તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
૧૫ વર્ષમાં ચાર બાળકો પેદા કર્યા પછી રોમાન્સ ખતમ થતાં પત્ની બીજા પુરુષ સાથે ભાગી ગઈ
કિસ્સો મધ્ય -દેશના ગુનાના ફતેહગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો પતિ તરફથી પ્રેમ ન મળતા ગુનાની રહેવાસી એક મહિલાએ પરણેલા અને ત્રણ બાળકોના પિતા સાથે અફેર કરી લીધું

ગુના તા.૧: પ્રેમ એક શાનદાર અનુભવ છે. જ્યારે કોઈને કોઈ સાથે પ્રેમ થઈ જાય તો સામેવાળાની ખામીઓ ઢંકાઈ જતી હોય છે. તમને ખાલી તેની ખૂબીઓ જ દેખાય. પછી આ -ેમનો અંત ભલે ગમે તેવો હોય. પોતાના પતિ તરફથી પ્રેમ ન મળતા ગુનાની રહેવાસી એક મહિલાએ પરણેલા અને ત્રણ બાળકોના પિતા સાથે અફેર કરી લીધું. થોડા જ દિવસોમાં પ્રેમનું એવું ભૂત સવાર થયું કે મહિલા પોતાના ચાર બાળકોને છોડીને શખ્સ સાથે ભાગી ગઈ.
આ કિસ્સો મધ્ય પ્રદેશના ગુનાના ફતેહગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે. અહીં જૌહરી ગામના રહેવાસી માનસિંહે પોતાની પત્ની ભાગી ગઈ હોવાની ફરિયાદ લખાવી છે. માનસિંહનું કહેવું છે કે, તેની પત્ની ગામના જ સવારામ ધાકડ સાથે ભાગી ગઈ છે. જ્યાં મહિલા પોતાના પતિ અને ચાર બાળકોને છોડીને ગઈ છે, તો વળી જે શખ્સ સાથે તે ભાગી છે, તેને પણ ત્રણ બાળકો છે. એટલે કે આ લવ સ્ટોરીમાં કુલ સાત બાળકોની લાઈફ ખરાબ થઈ ગઈ.
પંદર વર્ષ પહેલા અમરૌદની રહેવાસી મહિલા સાથે માનસિંહના લગ્ન થયા હતા. બંનેને ચાર બાળકો પણ છે. જેમાં બે દીકરી અને બે દીકરા છે. મોટી દીકરીની ઉંમર પંદર વર્ષ, જ્યારે નાના દીકરાની ઉંમર સાત વર્ષ છે. કપલની વચ્ચે રોમાન્સ ખતમ થઈ ગયો હતો. બંનેમાં ખૂબ જ ઝઘડા થતાં હતા. આ દરમ્યાન મહિલાની વાતચીત ગામના જ સવારામ સાથે થવા લાગી. મહિલાના પતિએ આરોપ લગાવ્યો છે કે, સવારામે ફોસલાવીને તેની પત્નીને ભગાડી ગયો.
માનસિંહ પોતાની ફરિયાદ લઈને એસપી ઓફિસે પહોંચ્યો હતો. તેણે એસપીને પોતાની પત્ની પાછી લાવી આપવાની આજીજી કરી છે. માનસિંહના જણાવ્યા અનુસાર, ફતેહગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પણ ત્યાં તો તેની વાતને નકામી કહીને કાઢી મૂકયો.
પતિનું કહેવું છે કે, તેને તેમના બાળકો માટે પત્ની પાછી જોઈએ છે. માનસિંહે એવું પણ કહ્યું કે, તેની પત્ની અને આશિકે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
