News of Tuesday, 26th November 2024
એક કપ ચાની કિંમત ૧ લાખ રુપિયા, ચામાં ૨૪ કેરેટ સોનાની પત્તી હોવાનો દાવો
દુબઇના એક લકઝરી રેસ્ટોરન્ટમાં ગોલ્ડન ટી મળે છે : લકઝરી મેનુમાં ગોલ્ડન આઇસ્ક્રિમ અને ગોલ્ડન કોફીનો પણ સમાવેશ

ન્યૂયોર્ક, તા.૨૬: ગરીબ મધ્યમ પરિવાર મોંઘવારીના જમાનામાં માંડ જીવન ગુજારે છે બીજી બાજુ દુનિયામાં એવા પણ લોકો રહે છે જે ૧ લાખ રુપિયાના એક કપ ચા પણ પીવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુબઇના એક લકઝરી કાફે વીથ રેસ્ટોરન્ટમાં ગોલ્ડન ટી મળે છે જેની એક કપ ચાની ચુસકી લેવા માટે લાખ રુપિયા ચુકવવા પડે છે. નવાઇની વાત તો એ છે કે સોનાનો સ્નેકસ મળવાનો પણ દાવો કરવામાં આવે છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ ઉપરાંત લકઝરી મેનુમાં ગોલ્ડન, આઇસક્રિમ અને ગોલ્ડન કોફીનો પણ સમાવેશ થાય છે. ૧ લાખ રુપિયાની ચામાં ૨૪ કેરેટ સોનાની પત્તી સાથે શુધ્ધ ચાંદી પણ કપમાં પીરસવામાં આવે છે. આ પ્રકારની ચા અને કોફી ગ્રાહકો ઘરે પણ લઇ જઇ શકે છે. કેફેના મેનુંમાં ગોલ્ડ વોટર અને ગોલ્ડ બર્ગરનો પણ સમાવેશ થાય છે. એક ફૂડ બ્લોગરે મોંઘાદાટ રેસ્ટોરન્ટ અને તેની મોંઘીદાટ ચાનો વીડિયો શેર કરતા સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓને નવાઇ લાગી હતી.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
