<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

જો તમને પણ ઇમર્જન્સીમાં બેટરી ચાર્જ કરવાનો સમય નથી તો અપનાવો આ ટ્રીક

નવી દિલ્હી: દરેક વ્યક્તિ એવી પરિસ્થિતિમાં ઘણી વાર આવી હશે જ્યારે તેને ઇમરજન્સીમાં ક્યાંક જવાનું હોય, પરંતુ તેના મોબાઇલમાં બેટરી નહીં હોય. આ સમયે તેની પાસે બેટરી ફૂલ કરવા માટે સમય નહીં હોય. લાંબા સમય માટે જવાનું હોય અને એ માટે નિકળવા માટે ફક્ત ૩૦ મિનિટનો પણ સમય નહીં હોય. આ સમયે કેવી રીતે બેટરી ઝડપથી ચાર્જ કરવી એ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકાય છે. આ માટે કોઈ અલગથી કેબલ અથવા તો એડેપ્ટર લેવાની જરૂર નથી. યૂઝર પાસે જે કેબલ હોય એથી જ ઝડપથી ચાર્જ કરી શકાય છે. જોકે એ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. યૂઝર પાસે જ્યારે સમય ઓછો હોય અને મોબાઇલને ઝડપથી ચાર્જ કરવો હોય ત્યારે મોબાઇલને ચાર્જમાં મૂકવું. જોકે એ સમયે બિલકુલ પણ મોબાઇલનો ઉપયોગ નહીં કરવો. ચાર્જમાં મૂકતા પહેલાં મોબાઇલ ડેટા બંધ કરી દેવું તેમ જ ડિસ્પ્લેની બ્રાઇટનેસ ઝીરો કરી દેવી. મોબાઇલ ડેટા બંધ કરતાં ઇન્ટરનેટનો ઉપયોગ નહીં થાય તેથી બેટરીનો બચાવ થશે. વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હોય તો એ પણ બંધ કરી દેવું અને બ્લુટૂથ ડિવાઇઝ કનેક્ટ હોય તો એ પણ બંધ કરી દેવું. ઇન્ટરનેટનો ઉપયોગ નહીં થાય એટલે બેટરી બચશે, પરંતુ સાથે જ નોટિફિકેશન ન આવતાં ડિસ્પ્લે પણ વારંવાર ચાલુ નહીં થાય. પ્રોસેસર પણ સ્ટેન્ડબાય મોડ પર હોવાથી જલદી મોબાઇલ ચાર્જ થઈ શકે છે. ડૂ-નોટ-ડિસ્ટર્બ શરૂ કરીને જો ચાર્જ કરવામાં આવે તો એનાથી સારી વાત કોઈ નહીં હોય.

 

(5:12 PM IST)