<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ઓએમજી.....લંડનમાં 11મી સદીનું સૌથી જૂનું ફિશ અને મીટ માર્કેટ થઇ શકે છે બંધ

નવી દિલ્હી: લંડનમાં બે પ્રસિધ્ધ બજાર માછલી બજાર અને માંસ બજાર આવનારા વર્ષોંમાં બંધ કરવામાં આવશે. આ સાથે જ મધ્યયુગીન પરંપરાનો પણ અંત આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર લંડન શહેરના ઐતિહાસિક કેન્દ્ર શાસી નિકાય 'સિટી ઓફ લંડન કોર્પોરેશન' દ્વ્રારા સંસદમાં એક વિધેયક પસાર કરવામાં આવી રહયું છે. આ વિધેયક હેઠળ બિલિંગ્સગેટ માછલી બજાર અને સ્મિથફીલ્ડ માંસ બજારનું સંચાલન અને તેની જવાબદારીઓ સમાપ્ત કરવામાં આવશે. આ બંને બજાર ૧૧ મી સદીથી  કોઇને કોઇ સ્વરુપે શહેરમાં અસ્તિત્વ ધરાવતા રહયા છે.
સામાન્ય રીતે આ બજારનું રાત્રે 10 વાગે કામ શરુ થાય છે જયારે સવારે પૂર્ણ થાય છે. એક દિવસ પહેલા નિગમે નકકી કર્યુ હતું કે બજારોને લંડનના પૂર્વમાં ડેગનહેમમાં નવા વિકાસ સ્થળ પર શિફ્ટ કરશે નહી.વધતી જતી મોંઘવારી અને વધતા જતા નિભાવખર્ચના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાનમાં આની કિંમત ૧ અબજ પાઉન્ડ થાય છે. બજારોના વેપારીઓ સાથે નવી સમજુતી હેઠળ નિગમ નાણાકિય મદદ અને માર્ગદર્શન આપશે. વ્યાપારીઓ હવે પછી શું કરવા માંગે છે તે વિચારવા માટે પણ સમય આપવામાં આવશે. આ અંગેની પ્રક્રિયા ૨૦૨૮માં શરુ કરવામાં આવશે.

 

(6:28 PM IST)