<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

સવારે કે સાંજે, એક દિવસમાં કેટલાં કલાક ચાલવું જોઈએ?

ઉંમર પ્રમાણે આ છે વોક કરવાની સાચી ફોર્મ્‍યુલા

નવી દિલ્‍હીઃ તા. ૨૭: ચાલવું સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે તેમણે દિવસમાં કેટલું ચાલવું જોઈએ, તો ચાલો અમે તમને જણાવીએ કે તેમણે દિવસમાં કેટલું ચાલવું જોઈએ, તેમની ઉંમર -માણે કેટલા કલાક ચાલવું જોઈએ અને ચાલવાના ફાયદા શું છે?

આજના સમયમાં લોકો પોતાના હેલ્‍થને લઈને ઘણા જાગળત થઈ ગયા છે. વહેલી સવારે તમને વોક અને કસરત કરતાં લાગ્‍યા છે. વોક એટલે કે ચાલવું સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે ચાલવું એ સ્‍વસ્‍થ શરીર માટે સૌથી સરળ અને સૌથી અસરકારક કસરત છે. વોક કરવાથી ખાલી વજન જ ઓછું નથી થતું પરંતુ વોક કરવાથી ખરાબ કોલેસ્‍ટ્રોલ પર કંટ્રોલ થાય છે અને હૃદયની તંદુરસ્‍તી પણ સુધરે છે. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે એક દિવસમાં કેટલું ચાલવું જોઈએ, તો ચાલો તમને જણાવીએ કે એક દિવસમાં કેટલું ચાલવું જોઈએ, ઉંમર પ્રમાણે કેટલા કલાક ચાલવું જોઈએ અને ચાલવાના સૌથી સારા ફાયદા શું છે?

તમારે એક દિવસમાં કેટલું ચાલવું જોઈએ?

એક્‍સપર્ટના મતે, વ્‍યક્‍તિએ દરરોજ લગભગ ૮ થી ૧૦ કિલોમીટર ચાલવું જોઈએ. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ કસરત કરવી જોઈએ. આનો અર્થ એ છે કે દિવસમાં લગભગ ૩૦ મિનિટ ઝડપી ચાલવું, જે દરરોજ લગભગ ૪ થી ૫ કિલોમીટર જેટલું છે. જો તમે તેને વધારે વધારવું હોય, તો ૮ થી ૧૦ કિલોમીટર ચાલવાનું લક્ષ્ય વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઉંમર પ્રમાણે કેટલું

ચાલવું જોઈએ?

૬ થી ૧૭ વર્ષની વયના બાળકો માટે, દરરોજ ઓછામાં ઓછા ૬૦ મિનિટ માટે એક્‍ટિવ ગેમ રમવી જોઈએ. એટલે કે એક દિવસમાં ઓછામાં ઓછા ૧૫૦૦૦ પગલાં ચાલવા જોઈએ. ૧૮ થી ૪૦ વર્ષની વચ્‍ચેના લોકોએ ૧૨૦૦૦ પગલાં ભરવા જોઈએ. ૪૦ વર્ષથી ઉપરના લોકોએ ૮૦૦૦-૧૦૦૦૦ પગલાં ચાલવા જોઈએ. ૬૦ વર્ષની વયના લોકોએ ૪૦૦૦-૫૦૦૦ ડગલાં ચોક્કસપણે ચાલવા જોઈએ. દિવસમાં ૨૦ થી ૩૦ મિનિટ ચાલવાનો ગોલ રાખવો જોઈએ. લગભગ ૨ થી ૪ કિલોમીટર વોક કરવાનું ચાલુ કરવું સૌથી સારી શરૂઆત છે.

ચાલવાથી ઘણા સ્‍વાસ્‍થ્‍ય લાભ થાય છે. તે બ્‍લડ સકર્યુલેશન વધારીને અને સ્‍ટ્રેસના લેવલને ઘટાડીને અને હૃદય પણ સ્‍વસ્‍થ રહે છે. ચાલવાથી તમારો મૂડ પણ સારો રહે છે અને એનર્જી આવે છે. રોજ રેગ્‍યુલર વોક તમારું વજન જાળવવામાં, તાાયુઓને મજબૂત કરવામાં અને લચીલાપણું સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તમારા મનમાં નેગેટિવિટીથી દૂર રાખવા અને તમારું મનોબળ વધારવાની આ એક સરસ રીત છે

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્‍ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્‍સપર્ટની સલાહ લેવી આવશ્‍યક છે.  અકિલા આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

(11:57 AM IST)