News of Tuesday, 7th January 2025
જે પત્નિ બનવાની હતી, તે ૬ મહિનામાં ‘સાવકી માતા' બનીઃ પ્રેમિકાને પિતાની બાહોમાં જોતા આઘાતમાં સરી પડયો દીકરો!
એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળ્યા બાદ તમે અચંબામાં પડી જશો

બીજીંગ, તા.૭: જેમ-જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ-તેમ લોકો સંબંધોને માન આપવાનું છોડી રહયા છે. આમ છતાં, માતા-પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ એવો છે કે લોકો તેને બિલકુલ પણ નજરઅંદાજ કરી શકતા નથી. તેઓ કયારેય એવું કામ કરતા નથી જેનાથી તેમના બાળકને કોઈ નુકસાન થાય. જો કે પડોશી દેશ ચીનમાંથી એક હાઈપ્રોફાઈલ મામલો સામે આવ્યો છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
બેંક ઓફ ચાઈના પૂર્વ ચેરમેન લિયુ લિયાંગેની આવી જ એક કહાની મીડિયામાં સામે આવી છે, જેને સાંભળનારાઓ દંગ રહી ગયા છે. હાલમાં લિયુ લિયાન્ગેને તેમના પદનો દુરુપયોગ કરવા અને ૧૪૧ કરોડ રૂપિયાની લાંચ લેવા અને ૩૮૮૭ કરોડ રૂપિયાની ગેરકાયદે લોન વહેંચવા બદલ મળત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, જે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જો કે, તે વધુ એક રસપ્રદ કિસ્સાને લઈને ચર્ચામાં છે.
ચીની મીડિયાના અહેવાલો અનુસાર, લિયુ લિયાન્ગેએ વર્ષ ૨૦૨૩માં ચોથી વખત લગ્ન કર્યા હતા, જેના થોડા સમય બાદ તેઓ ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા હતા. આ લગ્નની કહાની પણ રસપ્રદ છે. વાસ્તવમાં લિયુના પુત્રને એક છોકરી પસંદ હતી જેની સાથે તે લગ્ન કરવા માંગતો હતો. જ્યારે તે છોકરીને તેના પિતાને મળવા માટે ઘરે લાવ્યો, ત્યારે લિયુ તેના પ્રેમમાં પડયો.
આવી સ્થિતિમાં લિયુએ તેના પુત્રને તે છોકરી સાથે એવું કહીને બ્રેકઅપ કરાવી દીધું કે, તે તેના માટે લાયક નથી. તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું નથી અને તે પૈસા માટે તેની પાછળ પડે છે. ઈચ્છા ન હોવા છતાં દીકરાએ પ્રેમિકા સાથે સંબંધ તોડી નાખ્યો. એટલું જ નહીં, લિયુએ તેના પુત્રના તેના મિત્રની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા, જેથી તે પ્રેમિકાની યાદોમાંથી બહાર આવી જાય.
આ પછી, લિયુએ પોતાના પાવરના દમ પર તેના દીકરાની એક્સ ગર્લફ્રેન્ડને શોધી કાઢી અને મોંઘી-મોંઘી ભેટ મોકલી. યુવતીને લિયુના પ્રપોઝલને એક્સેપ્ટ કરવામાં સ્હેજ પણ સમય ન લાગ્યો અને તેણે બ્રેક અપના ૬ મહિના પછી જ લિયુ સાથે લગ્ન કર્યા. જ્યારે લિયુના પુત્રએ તેની એક્સ ગર્લફ્રેન્ડને તેની સાવકી માતા તરીકે જોયો, ત્યારે તે એટલા આઘાતમાં સરી પડયો કે તેને હોસ્પિટલ દાખલ કરવા પડયો.(૨૩.૩)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
