તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 31st December 2024
હમાસના આતંકીઓ બંધક મહિલા પર કરે છે આવો અત્યાચાર

નવી દિલ્હી: ગાઝામાં હમાસના હાથે પકડાયેલા ૨૫૦થી વધુ બંદીવાનો ઉપર હમાસ આતંકીઓએ અસામાન્ય ત્રાસ વરતાવ્યો હોવાની અને બંદીવાન રખાયેલી મહિલાઓ ઉપર બળાત્કારો ગુજારાતા હોવાની ચોંકાવનારી વાત કરી હતી. જેનો અહેવાલ યુએન સમક્ષ પણ રજૂ કરાયો હતો. તે ઉપરથી યુએન દ્વારા પણ એક સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરાયો છે. શનિવારે યુએનની માનવ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા આ અહેવાલમાં મહિલાઓની પણ ફરિયાદો રજૂ થઈ છે. તે મહિલાઓએ તેઓની ઉપર વારંવાર કરાતા અમાનુષી બળાત્કારની કરૂણ કથની પણ રજૂ કરાઈ હતી. જે રોઇટર્સ અને અન્ય મીડિયાએ પણ જણાવ્યું હતું. તે સર્વેની નોંધ આ યુએન રિપોર્ટમાં પણ આપવામાં આવી છે.
વાસ્તવમાં આ રિપોર્ટ યુએનની મેડિકલ અને માનવ કલ્યાણ ટીમો જ્યારે બેસુમાર મારથી ઘાયલ થયેલા પુરૂષો અને બાળકોની તેમજ અમાનુષી બળાત્કારોના ભોગ બનેલી મહિલાઓની સારવારમાં વ્યસ્ત હતી, ત્યારે તે પુરૂષો, બાળકો અને વ્યથિત મહિલાઓએ તેઓની ઉપર ગુજારાયેલા ત્રાસની કથની કહી. તે સાંભળી તે ટીમો પણ આંચકો ખાઈ ગઈ હતી.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
