News of Saturday, 16th November 2024
પાકિસ્તાનના બે મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણના કારણોસર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: ભારતની સાથે પાકિસ્તાનની હવા પણ ઝેરી બની ગઈ છે. તેને જોતા લાહોર અને મુલતાનમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ શુક્રવારથી રવિવાર સુધી લાગુ રહેશે. આ બંને શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધુ પડતા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. લાહોર અને મુલતાન સૌથી વધુ પ્રભાવિત થયા છે. મુલતાનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પહેલાથી જ 2,000ને વટાવી ચૂક્યો છે, જે વાયુ પ્રદૂષણ માટે નવો રેકોર્ડ બનાવે છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રી મરિયમ ઔરંગઝેબે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અમે લાહોર અને મુલતાનમાં સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી રહ્યા છીએ.' તેમણે માહિતી આપી હતી કે શુક્રવારથી રવિવાર સુધી આ બંને શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
