<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

ઓએમજી......ભૂખના કારણોસર પોતાના જ સાથીઓના હાથપગ ખાવા મજબુર બન્યા ખાણમાં ફસાયેલ લોકો

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં સોનાની ઊંડી ખાણમાં ફસાયેલા કામદારોની કહાની સાંભળીને આખી દુનિયા ચોંકી ગઈ છે. 'બફેલ્સફોન્ટેન ગોલ્ડ માઈન' નામની ખાણમાં શ્રમિકો ફસાયા હતા. જમીનથી એક માઈલ નીચે ફસાયેલા આ ખાણિયાઓને તાજેતરમાં બચાવી લેવાયા છે. પરંતુ ખાણની બહાર આવ્યા પછી તેણે જે કહ્યું તેનાથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બચી ગયેલા લોકોને સત્તાવાળાઓએ ભોજન પહોંચાડવાનું બંધ કરી દેતા મજૂરોએ તેમના સાથીઓના જ હાથ-પગ ખાવા પડ્યા હતા. ગેરકાયદેસર ખાણકામ કરતા બે બચી ગયેલા મજૂરોએ ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કર્યું. બચી ગયેલા કામદારોએ જણાવ્યું હતું કે, 'અમે જીવ બચાવવા માટે પગ, હાથ અને પાંસળીના ભાગો કાપીને ખાવા પડ્યા હતા અને અમે નક્કી કર્યું હતું કે હવે જીવ બચાવવા માટે આ એકમાત્ર વિકલ્પ છે.' ગેરકાયદે કામગીરીની ઓળખ કર્યા બાદ સત્તાવાળાઓએ ઓગસ્ટમાં ખાણના પ્રવેશદ્વારને ઘેરી લીધો હતો. જે પછી લગભગ 2,000 ખાણિયાઓએ આત્મસમર્પણ કર્યું, પરંતુ સેંકડો પાછળ રહી ગયા. પોલીસે ત્યારબાદ ખાદ્ય અને પાણી પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી બાકીના ખાણિયાઓ બહાર આવે. જે બાદ છેલ્લા સપ્તાહમાં 324 ખાણિયા બહાર આવ્યા જેમાંથી 78ના મોત થયા છે. એક બચાવ કાર્યકર્તાએ સડતા મૃતદેહો અને દુર્ગંધ વિશે જણાવ્યું હતું કે કેટલાક ખાણિયાઓએ ખોરાકના અભાવે નરભક્ષી બન્યા અને વંદો ખાવાનું સ્વીકાર્યું હતું. બચાવ કાર્યકર્તાએ કહ્યું, 'તે મૃતદેહોમાંથી ખરેખર ખરાબ ગંધ આવી રહી હતી... એમાંથી ખાણની અંદર કેટલાક લોકોએ આ મૃતદેહોને ખાધા હતા.

 

(6:18 PM IST)