તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 13th February 2025
અમદાવાદના PRLના વિજ્ઞાનીઓએ કરી એલિયન પ્લેનેટ

નવી દિલ્હી: ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા ખૂબ જ મોટી શોધ કરવામાં આવી છે. તેમણે સોલર સિસ્ટમની બહાર એક ખૂબ જ મોટો એલિયન પ્લેનેટ શોધી કાઢ્યો છે. તેને TOI-6038A b નામ આપવામાં આવ્યું છે. આ પ્લેનેટ એટલો મોટો છે કે એમાં 263 જેટલી પૃથ્વી સમાઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ના વિજ્ઞાનીઓ દ્વારા માઉન્ટ આબુમાં આવેલી ઓબઝર્વેટરીના ટેલિસ્કોપ દ્વારા આ શોધ કરી છે.
સાઇઝ: આ પ્લેનેટનું વજન પૃથ્વી કરતાં 78.5 ગણું વધારે છે. પૃથ્વી કરતાં એનું રેડિયસ પણ 6.41 ગણું વધારે છે.
ઓરબિટ: આ પ્લેનેટની ઓરબિટ એકદમ બ્રાઇટ છે. એની ઓરબિટ 5.83 દિવસની છે. આ સ્ટાર આપણાં સૂર્ય કરતાં વધુ ગરમ છે અને વધુ પ્રકાશ પાથરે છે.
બાઇનરી સિસ્ટમ: આ પ્લેનેટની સિસ્ટમમાં બે સ્ટાર્સ છે. એની ઓરબિટ એક સ્ટારની છે, અને એ જ સિસ્ટમમાં બીજા એક સ્ટાર છે, પણ એ સ્ટાર પહેલાથી થોડો દૂર છે.
પ્લેનેટનો પ્રકાર: TOI-6038A b એડવાન્સ પ્લેનેટ છે જે નેપ્ટ્યુન જેવો અને ગેસ જાયન્ટ પ્લેનેટની વચ્ચે આવે છે. આ ખાસ પ્લેનેટ છે જે આપણા સોલર સિસ્ટમમાં નથી.
ટેલિસ્કોપ: વિજ્ઞાનીઓએ હાઇ-ટેક ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો. આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ PARAS-2 છે. એની મદદથી આ પ્લેનેટ શોધી કાઢાયો છે. આ ટેલિસ્કોપ સ્ટાર્સની નાની નાની ચળવળ શોધી શકે છે.
આ શોધ કેમ ખાસ છે?
ઍડ્વાન્સ ટૅક્નોલૉજી: આ શોધને લીધે લોકો જાણવા મળશે કે ભારતના વિજ્ઞાનીઓ દુનિયાની શ્રેષ્ઠ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે.
પ્લેનેટનું માળખું: આ પ્લેનેટનું મોટાભાગનું માળખું મિડલ પથ્થરથી બનેલું છે. અંદાજે 75% કોર પથ્થરથી બનેલું છે.
ભવિષ્યની સ્ટડી: આ પ્લેનેટની સિસ્ટમ એકદમ બ્રાઇટ છે. વિજ્ઞાનીઓ આને એટમોસ્ફિયર અને સ્ટાર સાથેના જોડાણનો અભ્યાસ કરી શકે છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
