<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ગાઝા પર ઇઝરાયલે છેલ્લા ત્રણ દિવસમાં કર્યા 94 હવાઈ હુમલા

નવી દિલ્હી: ગાઝા પટ્ટી ઉપર ઇઝરાયલી સેનાએ ફરી એકવાર કામો કરે વરસાવ્યો છે. છેલ્લા ૭૨ કલાકમાં તેણે ૯૪, હવાઈ હુમલા કર્યા છે. સાથે વિમાનમાંથી ગોળીબારો પણ કર્યા છે. પરિણામે ઓછામાં ઓછા ૧૮૪ લોકોનાં મૃત્યુ થયાં છે.

આ અંગે હમાસનાં મીડીયા કાર્યાલય માહિતી આપતાં જણાવ્યું છે કે આ રીતે નિઃશસ્ત્ર અને નિર્દોષ લોકોની હત્યા કરવી ખતરનાક છે, ક્રૂરતાની પરિસીમા છે. આ હુમલાઓમાં વિશેષતઃ ગાઝા શહેરને જ નિશાન બનાવવામાં આવ્યું છે. તેથી અસંખ્ય લોકો ઘાયલ પણ થયા છે. કેટલાયે મલબામાં ફસાઈ ગયા છે. તેમાંએ માર્ગો તૂટી જતાં અને વાહનો પણ ઓછાં પડતાં, ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલો સુધી પહોંચાડવામાં પણ અવરોધ આવે છે. ગાઝામાં પેલેસ્ટાઇની નાગરિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ દિવસથી ઇઝરાયલી હવાઈ હુમલા હિંસક રીતે તેજ થઇ ગયા છે. તેથી સ્થાનિક લોકોને અસાધારણ મુશ્કેલીઓ પડી રહી છે. આ ભયાનક અપરાધો માટે ઇઝરાયલી તો જવાબદાર છે જ, પરંતુ તે સાથે અમેરિકા પણ તેટલું જ જવાબદાર છે. તે ઇઝરાયલને સ્ટીમરો ભરી શસ્ત્રો આપે છે. સાથે રાજદ્વારી સમર્થન પણ આપે છે. હમાસે તેનાં નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમાજ અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આ જધન્ય અપરાધો અટકાવવા પગલાં લેવાં જ જોઇએ તે પહેલાં તેનું દસ્તાવેજીકરણ પણ કરવું જોઇએ, તેમજ તે અપરાધો માટે ઇઝરાયલને જવાબદાર ઠરાવવું જોઇએ.

(6:06 PM IST)