News of Wednesday, 19th February 2025
દુનિયાના સૌથી ઊંચા વોટર બફેલો કિંગ કોન્ગની ઊંચાઈ છે ૧૮૬ સેન્ટિમીટર
થાઇલેન્ડના નિનલાની ફાર્મમાં રહેતા વોટર બફેલો કિંગ કોન્ગની ઉંમર માત્ર ૩ વર્ષ છે

બેંન્કોંક,તા.૧૯: થાઇલેન્ડના નિનલાની ફાર્મમાં રહેતા વોટર બફેલો કિંગ કોન્ગની ઉંમર માત્ર ૩ વર્ષ છે, પણ એની પ્રજાતિના અન્ય વોટર બફેલોની એવરેજ ઊંચાઈ કરતાં એની ઊંચાઈ ૫૦ સેન્ટિમીટર વધારે એટલે કે ૧૮૬ સેન્ટિમીટર છે. ૨૦૨૧માં એનો જન્મ થયો ત્યારે જ ફાર્મના માલિકને એની ઊંચાઈ વધારે લાગી હતી અને એટલે જ એનું નામ મોન્સ્ટર ગોરીલાની ફિલ્મ પરથી કિંગ કોન્ગ રાખવામાં આવ્યું હતું.
ભલે આટલી ઊંચી કાયા હોય, પણ એ સ્વભાવથી એકદમ પ્લેફુલ પપી જ છે અને એકદમ ફ્રેન્ડ્લી છે. એને પાણીમાં રમવું બહુ ગમે છે, કેળાં બહુ ભાવે છે અને એની સંભાળ લેતા બધા સાથે રમવું ગમે છે.
ફાર્મનો માલિક કહે છે, ‘ફાર્મમાં બધા કિંગ કોન્ગને પ્રેમ કરે છે. મને એ બહુ જ ગમે છે. એ રોજ ૩૫ કિલો ખોરાક ખાય છે. એને ઘાસ અને મકાઈ ભાવે છે. કિંગ કોન્ગનો દિવસ સવારે છ વાગ્યે શરૂ થાય છે. પછી એ બહાર યાર્ડમાં રમે છે અને પછી પોન્ડમાં પાણીમાં રમે છે. નાસ્તા પહેલાં એને નવડાવવામાં આવે છે અને પછી એ સાંજે ૫.૩૦ વાગ્યા સુધી જે કરવું હોય એ કરે છે. ત્યાર બાદ એને ફરીથી નવડાવીને ડિનર આપવામાં આવે છે અને ફાર્મમાં અંદર સૂવા માટે લઈ જવામાં આવે છે.'
થાઇલેન્ડમાં વોટર બફેલોનું બહુ મહત્ત્વ છે. એ ખેતી અને ટ્રાન્સપોર્ટેશનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
