુમલો ચેતવણી વગર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઇઝરાયેલ નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી જારી કરતું હોય છે. ઇઝરાયેલે જે બિલ્ડિંગ પર હુમલો કર્યો ત્યાં વિસ્થાપિતો રહેતા હતા. ઇઝરાયેલે આ ઉપરાંત બૈરુત પર કરેલા હુમલામાં છના મોત થયા હતા. માર્યા ગયેલામાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલનું લશ્કર લશ્કર બંધાવે છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
