News of Wednesday, 27th November 2024
નેતન્યાહુ યુદ્ધવિરામ માટે રાજી થયા હોવાના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પર હવે વિરામ મુકાયો છે. બંને પક્ષો 60 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ યુદ્ધવિરામ આજથી શરૂ થઈ ગયો છે. પરંતુ, હવે સવાલ થઈ રહ્યો છે કે, મહિનાઓથી ચાલી રહેલાં આ યુદ્ધવિરામના પ્રયાસ પર આખરે નેતન્યાહૂ સંમત કેવી રીતે થઈ ગયાં? ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે લેબેનોનના કટ્ટરવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે અમેરિકાની મધ્યસ્થતાથી તૈયાર કરવામાં આવેલા યુદ્ધવિરામની યોજનાને દસ મતોથી લીલી ઝંડી આપી હતી. જોકે, આ પહેલાં નેતન્યાહૂએ દેશનું સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં નેતન્યાહૂએ કહ્યું કે, હિઝબુલ્લાહ સાથે ઈઝરાયલ તરફથી 60 દિવસના યુદ્ધવિરામ પર સંમતિ આપવામાં આવી છે. તેને આગળ વધારવામાં આવશે કે નહીં તેના વિશે હજુ સુધી કંઈ નક્કી નથી કરવામાં આવ્યું. હાલ આ અસ્થાઈ યુદ્ધવિરામ છે. વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ હાલના સમયની જરૂરત છે. કારણકે, ઈઝરાયલની સેના હાલ ઈરાન તરફથી આવી રહેલા ચેલેન્જ પર ફોકસ કરવા ઈચ્છે છે. બીજુ કારણ છે કે, ઈઝરાયલની સેનાના હથિયાર સ્ટૉકને ફરી તંદુરસ્ત કરવાની જરૂરત છે. નેતન્યાહૂએ કહ્યું કે, તેમાં સંતાડવા જેવી કોઈ વાત નથી કે, હથિયાર અને વિસ્ફોટકોની ડિલિવરીમાં ખૂબ જ મોડુ થઈ રહ્યું હતું. આપણે હજુ વધારે અદ્યતન શસ્ત્રો પૂરા પાડવાના છે, જેથી અમારા સૈનિકો સુરક્ષિત રહે અને આપણે બમણી તાકાતથી વળતો પ્રહાર કરી શકીએ.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
