તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
પાર્કિંગ પ્રશ્ને હોબાળો : મહિલાઓ ૫ મિનિટમાં પેમેન્ટ ન કર્યુ તો ૨ લાખનો દંડ ફટકારાયો : બ્રિટનની ઘટના
મહિલાનો બચાવ : નબળા મોબાઇલ નેટવર્કને કારણે સમયસર પાર્કિંગ ફી ભરી શકી નહિ

લંડન, તા.૩: બ્રિટનમાં એક મહિલાને તેની કાર પાર્કિંગ માટે સમયસર પૈસા ન ચૂકવવાનું મોંઘુ પડયું છે. રોઝી હડસન નામની મહિલાને રૂ. ૨ લાખનો (£1,906)દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના ડર્બીમાં બની હતી, જ્યાં રોઝીનો દાવો છે કે નબળા મોબાઈલ નેટવર્કને કારણે તે સમયસર પાર્કિંગ ફી ભરી શકી નથી.
રોઝીએ જણાવ્યું કે પાર્કિંગ પછી તેણે તરત જ પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોબાઈલ સિગ્નલ નબળુ હતુ જેના કારણે તેને નેટવર્ક શોધવા માટે અહીં-ત્યાં જવું પડયું. તેણે પેમેન્ટ કર્યું ત્યાં સુધીમાં એક્સેલ પાર્કિંગ લિમિટેડે તેની સામે ૧૦ નોટિસ મોકલી હતી.
કાર પાર્કિંગ કંપનીનું કહેવું છે કે જે કોઈ તેમના પાર્કિંગ એરિયામાં વાહન પાર્ક કરે છે, તેણે પાંચ મિનિટમાં ફી ચૂકવવી ફરજિયાત છે. રોઝી કહે છે કે આ નિયમ સંપૂર્ણપણે અવ્યવહારુ છે. બીબીસી સાથે વાત કરતાં તેણે કહ્યું, આ નિયમ ખૂબ જ વિચિત્ર છે. જો કોઈ વ્યસ્ત માતા તેના બાળકોની સંભાળ લઈ રહી હોય અને મશીન કામ ન કરે તો શું?
રોઝીએ જણાવ્યું કે તે ફેબ્રુઆરી ૨૦૨૩થી આ પાર્કિંગનો ઉપયોગ કરી રહી છે. મશીન ખરાબ થવાને કારણે તે દરરોજ એપ દ્વારા પેમેન્ટ કરતી હતી. એક દિવસ તેને રૂ.૧૦૦ (૧૦,૦૦૦ રૂપિયા)ની નોટિસ મળી. રોઝીએ કંપનીનો સંપર્ક કર્યો, પરંતુ તેની વિનંતીને અવગણવામાં આવી. મજબૂરીમાં, તેણે દંડ ભર્યો, જો કે, આ પછી તેને વધુ ૯ નોટિસ મળી. દ્વ૧૦૦ના દંડની સાથે દરેક નોટિસમાં ઁડેટ રિકવરી ચાર્જઁ અને ૮% વાર્ષિક વ્યાજ ઉમેરવામાં આવ્યું હતું.
એક્સેલ પાર્કિંગના પ્રવક્તાએ કહ્યું, અમારી કાર પાર્ક પર સ્પષ્ટ રીતે લખેલું છે કે તે ‘પે ઓન એન્ટ્રી' સુવિધા છે. ૫ મિનિટની અંદર ચુકવણી કરવી ફરજિયાત છે. આ નિયમ પાર્કિંગનો દુરુપયોગ અટકાવવા માટે છે. મિસ હડસને નિયમોનું પાલન કર્યું ન હતું, તેથી તેણી પોતાની મુશ્કેલીઓ માટે જવાબદાર છે. કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે રોઝીને દરેક પેમેન્ટ કરવામાં ૧૪ થી ૧૯૦ મિનિટનો સમય લાગ્યો હતો, જે સરેરાશ એક કલાકનો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો આ નિયમની ટીકા કરી રહ્યા છે અને તેને અન્યાયી ગણાવી રહ્યા છે.
આ સમાચાર બહાર આવતા જ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. કોઈએ કહ્યું કે પાર્કિંગમાં કાર પાર્ક કરવી પણ હવે બ્રિટનમાં લક્ઝરી બની ગઈ છે. બીજાએ કહ્યું, જો ભારતમાં આવું થયું હોત તો દરરોજ કરોડોનો દંડ લગાવવામાં આવ્યો હોત જ્યારે બીજાએ મજાકમાં લખ્યું હતું કે, સિગ્નલ શોધવાનો ચાર્જ અલગથી ઉમેરો.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
