News of Thursday, 21st November 2024
બાથરૂમ અને સિંકમાંથી વારંવાર કાનખજૂરા નીકળે છે? સાવ મફતની આ વસ્તુ છાંટી દો : ફરી ઘરમાં નહીં દેખાય

નવી દિલ્હી, તા.૨૧: બાથરૂમ કે સિંકના રસ્તે ઘણીવાર તમે પણ ઘરમાં કાનખજૂરા ફરતા જોયા હશે. કાનખજૂરા ઠંડી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે તેઓ મોટાભાગે ગટરના રસ્તે ઘરમાં એન્ટ્રી લે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે તેનો ઉપદ્રવ વધી જાય. તેને ઘરમાંથી બહાર કાઢવા એક પડકારજનક કામ થઇ જાય છે. જો તમારા ઘરમાં પણ કાનખજૂરા વારંવાર આવી જતા હોય તો તેની એન્ટ્રી બેન કરવા માટે અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ. જો તમે અનેક પ્રકારના નુસખા ફોલો કરીને થાકી ગયા છો તો ચાલો અમે તમને કાનખજૂરા ભગાડવાની સૌથી સરળ અને અસરકારક રીત જણાવીએ. અમે તમને એવા ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશું, જેનાથી તમે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને કાનખજૂરાથી છુટકારો મેળવી શકો છો.
કાનખજૂરાથી છુટકારો મેળવવા માટે તમે ઘરમાં પડેલી કેટલીક વસ્તુઓથી સાવ મફતમાં લિક્વિડ તૈયાર કરી શકો છો. તેનો ઉપયોગ કરીને બાથરૂમની ગટર અને કિચનના સિંકમાંથી નીકળતા કાનખજૂરાને રોકી શકાય છે. આ લિક્વિડ બનાવવા માટે સૌથી પહેલા ઘરમાં પડેલું મીઠું, ચૂનો, રિફાઇન્ડ ઓઇલ અને વિનેગર એકઠુ કરી લો. આ બધાની મદદથી એક લિક્વિડ તૈયાર કરીને તમારા ઘરમાં ઉપયોગ કરી શકો છો. જોકે તેના માટે સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે.
કાનખજૂરાને ભગાડવા માટે આ રીતે લિક્વિડ તૈયાર કરો
જો તમારા બાથરૂમ અથવા સિંકમાંથી કાનખજૂરા જવાનું નામ ન લેતા હોય, તો તમે તેને દૂર કરવા માટે ઘરે લિક્વિડ તૈયાર કરી શકો છો.
સૌ પ્રથમ એક બાઉલમાં અડધો લિટર પાણી લો.
તેમાં એક ચમચી મીઠું ઉમેરો અને તેને લાકડીની મદદથી સારી રીતે ઓગાળી લો.
ત્યારપછી તમારે આ પાણીમાં એક ચમચી ચૂનો નાખવો.
પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જવા માટે તેને ૫ મિનિટ માટે છોડી દો.
છેલ્લે આ મિશ્રણમાં એક ચમચી રિફાઈન્ડ તેલ મિક્સ કરો.
તમારું લિક્વિડ તૈયાર છે. હવે તમે તેને સ્પ્રે બોટલમાં ભરીને તેનો ઉપયોગ કરી શકો છો.
કાનખજૂરા ભગાડવા માટે, તમારે ઘરે તૈયાર કરેલું લિક્વિડ લેવું પડશે અને તેને સિંક અને બાથરૂમની ગટરની આસપાસ છાંટવું પડશે. આ સિવાય આ લિક્વિડને ઘરની દરેક ઠંડી જગ્યાએ અથવા વોશ બેસિનમાં પણ સ્પ્રે કરો. કાનખજૂરા તેના સંપર્કમાં આવતાની સાથે જ ભાગવા લાગશે. તેવી જ રીતે, જો તમે દરરોજ ગટરવાળી જગ્યાએ આ સ્પ્રેનો છંટકાવ કરો છો, તો ધીમે ધીમે તેની ગંધને કારણે કાનખજૂરા નીકળવાનું બંધ જશે. આટલું જ નહીં, તમારા ઘરમાં પણ કાનખજૂરા આવવાનું બંધ થઈ જશે.(
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
