<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

NATOના બે દેશોએ નાગરિકોને ભોજન સહીત દવાઓ જમા કરી રાખવાની કરી વાત

નવી દિલ્હી:એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ છે અને બીજી બાજુ ઈરાન અને લેબેનોન સાથે ઈઝરાયલનું યુદ્ધ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ હવે બધાની નજર રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. આ દરમિયાન બે નાટો દેશોએ કેટલાક એવા પગલા લીધા છે, જેના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ છે અને બીજી બાજુ ઈરાન અને લેબેનોન સાથે ઈઝરાયલનું યુદ્ધ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી જીત્યા બાદ હવે બધાની નજર રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. આ દરમિયાન બે નાટો દેશોએ કેટલાક એવા પગલા લીધા છે, જેના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા સંભળાવા લાગ્યા છે. સ્વીડન અને ફિનલેન્ડે તેમના નાગરિકોને યુદ્ધથી કેવી રીતે બચી શકાય તે અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ નાટો દેશોએ તેમના સંરક્ષણ પગલાં મજબૂત કર્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ છેલ્લા બે વર્ષમાં બંને દેશો આ નાટો ગઠબંધનમાં જોડાયા છે. ત્યારથી, ઘણાં યુરોપિયન દેશોએ આ ક્ષેત્રમાં લાંબા ગાળાની સુરક્ષાને મજબૂત કરવા માટે તેમના લશ્કરી ખર્ચમાં વધારો કર્યો છે.

 

(5:44 PM IST)