<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ડીપસીકને બ્લોક કરનાર પ્રથમ દેશ ઇટલી બન્યો હોવાના સમાચાર

નવી દિલ્હી: ઇટલીએ હાલમાં જ ખૂબ જ ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઇટલી પહેલો એવો દેશ બન્યો છે જેણે ચાઇનિઝ મોડલ ડીપસીકને બ્લોક કર્યું છે. આ નિર્ણય ઇટલીમાં 30 જાન્યુઆરીએ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પ્રાઇવસી અને ડેટાને લઈને પારદર્શકતા ન હોવાથી લેવામાં આવ્યો છે. ઇટલીમાં ડેટા પ્રોટેક્શન ઓથોરિટી ‘ગેરેન્ટે પ્રાઇવસી’ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇટાલિયા યૂઝર્સના ડેટાને પ્રોસેસ ન કરી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગેરેન્ટે પ્રાઇવસી દ્વારા ડીપસીકને કેટલાક સવાલો કરવામાં આવ્યાં છે. આ સવાલ ડેટા કેવી રીતે કલેક્ટ કરે છે, એનો સોર્સ શું છે, એ કલેક્ટ કરવાનું કારણ શું છે અને એને ક્યાં સ્ટોર કરવામાં આવે છે એ કરવામાં આવ્યા હતા. જોકે ડીપસીક દ્વારા એ વિશે સંતોષજનક જવાબ નહોતા આપવામાં આવ્યાં. ઇટલી દ્વારા ટીનેજર તેનો ઉપયોગ કરે એ પાછળ કેટલું રિસ્ક રહ્યું છે, તેમ જ પૂર્વગ્રહ રાખવો અને ઇલેક્ટ્રોસલ ઇન્ટરફેઝના રિસ્ક વિશે પણ જણાવવામાં આવ્યું છે. ગેરન્ટે પ્રાઇવસી દ્વારા ડીપસીકની ડેટા પ્રેક્ટિસ વિશે ઇનવેસ્ટિગેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઇનવેસ્ટિગેશન ખાસ કરીને જરનલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનને પાલન કરવામાં આવ્યું છે કે નહીં અને ઇટાલિયન યુઝર્સના તમામ હકનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે. ડીપસીકની કંપનીને ઇટલીની સરકાર દ્વારા 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં જો ડીપસીકે રેગ્યુલેટરની રીક્વેસ્ટનો જવાબ ન આપ્યો તો એ વિશ કડક પગલાં લેવામાં આવી શકે છે.

 

(5:12 PM IST)