News of Wednesday, 25th December 2024
પાકિસ્તાની આર્મીએ બાંગ્લાદેશના સૈન્યને ટ્રેઈન કરવાની વાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: 53 વર્ષ બાદ હવે પાકિસ્તાની સેનાએ બાંગ્લાદેશમાં એન્ટ્રી કરી લીધી છે. આ એક સમાચારે હલચલ મચાવી દીધી છે. 1971માં જે પાકિસ્તાની સેનાને પૂર્વ પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવી હતી તે જ પાકિસ્તાની સેના હવે આ દેશમાં નવેસરથી પોતાનો રુતબો જમાવવાનો પ્રયાસ કરી રહી છે. બાંગ્લાદેશની વર્તમાન વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધો વધારવાની દિશામાં પગલાં ભર્યા છે, જે ભારત માટે એક નવો પડકાર ઊભો કરી શકે છે. PAK આર્મીના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નેતૃત્વમાં એક વિશેષ ટીમ બાંગ્લાદેશને ટ્રેનિંગ આપવા માટે ફેબ્રુઆરી 2025માં ત્યાં જશે.
પ્રથમ તબક્કામાં આ ટ્રેનિંગ મેમેનશાહી કેન્ટ સ્થિત આર્મી ટ્રેનિંગ ઍન્ડ ડોક્ટ્રિન કમાન્ડ (ATDC) હેડક્વાર્ટર ખાતે યોજાશે. આ કાર્યક્રમ એક વર્ષ સુધી ચાલશે. ત્યારબાદ બાંગ્લાદેશના તમામ 10 સૈન્ય કમાન્ડમાં પાકિસ્તાની સેના ટ્રેનિંગ લેશે. જનરલ મિર્ઝાએ નવેમ્બરમાં બાંગ્લાદેશને આ પ્રસ્તાવ મોકલ્યો હતો. જેનો બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને સ્વીકાર કરી લીધો.
આ ઘટનાક્રમ કરીને શેખ હસીનાની સરકાર બાદ બદલાયેલી પરિસ્થિતિને ઉજાગર કરે છે. જ્યારથી વચગાળાની સરકારે પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત કરવાની કવાયત તેજ કરી દીધી છે. ફેબ્રુઆરી 2025માં કરાચી પોર્ટ પર પાકિસ્તાની નેવી સાથે બાંગ્લાદેશનો યુદ્ધ અભ્યાસ 'અમન-2025' થશે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
