<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

ઇન્ડોનેશિયા બાદ સાઉદી અરેબિયા પણ પોતાના ટ્રાવેલ વિઝાના નિયમોમાં કર્યો બદલાવ

નવી દિલ્હી: જો તમે સાઉદી અરેબિયા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. સાઉદીએ ઉમરાહ અને ટ્રાવેલ વિઝા સાથે દેશમાં આવતા પ્રવાસીઓ માટે એક નવો નિયમ જારી કર્યો છે. તેનો હેતુ દેશમાં કોઈપણ પ્રકારના ચેપી રોગના ફેલાવાને રોકવાનો છે.
સામાન્ય રીતે દર વર્ષે લાખો ભારતીયો સાઉદી અરેબિયા જાય છે. વર્ષ 2022 માં લગભગ 2.5 મિલિયન ભારતીય નાગરિકોએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. આ આંકડો 2030 સુધીમાં વધીને 7.5 મિલિયન થવાની સંભાવના છે. ત્યારે અહીંની સરકારે સાઉદી આવતા પ્રવાસીઓ માટે મેનિન્જાઇટિસની વેક્સિન લેવી ફરજિયાત કરી દીધી છે. એટલે તેનો અર્થ એ થયો કે, હવે અહીં આવતા પ્રવાસીઓએ મુસાફરીના 10 દિવસ પહેલા મેનિન્જાઇટિસ  વેક્સિન લીધી હોવાનુંપ્રમાણપત્ર બતાવવું પડશે. જોકે, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટી (SCAA) એ એરલાઇન્સને આ નિયમનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તે હેઠળ એરલાઇન્સે ચકાસવું પડશે કે, મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો પાસે વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર છે. એટલું જ નહીં, પોલિયો રસીકરણ માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.

 

(6:30 PM IST)