<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

પાકિસ્તાની સેનાના કેમ્પ પર બલૂચોએ કર્યો મોટા હુમલો:17 જવાનોના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બલુચ ઉગ્રવાદીઓએ પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે. બલુચ હુમલામાં ઓછામાં ઓછા 17 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. એક અહેવાલ પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે બલુચિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર વિસ્તારમાં ફ્રન્ટિયર કોર્પ્સ કેમ્પ પર એક સશસ્ત્ર ઉગ્રવાદી જૂથે ભીષણ હુમલો કર્યો હતો. બલુચ ઉગ્રવાદીઓએ આખી રાત પાકિસ્તાની સેના પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત ઉગ્રવાદીઓએ ક્વેટા-કરાચી નેશનલ હાઈવે પર કબજો કરી લીધો હતો અને ત્યાં પાકિસ્તાની સેનાના વાહનોને નિશાન બનાવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બલુચિસ્તાનના કલાતમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા બલુચોના હુમલામાં અત્યાર સુધીમાં 17 પાકિસ્તાની જવાનોના મોત થઈ ગયા છે અને ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અહેવાલ પ્રમાણે સૌથી વધુ લોકો નેશનલ હાઈવે પર એક વાહન પર થયેલા હુમલામાં માર્યા ગયા છે. આ વાહન પાકિસ્તાની સેનાનું હતું. તમને જણાવી દઈએ કે, બલુચ ઉગ્રવાદીઓએ અલગ-અલગ સ્થળ પર હુમલાને અંજામ આપ્યો છે અને આખી રાત ગોળીબાર કર્યો છે. અહેવાલમાં સ્વતંત્ર સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, કલાત જિલ્લામાં થયેલા ગોળીબારમાં પાકિસ્તાની સેનાની સાથે બે ચરમપંથીઓના પણ મોત થઈ ગયા છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં હવે ગોળીબાર બંધ થઈ ગયો છે. બલુચ ઈન્ટરનેશનલે જણાવ્યું કે, કે ખાલિક અબાદમાં બસો પર ગોળીબારની સાથે કલાતમાં સહાયક કમિશનરના આવાસ પર પણ હુમલો કરવામાં આવ્યો છે.

 

(5:12 PM IST)