જેફરી એપસ્ટીન કેસમાં નવો ધડાકો: અમેરિકન ન્યાય વિભાગની વેબસાઈટ પરથી ૧૬ મહત્વની ફાઈલો ‘ગાયબ’, ટ્રમ્પ-મેલેનિયાના ફોટા અંગે ભારે વિવાદ : શુક્રવારે હજારો દસ્તાવેજો અપલોડ થયા ને શનિવારે જ મહત્વની ફાઈલો એક્સેસ બહાર થઈ જતા અનેક તર્કવિતર્ક * શું ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા, એપસ્ટીન અને ગિસ્લેન મેક્સવેલનો એકસાથે દેખાતો ફોટો ડિલીટ કરી દેવાયો? * ડેમોક્રેટ સાંસદોનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર હોબાળો: ‘પારદર્શિતાના નામે શું રમત રમાઈ રહી છે?’10:01 AM IST
સામાન્ય જનતાના ખિસ્સા પર રેલવેનો માર : ૨૬ ડિસેમ્બરથી રેલ ભાડામાં વધારો : લાંબી મુસાફરી થશે મોંઘી : જનરલ શ્રેણીમાં ૧ પૈસો અને મેલ-એક્સપ્રેસના નોન-એસી તથા એસી કોચમાં પ્રતિ કિલોમીટર ૨ પૈસાનો વધારો : પટનાથી દિલ્હીની મુસાફરી માટે હવે ૨૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે : રેલવેને વાર્ષિક ૬૦૦ કરોડની વધારાની આવકનો અંદાજ1:37 PM IST
ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે... આ સત્ય છે : સંઘ વડા મોહન ભાગવતે કહ્યું - બંધારણીય મંજૂરીની જરૂર નથી. : મોહન ભાગવતે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. જે કોઈ પણ ભારતને પોતાનું વતન માને છે અને ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે, જ્યાં સુધી ભારતીય ભૂમિ પર એક પણ વ્યક્તિ જીવંત છે જે પોતાના ભારતીય પૂર્વજોના મહિમામાં વિશ્વાસ રાખે છે અને તેમની કદર કરે છે, ત્યાં સુધી ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે.11:53 PM IST
મોહસીન નકવી સ્ટેજ પરથી તાંકતાં રહ્યા અને ભારતીય ખેલાડીઓએ ICC અધિકારી પાસેથી મેડલ મેળવ્યા : ભારતીય અંડર-૧૯ ટીમે સિનિયર ટીમની જેમ જ પ્રદર્શન કર્યું અને એવોર્ડ સમારંભ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીને સંપૂર્ણપણે અવગણ્યા. ખેલાડીઓએ ન તો હાથ મિલાવ્યા કે ન તો તેમના મેડલ સ્વીકાર્યા.11:52 PM IST
"વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહી વિનાશક હશે":બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી આપી. : લુલા દા સિલ્વાએ સ્પષ્ટપણે કહ્યું કે દક્ષિણ અમેરિકા માટે શાંતિ અને સમૃદ્ધિ એકમાત્ર સાચો માર્ગ છે:વેનેઝુએલામાં સશસ્ત્ર હસ્તક્ષેપ સમગ્ર ખંડ માટે માનવતાવાદી આપત્તિ હશે અને વિશ્વ માટે એક ખતરનાક ઉદાહરણ સ્થાપિત કરશે.11:38 PM IST
વર્ષ ૨૦૨૫ના એવા ૫ સનસનાટીભર્યા ગુનાઓ જે ટૂંક સમયમાં બોલીવુડ કે હોલીવુડની ફિલ્મોમાં જોવા મળી શકે છે! : લુવર મ્યુઝિયમની ૧૦૦ મિલિયન ડોલરની લૂંટથી લઈને ૧૧ પતિઓની સીરીયલ કિલર 'બ્લેક વિડો' સુધીના કિસ્સાઓએ દુનિયાને ચોંકાવી : સોનાના શૌચાલયની ચોરી અને હિપ-હોપ કિંગ શૉન કોમ્બ્સના પતન જેવી વાસ્તવિક ઘટનાઓ હવે રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર11:30 PM IST
એફબીઆઈની ઘોર બેદરકારીનો પર્દાફાશ : જેફરી એપ્સટીનના 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી' કનેક્શનની ૧૦ વર્ષ પહેલા જાણ હોવા છતાં તપાસ એજન્સી ઊંઘતી રહી : ૧૯૯૬માં આર્ટિસ્ટ મારિયા ફાર્મરે સગીર બહેનોના ફોટા ચોરવા અને ધમકી આપવા અંગે કરી હતી ફરિયાદ : એફબીઆઈએ દાયકા સુધી મૌન સેવી ગુનેગારોને છાવર્યા હોવાનો દસ્તાવેજોમાં ઘટસ્ફોટ : પીડિતાએ આક્રોશ સાથે જણાવ્યું - "તંત્રની આ શરમજનક નિષ્ફળતાએ અનેક માસૂમ બાળકીઓના જીવન બરબાદ કર્યા"11:27 PM IST
એપ્સટીન કાંડમાં નવો વળાંક : ન્યાય વિભાગની વેબસાઈટ પરથી રહસ્યમય રીતે ૧૬ મહત્વની ફાઈલો ગાયબ થતા હોબાળો : ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટન જેવી હસ્તીઓના ફોટા ધરાવતા દસ્તાવેજો હટાવી લેવાતા ડેમોક્રેટ્સ લાલઘૂમ : સરકારે હજારો પેજ જાહેર કર્યાના બીજા જ દિવસે ફાઈલો ડિલીટ થતા ‘પારદર્શિતા’ સામે સવાલ : ગાયબ થયેલી ફાઈલોમાં નગ્ન પેઈન્ટિંગ્સ અને પૂર્વ રાષ્ટ્રપતિઓના ફોટાવાળા ટેબલના દ્રશ્યો હોવાનો ખુલાસો11:11 PM IST
ટેકનોલોજીનો દુરુપયોગ : ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ગુગલ મેપ્સ દ્વારા ટાર્ગેટ શોધી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ : પટણાના ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ : હથિયાર અને લાખોના સોનાના દાગીના જપ્ત : હાઈવે નજીકના આલીશાન મકાનોને ગુગલ મેપ્સ પર પસંદ કરી રફુચક્કર થઈ જતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો11:26 PM IST
સિડનીના બોન્ડાઈ બીચ પર આતંકી હુમલાની વરસીએ માતમ : ઓસ્ટ્રેલિયન PM એલ્બનીઝનો વ્યાપક વિરોધ અને હુરિયો : શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન પહોંચતા જ ‘તમારા હાથ લોહીથી રંગાયેલા છે’ ના નારા સાથે લોકોનો રોષ ફાટી નીકળ્યો : ૧૫ લોકોના મોત બાદ દેશભરમાં ‘રાષ્ટ્રીય ચિંતન દિવસ’ની ચવાયો માતમ : યહૂદી સમુદાયે સરકાર પર વધતા જતા એન્ટી-સેમિટિઝમને રોકવામાં નિષ્ફળ રહેવાનો અને વિશ્વાસઘાતનો ગંભીર આરોપ લગાવ્યો11:26 PM IST
યુદ્ધમાં તબાહ થયેલા ગાઝાનો કાયાકલ્પ! : કુશનર અને વિટકોફનો ૧૧૨ અબજ ડોલરનો ‘પ્રોજેક્ટ સનરાઈઝ’ પ્લાન જાહેર : બળતા કાટમાળ વચ્ચે આકાર પામશે હાઈ-ટેક ‘સ્માર્ટ સિટી’ અને લક્ઝરી રિસોર્ટ્સ : ૧૦ વર્ષના આ મહાકાય પ્રોજેક્ટમાં અમેરિકા ૬૦ અબજ ડોલરનો જંગી ખર્ચ ભોગવશે : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઈ-સ્પીડ રેલ નેટવર્કથી ગાઝાને પશ્ચિમ એશિયાનું આધુનિક હબ બનાવવાની ટ્રમ્પ વહીવટીતંત્રની રણનીતિ11:24 PM IST
એપ્સટીન કાંડમાં ચોંકાવનારો ખુલાસો : ઘીસલેન મેક્સવેલની સેંકડો શરમજનક તસવીરો જાહેર થતા ખળભળાટ : અમેરિકી ન્યાય વિભાગે હજારો દસ્તાવેજો અને ફોટાઓનો પટારો ખોલ્યો : પ્રિન્સ એન્ડ્રુ, બિલ ક્લિન્ટન અને માઈકલ જેક્સન જેવા દિગ્ગજો સાથેની વાંધાજનક તસવીરો આવી સામે : મેક્સવેલ હાલમાં સેક્સ ટ્રાફિકિંગના ગુનામાં ૨૦ વર્ષની જેલની સજા કાપી રહી છે11:02 PM IST
એપ્સટીન કાંડના નવા ખુલાસાથી દુનિયા સ્તબ્ધ : ‘ગર્લ્સ ફોર જે.ઈ.’ જેવા કોડવર્ડ અને હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના રહસ્યો આવ્યા સામે : અમેરિકી ન્યાય વિભાગે ગ્રાન્ડ જ્યુરીના ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા : ૧૪ વર્ષની સગીરાઓ પાસે મસાજના નામે કરાતું હતું જાતીય શોષણ : હજારો પાનાના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલ ક્લિન્ટનના નામોનો ઉલ્લેખ મળતા ચકચાર : ૫૦૦થી વધુ પાના પર શાહી ફેરવી વિગતો છુપાવવામાં આવી હોવાનો વિવાદ11:07 PM IST
મનરેગા હવે ઈતિહાસ : 'જી રામ જી' કાયદો અમલી: રાષ્ટ્રપતિ મુર્મુની મહોર બાદ ગ્રામીણ મજૂરો માટે નવા યુગનો પ્રારંભ : કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાને રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી : હવે ૧૦૦ને બદલે ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી મળશે: ભ્રષ્ટાચાર રોકવા મશીનોના સ્થાને માત્ર મજૂરોને પ્રાધાન્ય અને વિલંબિત પગાર સામે વળતર આપતો ક્રાંતિકારી કાયદો અમલમાં6:31 PM IST
બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: ટીએમસીના સસ્પેન્ડેડ નેતા હુમાયુ કબીરની નવી પાર્ટી : ૨૯૪ બેઠકો પર લડવાનો લલકાર : મુર્શિદાબાદથી શક્તિ પ્રદર્શન સાથે નવી રાજકીય ઇનિંગની શરૂઆત; મમતા બેનર્જી અને ભાજપ બંને સામે મોરચો ખોલવાની જાહેરાત કરતા હુમાયુ કબીરે પોતાને ગણાવ્યા ‘કિંગમેકર’ : બાબરી મસ્જિદના શિલાન્યાસ મુદ્દે મમતા સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હવે ચૂંટણીના મેદાનમાં ઉતરશે 9:05 PM IST
થાણેમાં બોગસ જીએસટી-રજિસ્ટર્ડ કંપનીઓ શરૂ કરીને 22.06 કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા બદલ ચાર જણ સામે ગુનો દાખલ : આરોપીઓએ આઠ બોગસ કંપનીઓ સ્થાપી હતી અને 22.06 કરોડની આઇટીસીનો દાવો કર્યો : કલ્યાણની પોલીસે ડાયનેમિક એન્ટરપ્રાઇઝીસના માલિક નિખિલ ગાયકવાડ સહ નૂરમોહંમદ વસીમ પિંજારી, નવનાથ સુર્ક્યા ઘરાત, સરફરાઝ તથા અન્યો સામે ગુન્હો નોંધ્યો 8:19 PM IST
અરવલ્લી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી આપી અને આપવામાં પણ નહીં આવે : કેન્દ્રીયમંત્રી ભુપેદ્ર યાદવની સ્પષ્ટતા : વ્યાખ્યા લાગુ થયા બાદ અરવલ્લીનો 90 ટકાથી વધારે વિસ્તાર સંરક્ષિત : મંત્રીએ કહ્યું કે અમુક લોકો આ ખોટો પ્રચાર કરી રહ્યા છે કે 100 મીટરનો મતલબ પહાડીના ઉપરથી નીચેના ખોદકામની પરવાનગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ એકદમ ખોટું છે7:48 PM IST
માઉન્ટ એવરેસ્ટ પર કચરાના ઢગલા : કુદરતના અજોડ સૌંદર્ય પર માનવીય બેદરકારીનું ગ્રહણ : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોએ પર્યાવરણપ્રેમીઓમાં રોષ જગાવ્યો : પ્લાસ્ટિકની થેલીઓ, ફાટેલા ટેન્ટ અને ઓક્સિજન સિલિન્ડરોથી હિમાલયનું ‘ગળું રૂંધાયું’ : કેમ્પ-૪ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈ નેટીઝન્સ દ્વારા કડક નિયમોની માંગ7:34 PM IST
કાશ્મીરમાં ‘ચિલ્લાઈ કલાન’નું ધમાકેદાર આગમન : હિમવર્ષા અને વરસાદે લાંબા સમયના સૂકા વાતાવરણનો અંત આણ્યો : ગુલમર્ગ, સોનમર્ગ અને સાધના ટોપ સહિતના ઉંચાઈવાળા વિસ્તારો બરફની ચાદર નીચે ઢંકાયા : શ્રીનગર સહિતના મેદાની વિસ્તારોમાં હિમ વરસાદથી ઠંડકમાં વધારો : કડકડતી ઠંડીના ૪૦ દિવસીય ગાળાના પ્રારંભે થયેલી બરફવર્ષાને સ્થાનિકોએ શુકનવંતી ગણાવી7:41 PM IST
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની લિંચિંગ પર બોલિવૂડમાં ભભૂકતો ગુસ્સો: 'રાક્ષસોએ માનવતા લજવી': રવિના-દિયાના વેધક સવાલો : દીપુ ચંદ્ર દાસની ઘાતકી હત્યા અને મૃતદેહને સળગાવવાની ઘટનાએ કલાકારોના હૃદય હચમચાવી દીધા : રવિના ટંડને પૂછ્યું- 'શું હવે આને પણ યોગ્ય ઠેરવશો?' : જ્યારે મુનાવર ફારૂકીએ મૌન પ્રેક્ષક બનેલી દુનિયા પર કર્યા આકરા પ્રહાર.7:30 PM IST
મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’નો ભગવો લહેરાયો: નગર નિગમ ચૂંટણીમાં ભાજપ-શિવસેના-NCPનો સપાટો : વિપક્ષી ગઢ ધરાશાયી : સ્થાનિક સ્વરાજ્યની ૨૮૬ સંસ્થાઓમાં ‘મહાયુતિ’એ મેળવ્યું ૭૫ ટકા બેઠકો પર પ્રભુત્વ: મુખ્યમંત્રી ફડણવીસે વિકાસ એજન્ડાની જીત ગણાવી, તો નાયબ મુખ્યમંત્રી શિંદેએ વિજયી હુંકાર સાથે કહ્યું કે, આ તો માત્ર ‘ટ્રેલર’ છે, અસલી પિક્ચર ૧૫ જાન્યુઆરીએ જોવા મળશે.7:29 PM IST
Truecaller ના વળતા પાણી? ભારત સરકારની 'CNAP' સિસ્ટમ ગેમ-ચેન્જર બનશે : હવે એપ વગર જ દેખાશે કોલરનું સાચું નામ : ટેલિકોમ મંત્રાલયના આદેશથી કંપનીઓ હવે KYC આધારિત નેમ ડિસ્પ્લે સુવિધા આપશે : Truecaller ના ૨૫ કરોડ ભારતીય વપરાશકર્તાઓ પર મોટું સંકટ: ક્રાઉડસોર્સિંગના બદલે સરકારી ડેટાથી સ્પામ કોલ્સ અને છેતરપિંડી સામે મળશે ફૂલપ્રૂફ સુરક્ષા7:29 PM IST
ટ્રમ્પની ‘શાંતિની વાતો’ નિષ્ફળ: કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ભીષણ યુદ્ધમાં ૫ લાખથી વધુ લોકો બેઘર : ફાઈટર જેટ્સથી ત્રાટક્યા બોમ્બ : ડોનાલ્ડ ટ્રમ્પે જે યુદ્ધવિરામનો શ્રેય લીધો હતો તે કાગળ પર જ રહી ગયો : ૧૫ દિવસથી ચાલતા સીમા વિવાદમાં માસૂમ બાળકો સહિત અનેક નાગરિકોના મોત: કંબોડિયાના મહત્વના પુલ પર થાઈલેન્ડના F-16 વિમાનોનો ઘાતક હુમલો થતા સ્થિતિ બેકાબૂ બની7:28 PM IST
અજમેર દરગાહ વિવાદ હવે સુપ્રીમ કોર્ટના ઉંબરે: PM દ્વારા ચાદર ચઢાવવા સામે PIL : ઐતિહાસિક ઓળખ મુદ્દે કાનૂની જંગ : દરગાહના સ્થાને 'સંકટ મોચન મહાદેવ' મંદિર હોવાનો દાવો કરીને વિશ્વ વૈદિક સનાતન સંઘે સર્વોચ્ચ અદાલતમાં બોલ ફેંક્યો : બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ દ્વારા ચાદર અર્પણ કરવાની પરંપરા બંધ કરવા માંગ7:25 PM IST
ચીને એલોન મસ્કને પાછળ છોડ્યા: ‘બ્રેઈન ચિપ’ દ્વારા રોબોટ અને કમ્પ્યુટર પર હવે મનનું રાજ : લકવાગ્રસ્ત દર્દીને મળી નોકરી : ચીની વૈજ્ઞાનિકોએ બનાવેલી ‘WRS01’ ટેકનોલોજીએ ઈતિહાસ રચ્યો : મગજમાં ચિપ ફીટ કરી વિચાર માત્રથી રોબોટિક કૂતરા અને સ્માર્ટ વ્હીલચેરને કંટ્રોલ કરવામાં મળી અકલ્પનીય સફળતા : માત્ર ૧૦૦ મિલિસેકન્ડમાં સિગ્નલ ટ્રાન્સમિટ કરી માનવ મગજને સુપર કમ્પ્યુટર જેવી તાકાત આપી7:27 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધમાં ૨૦૦થી વધુ ભારતીયો રશિયન સેનામાં જોડાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો : ૨૬ લોકો શહીદ : વિદેશ મંત્રાલયે સંસદમાં આપી મહત્વની વિગતો : ૧૧૯ ભારતીયોને વહેલી તકે ડિસ્ચાર્જ અપાવવામાં સફળતા મળી : હજુ પણ ૫૦ નાગરિકો રશિયન આર્મીમાં હોવાનો અંદાજ અને ૧૦ મૃતકોના અવશેષો ભારત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ6:37 PM IST
પંજાબમાં ભગવંત માન સરકારનો મોટો નિર્ણય: ત્રણ પવિત્ર શહેરોમાં માંસ-દારૂ અને તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ : આધ્યાત્મિક મર્યાદા જાળવવા આદેશ : અમૃતસર, તલવંડી સાબો અને શ્રી આનંદપુર સાહિબને સત્તાવાર રીતે ‘પવિત્ર શહેર’ જાહેર કરાયા: શીખ ધર્મના ત્રણ મુખ્ય તખ્તોની ગરિમા જાળવવા માટે મુખ્યમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને સેવન પર કડક પાબંદીની જાહેરાત કરી6:34 PM IST
વૈષ્ણો દેવી યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર: હવે સમય મર્યાદામાં પૂર્ણ કરવી પડશે યાત્રા : શ્રાઈન બોર્ડનો કડક નિર્ણય : નવા વર્ષની ભીડને જોતા શ્રાઈન બોર્ડે યાત્રાળુઓ માટે 'ટાઈમ લિમિટ' નક્કી કરી : હવે RFID કાર્ડ લીધાના ૧૦ કલાકમાં ચઢાણ શરૂ કરવું પડશે અને ૨૪ કલાકમાં કટરા પરત ફરવું ફરજિયાત બન્યું : નિયમનું ઉલ્લંઘન કરનાર સામે થઈ શકે છે કાર્યવાહી6:29 PM IST
રશિયાનો ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘માસ્ટર સ્ટ્રોક’: એન્ટ્રન્સ એક્ઝામ વગર મળશે ફુલ સ્કોલરશિપ : વિદેશમાં ભણવાનું સપનું થશે સાકાર : રશિયન સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે લેવાયેલો ઐતિહાસિક નિર્ણય; મેડિકલથી લઈને સ્પેસ સાયન્સ સુધીના કોર્સમાં પ્રવેશ પરીક્ષા વગર સીધું જ એડમિશન મળશે : માત્ર એકેડેમિક રેકોર્ડ અને પોર્ટફોલિયોના આધારે ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને રશિયાની ટોચની યુનિવર્સિટીઓમાં ભણવાની સુવર્ણ તક6:34 PM IST
દુનિયામાં દારૂના માથાદીઠ વપરાશમાં આ નાનો દેશ સૌથી મોખરે : જાણો ભારતની શું સ્થિતિ છે ? ચોંકાવનારા આંકડા : વિશ્વભરમાં દારૂ પીવાની આદતો દેશ-દેશમાં વ્યાપકપણે બદલાય છે. કેટલીક જગ્યાએ, તે સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે, જ્યારે અન્ય સ્થળોએ, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ તેનો વ્યાપ નક્કી કરે છે.5:04 PM IST
બિહારમાં 'હિજાબ' વિવાદ વકર્યો: નીતિશ કુમારે જે ડોક્ટરનો બુરખો ઉતાર્યો હતો, તે હજુ પણ ફરજથી અલિપ્ત : પટણાના સબલપુર હેલ્થ સેન્ટરમાં ડો. નુસરત પરવીન શનિવારે પણ હાજર ન થયા; મુખ્યમંત્રીની 'આ શું છે?' વાળી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ઉઠ્યું વાવાઝોડું, મીડિયા કવરેજથી બચવા પરિવારે રસ્તો બદલ્યો કે નારાજગી?4:41 PM IST
અલ્ટ્રાટેક સિમેન્ટ પર ટેક્સનો 'પહાડ' તૂટ્યો: રૂ.782 કરોડની ફટકારથી સોમવારે રોકાણકારોમાં ફફડાટ : પટના GST કમિશનરની મોટી કાર્યવાહી; નાણાકીય વર્ષ 2018-23 દરમિયાન ટેક્સની ઓછી ચુકવણી અને ITCના દુરુપયોગ બદલ દંડ સાથે નોટિસ, કંપનીના ત્રિમાસિક નફાના 60% થી વધુ રકમની માંગથી શેરબજારમાં ગાબડાની આશંકા4:33 PM IST
લોથલના દરિયાઈ વારસાને મળશે વૈશ્વિક પાંખો: ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ઐતિહાસિક MoU પર હસ્તાક્ષર : ગુજરાતના આંગણે આકાર લેશે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ; એમ્સ્ટરડેમના મ્યુઝિયમ સાથેની ભાગીદારીથી ૪૫૦૦ વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસનું થશે જીવંત પ્રદર્શન, એસ. જયશંકર અને ડચ વિદેશ મંત્રીની ઉપસ્થિતિમાં લેવાયો મોટો નિર્ણય4:33 PM IST
GOAT ટૂર માટે લિયોનેલ મેસ્સીને 89 કરોડ રૂપિયા અને ભારત સરકારને ટેક્સ તરીકે 11 કરોડ ચૂકવાયા : આયોજકે કર્યા ખુલાસા : શરૂઆતમાં માત્રે 150 ગ્રાઉન્ડ પાસ આપવા આપ્યા,પરંતુ એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ સ્ટેડિયમમાં પહોંચી અને અન્ય લોકોને પ્રવેસ અપાવ્યો, જેને કારણે સ્ટેડિયમમાં ત્રણ ગણા લોકો એકઠા થઇ ગયા5:31 PM IST
AI યુદ્ધમાં METAનો માસ્ટરસ્ટ્રોક : ગૂગલના ‘Nano Banana’ ને ટક્કર આપવા લાવશે ‘Mango’ અને ‘Avocado’ મોડલ્સ : મેટાની ‘સુપરઇન્ટેલિજન્સ લેબ’માં ગુપ્ત રીતે આકાર પામી રહેલા નવા AI મોડલ્સ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં લોન્ચ થશે : ટેક્સ્ટ, ઇમેજ અને વિડિયો ક્ષેત્રે ક્રાંતિ લાવવાની તૈયારી : હવે AI માત્ર પેટર્ન નહીં પણ માણસોની જેમ વિઝ્યુઅલ માહિતી સમજીને પ્લાનિંગ પણ કરી શકશે4:32 PM IST
મેવાડ રાજપરિવારમાં મિલકતનો જંગ: પિતાની વસિયત સામે પુત્રીઓએ શિંગડા ભેરવ્યા, સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય : મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે કરોડોની સંપત્તિ માટે કાનૂની મહાભારત; પુત્ર લક્ષ્યરાજ સિંહને એકમાત્ર વારસદાર બનાવવાના નિર્ણયને રાજકુમારી પદ્મજા અને ભાર્ગવીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, દિલ્હી હાઈકોર્ટમાં ૧૧ જાન્યુઆરીએ થશે નિર્ણાયક સુનાવણી4:31 PM IST
થાણેમાં આધુનિક ગુલામીનો પર્દાફાશ: ૧૬ કલાક મજૂરી, અધૂરું ભોજન અને બીમારીમાં પણ કામ; બે ફેક્ટરી માલિકો સામે FIR : ઉત્તર પ્રદેશના કામદારની આપવીતીએ મચાવી ચકચાર; અંબરનાથમાં ફૂડ યુનિટના નામે ચાલતું હતું બંધુઆ મજૂરીનું નેટવર્ક, માનવ તસ્કરી અને અત્યાચારની કલમો હેઠળ નિક્કી અગ્રહરી અને નીતિન તિવારી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી4:29 PM IST
હરિયાણામાં ભૂકંપના આંચકાથી ફફડાટ : રોહતક કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું : દિલ્હી-NCR સુધી ધ્રુજારી અનુભવાઈ : રવિવારે બપોરે ૧૨:૧૩ કલાકે ૩.૩ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રૂજી : જમીનથી ૫ કિમીની ઊંડાઈએ નોંધાયું કેન્દ્રબિંદુ : સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં : આસામમાં પણ ગતરોજ ૩.૮ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો4:20 PM IST
અનોખી દુનિયા: જ્યાં કાગળની નોટ નહીં પણ 'કૂકીના લોટ'થી ખરીદી થાય છે! જાણો આ વિચિત્ર દેશની રોમાંચક વાર્તા : નેવાડાના રણમાં આવેલું એક એવું રાજ્ય જે પોતાની મસ્તીમાં જીવે છે; ડોલરના બદલે અહીં 'વેલોરા' ચાલે છે જેની કિંમત બિસ્કીટના લોટ પર નક્કી થાય છે, જાણો રાષ્ટ્રપતિ કેવિન બાઘના આ અનોખા 'માઇક્રોનેશન'ના વિચિત્ર કાયદાઓ4:19 PM IST
બાંગ્લાદેશના 'ફેક ન્યૂઝ' પર ભારતનો પલટવાર: વિદેશ મંત્રાલયે હાઈ કમિશન સામેના હંગામાનું સત્ય જણાવ્યું : દિલ્હીમાં બાંગ્લાદેશી દૂતાવાસ પર હુમલાના અહેવાલો પાયાવિહોણા; મૈમનસિંહમાં હિન્દુ યુવકની હત્યા સામે માત્ર 25 યુવાનોએ વ્યક્ત કર્યો હતો આક્રોશ, વિદેશ મંત્રાલયે પાડોશી દેશના મીડિયાને અતિશયોક્તિ ન કરવા આપી કડક ચેતવણી4:18 PM IST
દિલ્હીમાં પ્રદૂષણનો પ્રકોપ : GRAP-IV ના કડક અમલ વચ્ચે ૬૦૦થી વધુ ઉદ્યોગોને તાળા મારવા આદેશ : ઝેરી સ્મોગના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ 'ગંભીર' શ્રેણીમાં પહોંચતા કેજરીવાલ સરકાર એક્શન મોડમાં : ૩,૦૦૦થી વધુ ઉદ્યોગોમાં તપાસ દરમિયાન નિયમો ભંગ બદલ ૬૧૨ એકમો સીલ : ૨,૬૦૦થી વધુ વાહનોના મેમો ફાટ્યા અને બોર્ડર પરથી બિન-માનક વાહનોને પરત કાઢવામાં આવ્યા4:02 PM IST
બાબા મહાકાલનું ધામ હવે ગ્લોબલ રિસર્ચ સેન્ટર: અમેરિકાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉકેલી રહ્યા છે મંદિરના સ્થાપત્યના રહસ્યો : વર્જિનિયા ટેક યુનિવર્સિટીની સંશોધક શ્રેયા હરિએ મહાકાલ લોકના સ્થાપત્ય અને પ્રાચીન સમયગણતરી વિજ્ઞાન પર શરૂ કર્યું સંશોધન; પરમાર અને મરાઠા શૈલીના સંગમ સાથે અનાનસના આકારના શિલ્પોએ જગાવ્યું કુતૂહલ3:21 PM IST
સોનિયા ગાંધીને કેન્દ્રીય મંત્રીનો ધારદાર પત્ર: "તમારા મુખ્યમંત્રી વિઝન ડોક્યુમેન્ટ આપે છે, પણ જૂના વચનોનું શું?" : જી. કિશન રેડ્ડીએ તેલંગાણા સરકારના બે વર્ષના રિપોર્ટ કાર્ડ પર ઉઠાવ્યા ગંભીર સવાલો; 'તેલંગાણા રાઇઝિંગ 2047'ના બહાને કોંગ્રેસની છ ગેરંટીઓ અધૂરી હોવાનો આરોપ લગાવી સોનિયા ગાંધીને આયનો બતાવ્યો3:20 PM IST
શેરબજારમાં વર્ષ ૨૦૨૬માં આવશે IPOનો મહાકુંભ : રિલાયન્સ જિયો અને NSE સહિત ૧૦ મોટા ધમાકા માટે રોકાણકારો સજ્જ : સેબી (SEBI) પાસે ૧૯૦થી વધુ કંપનીઓની ૧.૧૪ લાખ કરોડ ઉઘરાવવાની તૈયારી, પ્રાઈમ ડેટાબેઝના રિપોર્ટથી ખળભળાટ : ફ્લિપકાર્ટ, ફોનપે અને ઝેપ્ટો જેવી ન્યૂ-એજ ટેકનોલોજી કંપનીઓ પણ લિસ્ટિંગની રેસમાં : ભારતીય પ્રાયમરી માર્કેટ માટે આગામી વર્ષ ઐતિહાસિક સાબિત થવાના એંધાણ3:07 PM IST
ભારતીય શેરબજાર માટે આગામી સપ્તાહ નિર્ણાયક : પાંચ મોટા પરિબળો નક્કી કરશે બજારની ચાલ : સેન્સેક્સ અને નિફ્ટીમાં રિકવરી વચ્ચે IIP ડેટા, રૂપિયાના મૂલ્યમાં ફેરફાર અને વિદેશી રોકાણકારોના વલણ પર સૌની નજર : ક્રિસમસની રજાઓને કારણે ટ્રેડિંગ વોલ્યુમ ઓછું રહેવાની શક્યતા : નિષ્ણાતોએ રોકાણકારોને સાવચેતીપૂર્વક 'બાય ઓન ડિપ્સ'ની વ્યૂહરચના અપનાવવા આપી સલાહ3:04 PM IST
ક્રિપ્ટો બજારમાં ઉલટફેર : વર્ષ ૨૦૨૫માં બિટકોઈન અને ઈથેરિયમ પછડાયા : આ ૫ અજાણ્યા ક્રિપ્ટો કરન્સી એ રોકાણકારોને કર્યા માલામાલ : બિટકોઈન ૮૬,૦૦૦ ડોલરની સપાટીએ પહોંચતા વાર્ષિક ધોરણે ૮ ટકા ઘટ્યો, જ્યારે માયએક્સ (MYX) ફાઈનાન્સે ૩,૩૫૮ ટકાનું અધધ વળતર આપી સૌને ચોંકાવ્યા : ઝેડકેશ અને રેઈન પ્રોટોકોલ પણ ટોપ પર્ફોર્મર્સની યાદીમાં સામેલ : વર્ષના અંતે માર્કેટમાં મિશ્ર પ્રતિસાદ છતાં સંસ્થાગત લેવાલીનું પ્રમાણ વધ્યું3:02 PM IST
દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસનો કહેર : વિઝિબિલિટી ઘટતા ૯૭ ફ્લાઈટ્સ રદ : ૨૦૦ થી વધુ સેવાઓ ખોરવાઈ : કડકડતી ઠંડી અને ધુમ્મસના કારણે ૪૮ અરાઈવલ અને ૪૯ ડિપાર્ચર કેન્સલ કરાતા મુસાફરો અટવાયા : ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સરેરાશ ૨૩ મિનિટનો વિલંબ : ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટના ડેટાએ મુસાફરોની મુશ્કેલી વધારી2:53 PM IST
દુબઈમાં ૫૮૦ મીટર ઊંચા ટાવર પર આખું વિમાન? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી 'એમિરેટ્સ એર હોટલ'નું સત્ય આવ્યું સામે : ૩ અબજ ડોલરના ખર્ચે ૧૨૫ માળની લક્ઝરી હોટલ અને તેના શિખર પર Airbus A380 હોવાનો વિડિયો જોઈ વિશ્વ આખું સ્તબ્ધ : એમિરેટ્સ એરલાઇન્સે વિડિયોને નકલી ગણાવ્યો : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવાયેલા ભ્રામક કન્ટેન્ટે દુનિયાને છેતરી2:56 PM IST
અમદાવાદમાં પાટીદાર શક્તિનું ભવ્ય પ્રદર્શન : વિશ્વ ઉમિયાધામ ખાતે ૨૮ ડિસેમ્બરે યોજાશે ઐતિહાસિક 'યુવા બિઝનેસ મહાસંમેલન' : મહાસંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશે : વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો રહેશે ઉપસ્થિત : આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વિલેજથી વિદેશ સુધી પાટીદાર ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવવાનો ભગીરથ પ્રયાસ : ૧ લાખથી વધુ બિઝનેસમેન અને વુમન ભાગ લેશે : વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટના ઉમિયા માતાજીના મંદિર નિર્માણની સાથે સામાજિક-આર્થિક સશક્તિકરણનો નવો અધ્યાય2:22 PM IST
નવા વર્ષની પાર્ટી પર સંકટ: દિલ્હીમાં ફાયર બ્રિગેડની તવાઈ, 31 નામાંકિત ક્લબ-રેસ્ટોરન્ટને ફટકારાઈ નોટિસ : ગોવા અગ્નિકાંડ બાદ દિલ્હી સરકાર એક્શન મોડમાં; 10 દિવસમાં 97 સ્થળોએ દરોડા, ફાયર સેફ્ટીના નિયમો નેવે મૂકનાર 9 ક્લબોને તાળા મારી દેવાયા, 'ન્યૂ યર સેલિબ્રેશન' પહેલા સુરક્ષા વ્યવસ્થાના નામે બેદરકારી દાખવનારાઓ સામે લાલ આંખ2:19 PM IST
વાહનચાલકોને લોટરી લાગી! દિલ્હી સરકાર તમામ જૂના ટ્રાફિક દંડ માફ કરવાની તૈયારીમાં, ટૂંક સમયમાં થશે જાહેરાત : ચલણના ડુંગર નીચે દબાયેલા લાખો દિલ્હીવાસીઓ માટે વન-ટાઇમ સેટલમેન્ટ સ્કીમનો માસ્ટરપ્લાન; LG પાસે મંજૂરી માટે મોકલાઈ ફાઈલ, પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા અને સામાન્ય જનતાને આર્થિક બોજમાંથી મુક્તિ અપાવવા કેજરીવાલ સરકારનું મોટું પગલું2:11 PM IST
આયુષ્માન કાર્ડનું 'બ્રહ્માસ્ત્ર': રૂ.5 લાખની મફત સારવાર કોને મળશે અને કોના પત્તા કપાશે? જાણો એલિજિબિલિટીના નવા નિયમો : ગંભીર બીમારીઓ સામે આર્થિક સુરક્ષા આપતી PM-JAY યોજનામાં પાત્રતાના માપદંડો કડક; સરકારી કર્મચારીઓ અને ટેક્સ ભરનારાઓ માટે નો-એન્ટ્રી, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકશે પોતાનું નામ2:08 PM IST
કુદરતનો બેવડો માર: દેશના અનેક રાજ્યોમાં આગામી 4 દિવસ આભ ફાટશે, હાડથીજવતી ઠંડી સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી : હવામાન વિભાગે હિમાચલથી કેરળ સુધી જારી કર્યું 'રેડ એલર્ટ'; પહાડોમાં હિમવર્ષા અને મેદાનોમાં માવઠાને કારણે તાપમાનનો પારો ગગડશે, રાજસ્થાનમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોની ચિંતામાં વધારો2:02 PM IST
સોનું ખરીદવાની સોનેરી તક કે ચાંદીના ભાવમાં ભડકો? જાણો આજના લેટેસ્ટ રેટ્સ અને માર્કેટનો મિજાજ : સ્થાનિક બજારમાં સોનું રૂ.૯૦૦થી વધુ સસ્તું થયું પણ ચાંદીએ રૂ.૨ લાખની સપાટી વટાવીને રચ્યો નવો ઈતિહાસ; લગ્નસરાની મોસમમાં ઘરેણાં ખરીદનારાઓ માટે કેરેટ મુજબના ભાવ જાણવા અત્યંત જરૂરી, જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ1:59 PM IST
નેટવર્થ રેકોર્ડ: ઇલોન મસ્કે ઈતિહાસ રચ્યો: ૭૦૦ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા દુનિયાના પ્રથમ વ્યક્તિ બન્યા : ઇલોન મસ્કની સંપત્તિ ૭૪૯ અબજ ડોલરને પાર, ફોર્બ્સ ઈન્ડેક્સમાં નવો રેકોર્ડ : ડેલાવેર સુપ્રીમ કોર્ટ દ્વારા ટેસ્લાના ૫૬ અબજ ડોલરના પે-પેકેજને મંજૂરી મળતા જેકપોટ લાગ્યો : દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ કરતા મસ્ક લગભગ ૫૦૦ અબજ ડોલર આગળ.1:08 PM IST
અમેરિકાની સ્થિતિ પર મોટું નિવેદન: અમેરિકામાં 'ગ્લોબલ ખિલાફત'નું ષડયંત્ર? તુલસી ગબાર્ડ ચેતવ્યા - "કટ્ટર ઇસ્લામિક વિચારધારા આપણી આઝાદી માટે સૌથી મોટો ખતરો" : એરિઝોનામાં 'ટર્નિંગ પોઈન્ટ યુએસએ' ફેસ્ટ.માં તુલસી ગબાર્ડનો ધડાકો: કહ્યું, આ કોઈ ધર્મ નહીં પણ રાજકીય એજન્ડા છે * અમેરિકાના મિશિગન, મિનેસોટા અને ટેક્સાસ જેવા રાજ્યોમાં કટ્ટરપંથીઓ યુવાનોની ભરતી કરી રહ્યા હોવાનો દાવો * "જો આપણે યુરોપ જેવું ન થવું હોય તો જાગવું પડશે," જર્મની અને બ્રિટનના ઉદાહરણો આપી ચેતવણી આપી12:53 PM IST
બલુચિસ્તાન બન્યું પાકિસ્તાની સેનાનું 'કબ્રસ્તાન': BLAના બે ભીષણ હુમલામાં 13 સૈનિકોના મોતથી હાહાકાર : પાંજગુર અને ઝેહરીમાં બલોચ લડાકુઓએ પાકિસ્તાની સૈન્યના કાફલાને નિશાન બનાવી મચાવ્યું મોતનું તાંડવ; સીમાવર્તી વિસ્તારોમાં સ્થિતિ બેકાબૂ બનતા ઇસ્લામાબાદ સુધી ફફડાટ, સૈન્ય ચોકીઓ પર હથિયારો સાથે ત્રાટક્યા બળવાખોરો12:44 PM IST
અગ્નિવીરો માટે ખુશીના સમાચાર: BSFમાં દર બીજી ભરતી હવે અગ્નિવીરની હશે, સરકારે અનામતનો ક્વોટા 50% કર્યો : ગૃહ મંત્રાલયનો ક્રાંતિકારી નિર્ણય: BSFમાં કોન્સ્ટેબલ પદ માટે પૂર્વ અગ્નિવીરોને શારીરિક કસોટી (Physical Test) માંથી મળશે સંપૂર્ણ મુક્તિ, વય મર્યાદામાં છૂટછાટ સાથે રોજગારની ગેરંટી આપતા નિયમોમાં કરાયો મોટો ફેરફાર12:40 PM IST
વર્દી પાછળ ભ્રષ્ટાચારનો કાળો ચહેરો: લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી મળ્યો નોટોનો પહાડ, CBI પણ ગણતા ગણતા હાંફી ગઈ : સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારી દીપક શર્માના દિલ્હી નિવાસસ્થાનેથી ₹૨.૨૩ કરોડ રોકડા જપ્ત, પત્ની કર્નલ કાજલ બાલી વિરુદ્ધ પણ ગુનો દાખલ; દુબઈ કનેક્શન અને જાસૂસીની શંકાએ દેશની સુરક્ષા એજન્સીઓમાં મચાવ્યો ખળભળાટ12:37 PM IST
બાંગ્લાદેશમાં બળવાના ભણકારા: શરીફ હાદીના મોત બાદ યુનુસ સરકારને રવિવાર સાંજ સુધીનું અલ્ટીમેટમ : ઇન્કલાબ મંચના પ્રખર નેતા હાદીની હત્યાના વિરોધમાં ઢાકાના શાહબાગ સ્ક્વેર પર હજારો સમર્થકોના ધાડેધાડા, હત્યારાઓની ધરપકડ નહીં થાય તો દેશવ્યાપી હિંસક આંદોલનની ચીમકી અને શાહબાગનું નામ બદલવાની ઉગ્ર માંગ12:19 PM IST
છત્તીસગઢમાં શોકની લહેર: વનમંત્રી કેદાર કશ્યપના માતૃશ્રી માનકી દેવીનું નિધન, રાજકીય જગતમાં ઘેરા શોકની લાગણી : લાંબી માંદગી બાદ મંત્રી કેદાર કશ્યપના માતાએ અંતિમ શ્વાસ લીધા, મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી; શોકગ્રસ્ત પરિવારને આ કપરા સમયમાં શક્તિ પ્રદાન કરવા ઈશ્વરને પ્રાર્થના12:18 PM IST
છત્તીસગઢના રાજકારણમાં ગરમાવો: ભૂપેશ બઘેલના "ધરપકડ સર્વે" ના દાવા પર નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓનો પલટવાર : ભૂતપૂર્વ મુખ્યમંત્રીના સોશિયલ મીડિયા પરના સનસનાટીભર્યા આક્ષેપોને અરુણ સાઓએ તથ્યહીન ગણાવ્યા, મેટ્રો પ્રોજેક્ટ અને ખેડૂતોના હિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો પર સરકારનો રોડમેપ સ્પષ્ટ કર્યો12:17 PM IST
શ્રમિકોના હક પર તરાપ: આસામમાં કરોડોના વેલફેર ફંડનું કૌભાંડ, EDએ પ્રિન્ટિંગ હાઉસના માલિકની કરી ધરપકડ : ગરીબ મજૂરો માટેના ₹૧૨૧ કરોડ ઓળવી જનારા પ્રિયાંશુ બોઇરાગીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, શેલ કંપનીઓ અને ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા કાળા નાણાંને ધોળા કરવાનું મસમોટું નેટવર્ક ઝડપાયું, લક્ઝરી કાર અને દસ્તાવેજો જપ્ત12:07 PM IST
મણિપુરમાં નશાના સોદાગરો પર સર્જિકલ સ્ટ્રાઈક: ૬૦૦ એકર ખસખસનું વાવેતર અને ૬૪ અડ્ડાઓ ફૂંકી માર્યા : ડ્રગ્સ વિરુદ્ધના યુદ્ધમાં મણિપુર પોલીસ અને આસામ રાઈફલ્સની સૌથી મોટી કાર્યવાહી, સેનાપતિથી ઉખરુલ સુધીના પહાડોમાં ચાલતા અફીણના કાળા કારોબારનો સફાયો, લાખોની કિંમતના ખેતીના સાધનો અને કેમિકલ્સનો નાશ12:06 PM IST
પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ: ૧૭ વર્ષની સજા બાદ જેલમાંથી ઇમરાન ખાનની 'ગર્જના', દેશવ્યાપી બળવા માટે આહ્વાન : તોશાખાના-૨ કેસમાં પૂર્વ વડાપ્રધાન અને પત્ની બુશરા બીબીને ભારે જેલની સજા અને દંડ ફટકારતા પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પીટીઆઈના સમર્થકોને રસ્તા પર ઉતરી આવવા ખાનનો જેલમાંથી ભાવુક સંદેશ11:59 AM IST
બરફની ચાદરમાં લપેટાઈ કાશ્મીર ખીણ: 'ચિલ્લા-એ-કલાન'ના પ્રારંભે કુદરતની મહેર, ગુલમર્ગમાં હિમવર્ષા : ૪૦ દિવસના કઠોર શિયાળાની શરૂઆત સાથે જ પહાડોમાં બરફીલી વર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ, લાંબા સમયના સૂકા સ્પેલ બાદ પર્યટકો અને સ્થાનિકોમાં ખુશીની લહેર, લઘુત્તમ તાપમાન ગગડતા કાતિલ ઠંડીનો દોર શરૂ11:58 AM IST
ઇલેક્ટોરલ બોન્ડ અને રાજકીય ફંડિંગ: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ પણ રાજકીય પક્ષોને જલસા: ફંડિંગમાં ૩ ગણો વધારો, ભાજપ ફરી સૌથી મોટો લાભાર્થી: ભાજપે કુલ દાનના ૮૨% એટલે કે ૩,૧૧૨ કરોડ રૂપિયા મેળવ્યા : ઇલેક્ટોરલ બોન્ડ રદ થયાના એક વર્ષ બાદ કોર્પોરેટ ટ્રસ્ટો દ્વારા દાનનો પ્રવાહ અટક્યો નહીં, ઉલટાનો વધ્યો * નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં વિવિધ પક્ષોને કુલ ૩,૮૧૧ કરોડનું દાન મળ્યું * અગાઉના ૧,૨૧૮ કરોડની સરખામણીએ દાનની રકમ ત્રણ ગણી થઈ: ભાજપને સિંહફાળો મળ્યો11:51 AM IST
જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં આતંકવાદીઓનો ઓછાયો, બંદૂકની અણીએ ગ્રામીણના ઘરે જમીને જંગલમાં છુપાયા : માજલતાના ચોર મોટુ ગામમાં બે આતંકવાદીઓ ત્રાટક્યા, મંગતુ રામના પરિવારને બાનમાં રાખી બળજબરીથી ખોરાક લીધો અને અંધારાનો લાભ લઈ ફરાર, સેના અને પોલીસનું પાંચ કિલોમીટરના વિસ્તારમાં અત્યંત આક્રમક સર્ચ ઓપરેશન11:48 AM IST
આર્મીમાં ભ્રષ્ટાચાર અને સીબીઆઈના દરોડા: દેશની સુરક્ષા સાથે ચેડાં? દિલ્હીમાં લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી નોટોનો પહાડ મળ્યો: નોટો ગણતા ગણતા મશીનો ગરમ થઈ ગયા, પત્ની સામે પણ ગુનો દાખલ : દિલ્હી અને રાજસ્થાનમાં સીબીઆઈના દરોડા: લેફ્ટનન્ટ કર્નલ દીપક શર્મા અને તેમના પત્ની કર્નલ કાજલ બાલી સામે અપ્રમાણસર મિલકત અને લાંચનો કેસ * દિલ્હીના નિવાસસ્થાનેથી ૨.૨૩ કરોડ રોકડા મળ્યા, નોટો ગણતા મશીનો પણ ગરમ થઈ ગયા * લાંચનું કનેક્શન દુબઈ સુધી: સંરક્ષણ મંત્રાલયના પ્લાનિંગ વિભાગના અધિકારીની ધરપકડ, ૨૩ ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર11:46 AM IST
અમેરિકામાં એચ વન બી વિઝા અને ટ્રમ્પ સરકારની કડક નીતિ: 'ડિજિટલ તપાસ' નીતિથી ભારતીયો મુશ્કેલીમાં: ગૂગલે કર્મીઓને ચેતવ્યા - 'દેશ છોડીને જશો નહીં' : અમેરિકન વિઝા માટે હવે સોશિયલ મીડિયાની પણ ઝીણવટભરી તપાસ: હજારો એપોઈન્ટમેન્ટ રદ * ૧૫ થી ૨૬ ડિસેમ્બર વચ્ચેની વિઝા મુલાકાતો અચાનક રદ થતા ભારતીય ટેકનોક્રેટ્સ વતનમાં અટવાયા * ગૂગલનો આંતરિક આદેશ: વિઝા રિન્યુ કરવા ભારત ગયેલા કર્મચારીઓ હાલ ત્યાં જ રોકાય, અન્યો મુસાફરી ટાળે11:36 AM IST
રિયલ એસ્ટેટ ક્ષેત્રના બદલાતા પ્રવાહો: કોરોના મહામારી બાદ ભારતના લક્ઝરી હાઉસિંગ સેક્ટરમાં મોટો બદલાવ: ધનિક વર્ગનો ઝુકાવ હવે શહેરોની બહારના વિલા તરફ : વિશેષજ્ઞો અને રિયલ એસ્ટેટના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં હવે ગીચ શહેરી વિસ્તારોને બદલે શહેરની બહારના ખુલ્લા વિસ્તારોનું મહત્વ વધ્યું છે10:00 AM IST
જમ્મુ-કાશ્મીરમાં રજાઓની યાદી જાહેર થતા જ ભડકો: શેખ અબ્દુલ્લાની જયંતિ અને શહીદ દિવસની રજા ગાયબ: ભાજપે નિર્ણય વધાવ્યો: બીજી તરફ ભાજપે રજાઓ યથાવત રાખવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ભાજપ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૦૨૦થી વિવાદાસ્પદ અને ક્ષેત્ર વિશેષ રજાઓ હટાવી દેવામાં આવી છે અને તે યથાવત રહેવી જોઈએ : સત્તામાં રહેલી નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ વચન આપ્યું હતું કે તેઓ જૂની રજાઓ પુનઃસ્થાપિત કરશે, પરંતુ ઉપરાજ્યપાલના આદેશ પર સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા જે લિસ્ટ બહાર પડાયું છે તેમાં બે મહત્વની રજાઓ ગાયબ છે10:20 AM IST
કરુણતાની પરાકાષ્ટા: 'જેટલા દીકરા જોઈએ તેટલા જ જણવા જોઈએ...' સુસાઈડ નોટ લખીને માતાએ પુત્રની હત્યા કરી પોતાનું જીવન પણ ટૂંકાવ્યું : સુસાઈડ નોટમાં સાસરિયાંની પોલ ખોલી: સાસુ-સસરાના રોજિંદા કજિયાથી કંટાળીને પહેલા પોતાના વહાલસોયા દીકરાની હત્યા કરી અને બાદમાં પોતે પણ મોતને વહાલું કરી લીધ : પિતાને સંદેશ: "પપ્પા, મને માફ કરી દેજો. હું હારી ગઈ છું: મારા સાસુ અને સસરા મને જીવવા દેવા માંગતા નથી: રોજ મેણાં-ટોણાં મારે છે અને ત્રાસ આપે છે: સાસુ-સસરાના વર્તનથી થાકીહારીને લખ્યું હતું કે, "ઉતને હી બેટો કો પૈદા કરો, જિતનો કો તુમ પાલ સકો..." (એટલે કે, જેટલા દીકરાઓને તમે યોગ્ય સંસ્કાર આપીને ઉછેરી શકો, તેટલાને જ જન્મ આપવો જોઈએ)9:18 PM IST
વિશ્વની સૌથી પ્રાચીન અરવલ્લી પર્વતમાળા પર અસ્તિત્વનું જોખમ: જો ટેકરીઓ કપાશે તો દિલ્હી-ગુજરાત પર રણ ફરી વળશે, જાણો પ્રકૃતિના વિનાશની ભયાનક આગાહી : ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી ૨ અબજ વર્ષ જૂની 'ગ્રીન વોલ' પર ખાણકામનું સંકટ; વરસાદ ઘટશે, પાણીના તળ ઊંડા જશે અને વન્યજીવોના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકાશે9:41 PM IST
NEETમાં નાપાસ છતાં ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું! સુપ્રીમ કોર્ટે 10 કોલેજોને ફટકાર્યો ₹100 કરોડનો દંડ, વિદ્યાર્થીઓ માટે 'સર્વિસ'ની અનોખી શરત : રાજસ્થાનની ડેન્ટલ કોલેજોએ નિયમો નેવે મૂકીને આપ્યા હતા પ્રવેશ; દંડના કરોડો રૂપિયા વૃદ્ધાશ્રમો અને નારી નિકેતનના ઉત્થાન માટે વપરાશે - સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો9:45 PM IST
મહાવિકાસ અઘાડીમાં ભંગાણના સ્પષ્ટ સંકેતો: મુંબઈ મહાનગર પાલિકાનું રણશિંગુ ફૂંકાયું: તમામ ૨૨૭ બેઠકો ઉપર કોંગ્રેસનો ‘એકલા ચલો’નો નારો, જ્યારે ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધનની પ્રબળ શક્યતાઓ : ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીનું ગઠબંધન (મહાયુતિ) વિધાનસભાની જેમ પાલિકામાં પણ સાથે મળીને લડશે: જોકે, વિપક્ષો દ્વારા તેમના પર આકરા પ્રહારો : મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીઓ ૨૦૨૨ની શરૂઆતમાં યોજાવાની હતી, પરંતુ ઓબીસી અનામત અને વોર્ડ સીમાંકનના વિવાદોને કારણે તે સતત પાછી ઠેલાઈ હતી: છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદારના શાસન હેઠળ રહેલી પાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો 9:57 PM IST
બજેટ ૨૦૨૬માં જનતાનો અવાજ ગુંજશે: મોદી સરકારનો માસ્ટરપ્લાન : સામાન્ય નાગરિકોના સૂચનોથી ઘડાશે દેશનું આર્થિક ભવિષ્ય : નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ માટે તૈયારીઓ તેજ કરી : જેમાં કૃષિથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધીના તમામ ક્ષેત્રોના નિષ્ણાતો બાદ હવે સીધા જનતાના અભિપ્રાયને પ્રાધાન્ય આપીને 'લોકહિતકારી' બજેટ બનાવવાની દિશામાં કવાયત શરૂ કરી દેવામાં આવી10:37 PM IST
ગગનયાન મિશનમાં ઈસરોની મોટી છલાંગ: અવકાશયાત્રીઓને પૃથ્વી પર હેમખેમ ઉતારવા 'ડ્રોગ પેરાશૂટ'નું સફળ પરીક્ષણ : ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન માટે તૈયાર કરાયેલા ખાસ પેરાશૂટનું ચંદીગઢમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું : જે અંતરિક્ષમાંથી પરત ફરતા ક્રૂ મોડ્યુલની ગતિને અંકુશમાં રાખીને દરિયા કે જમીન પર સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરશે10:38 PM IST
ભારતીય રસ્તાઓ પર ટુ-વ્હીલરની ધૂમ: ગ્રામીણ ભારતે વેચાણની ગતિ વધારી : ૨૦૨૬માં ૯% સુધીના જંગી વિકાસનો અંદાજ : ચોમાસાની મહેરબાની અને GST દરોમાં ઘટાડાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં રોકડ પ્રવાહ વધતા મોટરસાયકલ અને સ્કૂટરની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો : જ્યારે લગ્નની મોસમ શરૂ થતા જ શોરૂમ્સમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે.10:39 PM IST
ભાજપના પથ પર કોંગ્રેસ! : મલ્લિકાર્જુન ખડગેના ઉત્તરાધિકારી તરીકે સચિન પાયલોટનું નામ મોખરે : ટૂંક સમયમાં નવા 'કાર્યકારી અધ્યક્ષ'ની થઈ શકે છે જાહેરાત : કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત : ખડગેની વય અને સ્વાસ્થ્યને જોતા યુવા નેતૃત્વને કમાન સોંપવાની તૈયારી : પરિવારવાદના આરોપોથી બચવા પ્રિયંકા ગાંધીને બદલે સચિન પાયલોટ પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પ્રબળ શક્યતા : પ્રશાંત કિશોર અને પ્રિયંકા ગાંધીની મુલાકાત બાદ અટકળો તેજ10:44 PM IST
દિલ્હી પર 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'નું સંકટ: આજ રાતથી હવામાન ભયાનક વળાંક લેશે : પ્રદૂષણ વધવાની આશંકાએ મંત્રી સિરસાએ આપી 'સીલિંગ'ની કડક ચેતવણી! : GRAP-4 અમલમાં હોવા છતાં અનેક વિસ્તારોમાં છૂપી રીતે બાંધકામ કરનારાઓની હવે ખેર નથી; જુનિયર એન્જિનિયર (JE) અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર (EE) સામે પણ થશે કાયદેસરની કાર્યવાહી, પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને તાળાબંધીની તૈયારી10:47 PM IST
'ધૂરંધર'નો નાનકડો ધમાકો: રહેમાન ડાકુના દીકરાનું પાત્ર ભજવનાર ૧૪ વર્ષના બિહારી છોકરાએ મચાવી સનસનાટી, એક પણ ડાયલોગ વગર જીતી લીધા લાખો દિલ! : ૪૦૦ કરોડની કમાણી કરનાર ફિલ્મમાં અક્ષય ખન્નાના પુત્ર 'ફૈઝલ'ની ભૂમિકામાં ચમક્યો અજિંક્ય મિશ્રા; જાણો કોણ છે આ બાળ કલાકાર જેની સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાહ-વાહી10:48 PM IST
દિલ્હીમાં વાહન લઈને નીકળતા પહેલા સાવધાન! પેટ્રોલ-ડીઝલ કે CNG ગાડી ચલાવવામાં મુંઝવણ છે? જાણી લો GRAP-4 ના નવા નિયમો, નહીંતર પસ્તાશો! : માત્ર BS-6 વાહનોને જ એન્ટ્રી, બાકીની ગાડીઓ થશે જપ્ત; વેલિડ PUC વગર પેટ્રોલ પંપ પરથી ખાલી હાથે પાછા ફરવું પડશે - દિલ્હીમાં ટ્રાફિક અને પર્યાવરણના નિયમો થયા લોખંડી11:04 PM IST
બંગાળની ભૂમિ પર પીએમ મોદીની ગર્જના: 'મહા જંગલરાજ' માંથી મુક્તિનો સમય આવી ગયો છે, મમતા સરકારના મૂળિયા હલાવી દેતું વડાપ્રધાનનું આક્રમક આહવાન : ચૈતન્ય મહાપ્રભુની પવિત્ર ધરતી નાદિયાથી વડાપ્રધાને TMC પર કર્યા આકરા પ્રહાર; કહ્યું- "બંગાળના વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ છે, હવે જનતા પરિવર્તન માટે તૈયાર છે."10:50 PM IST
'બિગ બોસ'ની ચકાચૌંધ છોડી તાન્યા મિત્તલ પહોંચી વૃંદાવન: પ્રેમાનંદ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવ્યું, ભક્તિમાં લીન થયેલી અભિનેત્રીનો વીડિયો જોઈ ચાહકો થયા ભાવુક! : શો પૂરો થયા બાદ આધ્યાત્મિક રંગે રંગાઈ તાન્યા; પરિવાર સાથે રાધા વલ્લભના દ્વારે ટેકવ્યું માથું, સોશિયલ મીડિયા પર શેર કરી મહારાજજી સાથેની મુલાકાતની અદભૂત ઝલક.11:26 PM IST
બિહારમાં રણમેદાન જેવી સ્થિતિ: ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ ટીમ પર કર્યો હિંસક હુમલો, SHO સહિત 7 જવાનો લોહીલુહાણ; વાહનોમાં તોડફોડથી પટણામાં ફફડાટ! : ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગંગામાંથી મળતા જ ભડકી હિંસા; પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી ગ્રામજનોએ લીધો કાયદો હાથમાં - ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે વધારાનો ફોર્સ તૈનાત11:26 PM IST
મદ્રાસ હાઈકોર્ટના જજની ઐતિહાસિક ટિપ્પણી: "શ્રમિકનો પરસેવો સુકાય તે પહેલાં તેને મજૂરી ચૂકવો", પયગંબર સાહેબનું સૂત્ર ટાંકી વકીલની બાકી ફી ચૂકવવા કર્યો આદેશ : મદુરાઈ કોર્પોરેશનને ભૂતપૂર્વ વકીલના ૧૩ લાખ રૂપિયા ચૂકવવા નિર્દેશ; મોટી ફી વસૂલતા વરિષ્ઠ વકીલો પર જજ સ્વામીનાથને સાધ્યું નિશાન - "કાયદા અધિકારીઓની ફીનું ઓડિટ કરવાનો હવે સમય આવી ગયો છે."12:06 AM IST
ઈસરોનું ‘સુપરફાસ્ટ’ પરીક્ષણ: ગગનયાન મિશન માટે હાઈ-સ્પીડ ટ્રેક પર રોકેટ સ્લેડની મદદથી પેરાશૂટનું ટેસ્ટિંગ, અવકાશયાત્રીઓની સુરક્ષા માટે રચાયું 'અભેદ્ય કવચ'! : ચંદીગઢમાં ૧૦ પેરાશૂટની જટિલ સિસ્ટમનું સફળ પરીક્ષણ; પૃથ્વી પર પાછા ફરતી વખતે ક્રૂ-મોડ્યુલની ગતિને કાબૂમાં રાખશે આ ખાસ 'ડ્રોગ પેરાશૂટ' – જાણો રેલવે ટ્રેક સાથે શું છે કનેક્શન?12:18 AM IST
મુંબઈમાં નોરા ફતેહીની કારનો ભયાનક અકસ્માત: નશામાં ધૂત ડ્રાઈવરે એક્ટ્રેસની ગાડીને ઉડાવી, માથામાં ઈજા છતાં નોરાએ સ્ટેજ પર જે કર્યું તે જોઈ દુનિયા આફરીન! : ડેવિડ ગુએટાના કોન્સર્ટમાં જતી વખતે બની દુર્ઘટના; હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યા બાદ ડોક્ટરોએ આરામની સલાહ આપી, પણ 'દિલબર ગર્લ' પટ્ટી બાંધીને પરફોર્મ કરવા પહોંચી ગઈ12:11 AM IST
માયાવતીના નીતીશ કુમાર પર તીખા પ્રહાર: "મુસ્લિમ મહિલાનો હિજાબ ઉતારવો એ શરમજનક ઘટના, મુખ્યમંત્રીએ હવે પસ્તાવો કરવો જોઈએ!" : બિહારના હિજાબ વિવાદથી લઈને યુપીમાં પોલીસ સલામી સુધી બસપા સુપ્રીમોની 'ગર્જના'; કહ્યું- "મહિલાઓના ગૌરવ સાથે રમત કરનાર મંત્રીઓએ વિવાદ વધાર્યો, હવે નીતીશ પોતે મામલો થાળે પાડે."12:16 AM IST
મનરેગા પર 'બુલડોઝર' ચલાવવાનો સોનિયા ગાંધીનો આક્ષેપ: 'જી રામ જી' બિલ પર આરપારની લડાઈ, કોંગ્રેસ સાંસદના નેતૃત્વમાં સંસદીય સમિતિએ અધિકારીઓને તેડાવ્યા! : ૨૯ ડિસેમ્બરે સરકાર અને વિપક્ષ આમને-સામને; શું મોદી સરકારનું નવું બિલ ગરીબોના હિત વિરુદ્ધ છે? - રાહુલ ગાંધીએ સરકારને બિલ પાછું ખેંચવા મજબૂર કરવાની આપી ચેતવણી12:19 AM IST
મેઘાલય-સિલહટ બોર્ડર રક્તરંજિત: ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બીએસએફના ગોળીબારમાં ૨ બાંગ્લાદેશી ઠાર:સરહદ પર તંગદિલી! : મેઘાલયને અડીને આવેલી બાંગ્લાદેશની સિલહટ બોર્ડર પર શુક્રવારે બપોરે બની ઘટના મૃતકોની ઓળખ આશિકુર રહેમાન (૧૯) અને મોશાઈદ (૨૨) તરીકે થઈ: મૃતદેહો બીએસએફના કબજામાં ઘૂસણખોરો લાકડા કાપવાના બહાને ભારતીય હદમાં પ્રવેશ્યા હોવાનો દાવો: બીએસએફ અને બીજીબી વચ્ચે ફ્લેગ મીટિંગનો દોર શરૂ12:48 AM IST
બિહારના મધેપુરામાં અનોખી લવ સ્ટોરી: બિહારી બાબુ અને જાપાની મરીના એક થયા: બિહારના એન્જિનિયરના પ્રેમમાં પડી જાપાની યુવતી: ઘરવાળાઓને મનાવીને જાપાની સ્ટાઈલમાં કર્યા લગ્ન! : બંને પરિવારોની હાજરીમાં સંપૂર્ણ ભારતીય પરંપરા અને હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા. જાપાની દુલ્હનને ભારતીય સાડી અને શણગારમાં જોઈને ગ્રામજનો પણ અભિભૂત થઈ ગયા12:53 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગાય માતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરો :દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગોધરાની ધર્મસભામાં પ્રબળ માંગ કરી : શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધી રહેલા ધર્માન્તરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી:તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે,9:56 PM IST
ગુજરાતની સ્ટાર્ટઅપ પોલિસીનો પ્રતાપ: સન્ની પંડ્યાના 'સોલર ટ્રી' અને 'સોલર ટાઇલ્સ' મચાવી રહ્યા છે ધૂમ : ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ પોલિસી અને વાઈબ્રન્ટ ગુજરાત ઇવેન્ટથી મળ્યું મજબૂત પીઠબળ: ઈમેજીન પાવર સ્ટાર્ટઅપ પર્યાવરણ અને વિકાસનો સંગમ: ભારતને 'નેટ ઝીરો' કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય તરફ લઈ જવામાં મદદરૂપ સોલર ટ્રી અને સોલર ટાઈલ્સ3:59 PM IST
યોગ અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ-સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહવાનF : વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન - મુખ્યમંત્રીએ પ્રમાણપત્રો એનાયત કર્યા:હિમાલયન સમર્પણ મેડીટેશનના પૂજ્યશ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં સામૂહિક ધ્યાન સત્ર યોજાયું:5:56 PM IST
સુરતમાં ભણતરની આડમાં ધર્મનું 'ઝેર': સરકારી શાળાના આચાર્યે ચલાવ્યું ધર્માંતરણનું નેટવર્ક, શિક્ષણ વિભાગની લાલ આંખ : માંડવી પંથકમાં આચાર્ય અને શિક્ષકો દ્વારા બાળકોને લલચાવી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાનું કૌભાંડ; રામજી ચૌધરી સહિત 'પાસ્ટર ગ્રુપ' ના સભ્યોની ધરપકડ, જિલ્લાની અન્ય શાળાઓમાં પણ તપાસનો ધમધમાટ3:44 PM IST
માયાભાઈ આહીરનો ડાયરામાં જોરદાર ટોણો: 'હું ટિકિટ લેવા નહોતો ગયો, મારા ચાહકો જ મારી ટિકિટ છે' : પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ટિકિટની અફવાઓ પર લોકસાહિત્યકારનો મર્મભેદક ખુલાસો; પુત્ર જયરાજ આહીરને ધારાસભ્ય બનાવવાના સમીકરણો વચ્ચે ભગુડાના લોકડાયરામાં બ્રિજરાજ ગઢવીએ પણ લગાવી મહોર, રાજકારણમાં ગરમાવો2:49 PM IST
ખ્યાતિકાંડના 'સફેદ ડ્રેસમાં સજ્જ કસાઈઓ'ને કોર્ટનો લપડાક: પાપનો ઘડો ભરાયો, હવે જેલના સળિયા ગણવા તૈયાર રહેજો : માનવ જીંદગી સાથે રમત રમી આર્થિક લાભ મેળવવાના પૂર્વનિયોજિત કાવતરામાં ડિસ્ચાર્જ અરજી ફગાવી, ૬૦૦૦થી વધુ પાનાની ચાર્જશીટ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આરોપીઓને ટ્રાયલનો સામનો કરવા આદેશ આપ્યો11:29 AM IST
કિંજલ દવેના જીવનમાં 'ગોળધાણા'ની મીઠાશ: YMCA ક્લબમાં ધ્રુવિન શાહ સાથે શાહી રિસેપ્શન, ગુજરાતી કલાકારોનો જામ્યો મેળાવડો : 'ચાર ચાર બંગડીવાળી' ફેમ સિંગરના નવા સફરની ધમાકેદાર શરૂઆત; હિતુ કનોડિયાથી માંડીને ખજૂર ભાઈ સુધીના સિતારાઓ ઉતર્યા મેદાને, ભવ્ય ડેકોરેશન અને સેલિબ્રિટીઝના ઠાઠ વચ્ચે કિંજલ-ધ્રુવિનની જોડીએ આકર્ષ્યું સૌનું ધ્યાન12:25 PM IST
ગ્રીન કોરિડોરના નામે આદિવાસીઓની જમીન છીનવવાનો પ્રયાસ: ચૈતર વસાવા : સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સરપંચો સાથે શિબિર યોજી: એક ઇંચ જમીન પણ આપીશું નહીં, ગ્રામજનોનો પણ સખત વિરોધ: અમે વિકાસના વિરોધી નથી, અમારા લોકોને જે જોઇએ છે, તે પ્રકારનું કામ અહીં આપવું જોઇએ: ચૈતર વસાવા10:14 PM IST
ગુજરાતના યુવાનો બન્યા 'જોબ ગિવર': SSIP 2.0 અને i-Hub ના પ્રતાપે સ્ટાર્ટઅપ જગતમાં વાગી ગુજરાતની આણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં 16,700 થી વધુ સ્ટાર્ટઅપ્સ ધમધમ્યા; 1500 થી વધુ એકમોને સરકારી સહાય, મહિલાઓ માટે 'WEstart' બની આશાનું કિરણ અને i-Hub ના માધ્યમથી ₹3,500 કરોડની માર્કેટ વેલ્યુનું સર્જન4:43 PM IST
અરવલ્લી પર સંકટના વાદળ: સુપ્રીમ કોર્ટના '100-મીટર' આદેશથી પર્યાવરણપ્રેમીઓમાં રોષ, દિલ્હી-NCR માટે ખતરાની ઘંટડી : 100 મીટરથી નીચી ટેકરીઓને 'જંગલ'ની શ્રેણીમાંથી બહાર રાખવાના નિર્ણય સામે સોશિયલ મીડિયા પર જંગ; 41,000થી વધુ લોકોએ કરી ઓનલાઈન સહી, ખાણ માફિયાઓ ફાવી જશે તેવી ભીતિ વચ્ચે 'સેવ અરવલ્લી' અભિયાન તેજ3:37 PM IST
અમદાવાદમાં હિટ એન્ડ રન જેવી ઘટના: હિંમતનગરથી "ટેટ"ની પરીક્ષા આપવા આવેલા બે આશાસ્પદ યુવાનોને અજીત મિલ પાસે બેફામ બનેલી કારે ઉડાવતા સ્થિતિ અત્યંત નાજુક : આજે રવિવારે સવારે અમદાવાદના અજીત મિલ ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત: હિંમતનગરથી શિક્ષક બનવાનું સપનું લઈને આવેલા બે વિદ્યાર્થીઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે જ કારે ટક્કર મારી: લોકોએ કાર ચાલકને ઝડપીને મેથીપાક ચખાડ્યો: ઈજાગ્રસ્તો શારદાબેન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે12:43 PM IST
વડોદરાના ગોરજમાં 'સૂર્યદેવ' સાક્ષાત્ ઉતર્યા: ૭ માળ ઊંચી સોલર ડીશ પકવશે ૨૦૦૦ લોકોનું ભોજન, વિજ્ઞાન અને સેવાનો અદભૂત સંગમ : ૭ માળ જેટલી ઊંચાઈ અને ૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી આ અજાયબી મુની સેવા આશ્રમમાં દરરોજ ૨૦૦૦ લોકોની રસોઈ બનાવશે, ૧૦૦૦ કિલો લાકડાનો વપરાશ અટકાવી પર્યાવરણ રક્ષણનો નવો ઈતિહાસ રચાશે11:36 AM IST
૧૨માંથી ૧૦ વખત કોંગ્રેસના રાજમાં SIR થયું ત્યારે લોકતંત્ર કયાં જોખમમાં હતું? : જુઓ વિડીયો : રાજકોટમાં કેન્દ્રીય મંત્રી બધેલના વિપક્ષ સામે આકરા પ્રહારોઃ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયાને લઈને કોંગ્રેસના વિરોધ પાછળ રાજકીય સ્વાર્થ : કોંગ્રેસના શાસનમાં SIRની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારે ભાજપે વિરોધ કરવાને બદલે સહકાર આપ્યો હતોઃ કોંગ્રેસ હવે પરાજયના ડરથી ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવે છે તેવો ભાજપનો આક્ષેપ3:22 PM IST
રાજકોટમાં કરુણ અંજામ : RMCના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર અને પત્નીએ જીવનલીલા સંકેલી : બીમારીથી કંટાળી ઉઠાવ્યું અંતિમ પગલું : યુનિવર્સિટી રોડ પર રહેતા દંપતીએ રાત્રે ઝેર પીધા બાદ પુત્રીને જાણ કરી - ‘જીવનના તમામ સુખ જોયા, હવે માંદગી નથી વેઠાતી’ તેવું સુસાઈડ નોટમાં લખાણ : વૃદ્ધ દંપતીના નિધનથી ભીડભંજન સોસાયટીમાં શોકનું મોજું3:18 PM IST
જૂનાગઢ બાર એસોસિએશનમાં પરંપરાનો વિજય : સેક્રેટરી ભાવેશ ઝીંઝુવાડીયાએ પ્રમુખ જયદેવ જોશીને 52 માટે હરાવી પદ કબજે કર્યું : કુલ ૮૯૨માંથી ૭૯૧ વકીલોએ મતાધિકારનો ઉપયોગ કર્યો : ચાલુ સેક્રેટરી જ પ્રમુખને હરાવે તેવો વર્ષો જૂનો ઇતિહાસ દોહરાવવામાં આવ્યો : રસાકસીભરી ચૂંટણીમાં 52 મતોની સરસાઈથી જીત મેળવતા વકીલ આલમમાં હર્ષોલ્લાસ : ઉપપ્રમુખ પદે મહેશ લાખાણી - યોગેન્દ્રસિંહ ઠાકોર અને સેક્રેટરી તરીકે મનોજ દવે વિજેતા જાહેર3:37 PM IST
કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાલી હત્યા કેસના શાર્પ શૂટરની પુનાની યરવડા જેલમાં હત્યા : કેદીઓ વચ્ચે થયેલા ઝઘડામાં આકાશ સતીશ ચંદાલિયા અને દીપક સંજય રેડ્ડી નામના બે કેદીઓએ તેમની સાથે થયેલ ઝઘડાના અનુસંધાને વિશાલ કાંબલે ઉપર હુમલો કરી ટાઇલ્સના ટુકડા વડે લોહીલુહાણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો11:34 AM IST
ભાવનગર મનપાના બેવડા ધોરણો ? શહેરભરમાં બિસ્માર મિલકતોને નોટિસ ફટકારી ,પણ પોતાનું જ શોપિંગ સેન્ટર 'મોતના ફાંદા' સમાન ! : પાલિકા દ્વારા શહેરમાં બિસ્માર મકાનો, બિલ્ડીંગ અને કોમ્પ્લેક્ષ ધારકોને નોટિસ: ગંગાજલિયા તળાવ વિસ્તારમાં મનપા હસ્તકનું શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર: જ્યાં ત્યાં ગાબડાંઓ પડી ગયા, બાલ્કનીની દીવાલો તૂટી ગઈ7:04 PM IST
ભુજમાં પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીની બોગસ આઈડી બનાવી ભય ફેલાવતો શખ્સ ઝડપાયો : હથિયારો અને ડ્રગ્સ પર SOG ત્રાટકી : પાકિસ્તાની ગેંગસ્ટરથી પ્રેરાઈ સોશિયલ મીડિયા પર શંકાસ્પદ વીડિયો મૂકનાર આફતાબ ખાટકીના રહેણાંક મકાનમાંથી ગાંજો, દેશી બંદૂક અને ચિલ્ડ્રન બેંકની નકલી નોટોના ૧૮૧ બંડલ મળી આવ્યા : પશ્ચિમ કચ્છ-ભુજ એસ.ઓ.જી.એ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી4:06 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
U-19 એશિયા કપ ફાઈનલ: હાઈવોલ્ટેજ જંગમાં ભારતે જીત્યો ટોસ, પાકિસ્તાનને બેટિંગનું આમંત્રણ : દુબઈમાં ભારત-પાક બ્લોકબસ્ટર મુકાબલો: આયુષ મ્હાત્રેના લડવૈયાઓ એશિયન ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતર્યા, સેમિફાઈનલમાં શ્રીલંકાને ધૂળ ચટાડ્યા બાદ હવે પાડોશી દેશ સામે ખિતાબી જંગ, પાકિસ્તાની કેપ્ટન ફરહાન યુસુફ પર દબાણ12:54 PM IST
મિશન 2026: ટીમ ઈન્ડિયાનો 'કાયાકલ્પ', વર્લ્ડ કપ જીતનારા 7 ચેમ્પિયન આઉટ; આ છે ભારતની નવી વિનિંગ સ્ક્વોડ : રોહિત-વિરાટના સંન્યાસ બાદ અગરકરનો મોટો નિર્ણય; શુભમન ગિલ અને રિષભ પંત જેવા દિગ્ગજોના પત્તા કપાયા, અભિષેક શર્મા અને હર્ષિત રાણા જેવા યુવા તારલાઓ પર ખેલવામાં આવ્યો મોટો દાવ, અક્ષર પટેલને મળી મોટી જવાબદારી2:40 PM IST
ટીમ ઈન્ડિયામાં 'ગંભીર' ડ્રામા: વર્લ્ડ કપ ટીમમાંથી ગિલની બાદબાકી, અગરકર અને હેડ કોચ પર લાગ્યા સનસનીખેજ આરોપ : શુભમન ગિલને જાણ કર્યા વગર જ ટી20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરી દેવાતા વિવાદ વકર્યો; ગૌતમ ગંભીર અને અજિત અગરકરની જોડીએ 'પ્રિન્સ' સાથે દગો કર્યો હોવાની ચર્ચા, ઈજાનું બહાનું કે આયોજનબદ્ધ ષડયંત્ર?2:29 PM IST
ટીમ ઈન્ડિયામાં ઈશાન કિશનનું કમબેક: લાંબા વનવાસ બાદ વર્લ્ડ કપ ટીમમાં એન્ટ્રી, પિતાએ લગ્નને લઈને કહી દીધી આ મોટી વાત : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારીને ઈશાને પસંદગીકારોના દરવાજા તોડ્યા; પિતા પ્રણવ પાંડેએ પુત્રની વાપસી પર વ્યક્ત કરી ખુશી, લગ્નના સવાલ પર આપ્યો ચોંકાવનારો જવાબ- 'અત્યારે બેટ ચમકાવવાની ઉંમર છે, મંડપમાં બેસવાની નહીં'2:31 PM IST
ઈશાન કિશનનો વનવાસ પૂરો: 2 વર્ષથી ટીમની બહાર રહેલા ખેલાડીની સીધી વર્લ્ડ કપમાં એન્ટ્રી, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ નથી છતાં બીસીસીઆઈએ આપ્યું ઈનામ : સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 197ના સ્ટ્રાઈક રેટથી રન ફટકારીને ઈશાને સિલેક્ટર્સને ઝુકાવ્યા; અશિસ્તના આરોપ બાદ કોન્ટ્રાક્ટ ગુમાવનાર ઝારખંડના કેપ્ટને બેટથી આપ્યો જડબાતોડ જવાબ, વર્લ્ડ કપ 2026 માટે બની ગયો 'એક્સ-ફેક્ટર'2:41 PM IST
ઈમરાન હાશ્મીના પેટના ટિશ્યૂ ફાટ્યા: 'આવારાપન 2'ના સેટ પર ગંભીર અકસ્માત છતાં અભિનેતાએ ચાલુ રાખ્યું શૂટિંગ : ખતરનાક એક્શન સીન દરમિયાન સર્જાયો કરૂણ અકસ્માત, ઈમરાનની ઈમરજન્સી સર્જરી કરવી પડી; ડોક્ટરોની આરામની સલાહ ફગાવી રાજસ્થાનના રણમાં 'શિવમ પંડિત'ના અવતારમાં પરસેવો પાડી રહ્યો છે બોલિવૂડનો સિરિયલ કિસર12:55 PM IST
રાજામૌલીનો ‘માસ્ટર પ્લાન’ લીક: ૧,૩૦૦ કરોડના ખર્ચે બનશે ‘વારાણસી’ : પ્રિયંકા ચોપરાએ કપિલના શોમાં કર્યો ચોંકાવનારો ખુલાસો : ભારતીય સિનેમાના ઈતિહાસની બીજી સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે ‘વારાણસી’ : પ્રિયંકા ચોપરાને મળી ૩૦ કરોડની જંગી ફી, મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે રાજામૌલી રચશે નવો ઈતિહાસ : માર્ચ ૨૦૨૭માં બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર.9:04 PM IST


























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































