<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ચહેરાને સુંદર બનાવતા સ્યુગર સ્ક્રબ્ઝનો વિશે જાણો

નવી દિલ્હી: ચીનાબ ચોપરાનાં લગ્નની શરણાઇ વાગતી હતી. ઘરમાં આનંદ ઉત્સવ ઉજવાતો હતો.  ચીનાબનાં માતાપિતા અને ભાઇ બહેન સહિત તેની બહેનપણીઓમાં ઉમેંગ --ઉત્સાહ હતો. ચીનાબ પોતે બ્યુટિશિયન હોવાથી તેણે પોતાના શૃંગાર અને સ્નાન માટે  સાવ નવી અને મજેદાર કહી શકાય તેવી થેરપીનો પ્રયોગ કર્યો.
ચીનાબ ચોપરાએ  લગ્નના એક સપ્તાહ પહેલાં    સ્યુગર સ્ક્રબ્ઝનો વિશિષ્ટ પ્રયોગ કર્યો.  સ્યુગર સ્ક્રબ્ઝ એટલે સરળ ભાષામાં ખાંડ(સક્કર અથવા ચીની) અને ફળ, સૂકો મેવો, મધ વગેરેનું મિશ્રણ. ચીનાબના બંને પગના પંજા અને એડીના હિસ્સામાં આછા કાળા ડાઘ પડી ગયા હતા.  ચીનાબે રૂ(કાપુસ) ની મદદથી તેના બંને પગના પંજા અને એડીના હિસ્સામાં  સ્યુગર સ્ક્રબ્ઝ લગાડી દીધું.  સ્યુગર સ્ક્રબ્ઝ લગાડીને ચીનાબ તેના બેડરૂમમાં જઇને સૂઇ ગઇ. સાચી વાત છે. આજે ફક્ત ચીનાબ ચોપરા જ  નહીં, તેના જેવી ઘણી યુવતીઓ પોતાના હાથ-પગની ચામડીને ચમકીલી અને સાફ રાખવા માટે  સ્યુગર સ્ક્રબ્ઝનો પ્રયોગ કરે છે. ફિલ્મ જગતની અભિનેત્રીઓ તો પોતાનું શારીરિક સૌંદર્ય જાળવી રાખવા માટે આયુર્વેદ સહિત જાતજાતના પ્રયોગો કરે છે. આમ તો સ્યુગર એટલે કે ખાંડનું નામ સાંભળતાં જ મોટાભાગનાં લોકો થોડા સતેજ થઇ જાય. ખાસ કરીને ડાયાબિટીસ( મધુપ્રમેહ)નાં દરદીઓને તો સ્યુગર સહિત તમામ ગળી વાનગીઓ કડવી ઝેર જેવી લાગે. તબીબીશાસ્ત્ર એમ કહે છે કે શરીરમાં બ્લડ સ્યુગરનું પ્રમાણ ઘણું વધી જાય. સાથોસાથ પેન્ક્રિયાઝ(સ્વાદુપીંડ) નામની ગ્રંથીમાં ઇન્સ્યુલીન નામનું હોર્મોન બનવાની   કુદરતી પ્રક્રિયા બંધ થઇ જાય. ઇન્સ્યુલીન ન બને એટલે શરીરમાં કુદરતી શર્કરાનો અભાવ સર્જાય. ખરેખર તો  શરીરમાંના બ્લડ સ્યુગરને નિયંત્રણમાં રાખવા ઇન્સ્યુલીન બનવું બહુ જરૂરી છે. વળી, આ જ   ઇન્સ્યુલીન શરીરને ઉર્જાવાન રાખવામાં મદદરૂપ બને છે.

 

(5:44 PM IST)