<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

જાણો શુકામ પનામા કેનાલમ કબ્જો જમાવવા તલપાપડ થયા ટ્રમ્પ

નવી દિલ્હી: પનામા કેનાલે વૈશ્વિક વેપાર અને અમેરિકા ભૂ-રાજકીય વ્યૂહરચનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ કેનાલ અંગે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતુ કે, 'અમેરિકાએ પનામા નહેરનું નિયંત્રણ પાછો મેળવવો જોઈએ.' આ નિવેદનથી વિવાદાસ્પદ ચર્ચા શરૂ થઈ ગઈ છે. પનામા કેનાલ પર ટ્રમ્પનું વલણ દર્શાવે છે કે તે આ ક્ષેત્રમાં વધતા ચીનના પ્રભાવ અંગે કેટલા ચિંતિત છે અને અમેરિકાની સુરક્ષા અને આર્થિક હિતો માટે ચીનના પ્રભાવને કેટલો મોટો ખતરો માને છે. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડતી નહેરનો વિચાર 16મી સદીનો છે જ્યારે સ્પેનિશ સંશોધકોએ આ માર્ગના વ્યૂહાત્મક ફાયદાઓને માન્યતા આપી હતી. જોકે, 20મી સદીની શરૂઆત સુધી અમેરિકાના પૂર્વ પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના નેતૃત્વ હેઠળ અમેરિકા પનામા પ્રોજેક્ટ પૂર્ણ કરી શક્યું ન હતું.
પનામા પહેલા કોલંબિયાનું ગુલામ હતું, પરંતુ અમેરિકાની મદદથી તે આઝાદ થયું અને બદલામાં અમેરિકાને 1904માં પનામા કેનાલ બનાવવાનો અધિકાર મળ્યો. આ કેનાલ વર્ષ 1914માં પૂર્ણ થઈ હતી અને દાયકાઓ સુધી અમેરિકા દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનાથી વૈશ્વિક દરિયાઈ વેપાર પર તેનું વર્ચસ્વ મજબૂત બન્યું. વિશ્વયુદ્ધ અને શીતયુદ્ધ બંને દરમિયાન આ કેનાલથી યુનાઇટેડ સ્ટેટ્સને ઘણો ફાયદો થયો. અમેરિકાની નૌકાદળ અને તેના વેપારી જહાજો પનામા નહેરમાંથી ઝડપથી મુસાફરી કરી શક્યા.

 

(6:07 PM IST)