<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

ઇઝરાયલી સેનાના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા કમાંડોનું લેબનોનની ધરતિ પર થયું ઉતરાણ

નવી દિલ્હી: ઇઝરાયેલના સૈન્ય ઇતિહાસમાં પ્રથમવાર મહિલા કોમ્બેટ સૈનિકોને એક ખાસ પ્રકારના ઓપરેશનલ મિશન હેઠળ લેબનોનમાં એન્ટ્રી કરી હતી. મેજર જનરલ ઓરી ગોર્ડિને દક્ષિણી લેબનોનમાં લડાકુ ખુફિયા બટાલિયનની એક ટીમ ગોઠવવાની મંજુરી આપી હતી. ત્યાર પછી મહિલા સૈનિકોની યુનિટે એન્ટ્રી લીધી અને મહત્વની જાણકારી મેળવી હતી. લેબનાનમાં ઇઝરાયેલના હુમલા પછી મહિલા સૈનિકોની લડાકુ ખુફિયા ટીમને સીપિયા સરહદ અને માઉન્ટ ડોવ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવી છે.
સીરિયા બોર્ડર અને માઉન્ટ ડોવ ક્ષેત્રમાં ઇઝરાયેલી મહિલા સૈનિકો ધરાવતી ટીમ તૈનાત કરવાનો હેતું જાસુસી જાણકારી,  વિદ્રોહી જુથોની માહિતી, ટાર્ગેટ સુધી પહોંચી શકાય તેવા સ્થળોની યાદી તેમજ ભૂમિગત અને જમીન સ્તરે થતા હુમલામાં ભૂમિકા સંભાળવાનો સમાવેશ થાય છે. જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ ઇટ બટાલિયનની ૨૧ વર્ષની મહિલા કોર્પોરેલ તેહિલાએ જણાવ્યું હતું કે દક્ષિણી લેબનોનમાં પગપાળા અંદર સુધી ગયા હતા. આ સાથે જ કોર્પોરેલ તેહિલા લેબનોનમાં પ્રવેશ કરનારી પ્રથમ ઇઝરાયેલી મહિલા સૈનિક બની હતી.લેબનોનમાં અંદાજે ૧.૫ કિલોમીટર સુધી ચાલવાનું પસંદ કર્યુ હતું. યુધ્ધ પછી પ્રથમવાર જ ઇઝરાયેલી સૈન્યથી અજાણ્યા એવા વિસ્તારમાં પગ માંડયા હતા. ઇઝરાયેલી મહિલા સૈનિકોએ ખુલાસો કર્યો હતો કે આ મિશન હેછલ એન્ટી ટેંક મિસાઇલ સાઇટો, હિજબુલ્લાહની ઇમારતો અને બીજા ટાર્ગટ અંગે  પણ જાણી શકાશે. હિજબુલ્લાહ સમર્થકોના ઘરોમાં શસ્ત્રોનો જથ્થો તસ્વીરોમાં જોવા મળતો હતો ત્યાર બાદ લડાકુ હેલિકોપ્ટરોએ લક્ષ્યનો પીછો કરવામાં સફળતા મેળવી હતી.

 

(5:45 PM IST)