<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

બે પહેલવાનોને ખભે બેસાડી આ મહિલાએ કરી ઉઠક બેઠક

ફિટનેસ તો આને કહેવાય બોસ.. : એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.. આ વીડિયો ફિટનેસના દીવાના લોકોને મોટિવેટ કરનારો છે

નવી દિલ્‍હી, તા.૨પઃ જિમ જતાં લોકો જાણે છે કે જયારે લેગ ડેનો વારો હોય છે, ત્‍યારે મોટા ભાગના લોકો સ્‍કીપ કરી દેતા હોય છે. હકીકતમાં પગના મસલ્‍સ માટે થતી આ કસરત એટલી અઘરી હોય છે કે ત્‍યાર બાદ આખો દિવસ પગ ચાલવાને લાયક રહેતા નથી. પણ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા બે પહેલવાનોને પોતાના ખભ્‍ભા પર બેસાડીને સ્‍ક્‍વોટ્‍સ લગાવતા દેખાઈ રહી છે. આ વીડિયો જોઈને ભલભલાને પરસેવો વળી જશે.

બે પહેલવાનોને બાળકોની માફક ખભ્‍ભે ઉઠાવી લીધાઃ સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં હોય છે. તેમાંથી અમુક ફની, અમુક ડરામણા અને અમુક ચોંકાવનારા હોય છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફિટનેસના દીવાના લોકોને મોટિવેટ કરનારો છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો વીડિયો કોઈ જિમનો લાગી રહ્યો છે. એક મહિલા પહેલા એક પુરુષને ખભ્‍ભા પર બેસાડે છે. બાદમાં બેન્‍ચની મદદથી તે બીજા પુરુષને પણ ખભ્‍ભે બેસાડે છે. ત્‍યાર બાદ મહિલા આસાનીથી ‘Squats' પુરા કરે છે. વીડિયોમાં એવું પણ કહેવાયું છે કે, આ પુરુષોમાંથી એકથી વજન ૮૫ કિલો અને બીજાનું વજન ૮૬ કિલોગ્રામ છે.

એટલે કે મહિલાએ જયારે ‘Squats' લગાવ્‍યા ત્‍યારે તેના પગ પર તેના ખુદના વજન ઉપરાંત ૧૭૧ કિલોગ્રામ વધારાનો વજન હતો. આટલો વજન હોવા છતાં પણ મહિલાને સ્‍ક્‍વોટ્‍સ લગાવતા જોઈ લોકો પણ ચોંકી ગયા હતા. લોકોએ કહ્યું કે, ફિટનેસ હોય તો આવી!

(10:51 AM IST)