<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ચંદા હૈ તુ મેરા... કોરિયન પિતાએ બાળક માટે હિન્દીમાં હાલરડું ગાયું

સોશ્‍યિલ મીડિયામાં વિડીયો વાયરલ

નવી દિલ્‍હીઃ સોશિયલ મીડિયા પર એક કોરિયન પિતા અને તેમના બાળકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પિતા તેના બાળક માટે હિન્દી ભાષામાં હાલરડું ગાઈ રહ્યા છે. સોંગ ચંદા રે તુ મેરા સુરજ હે તુ… હિન્દીમાં હાલરડાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

આ વીડિયોને અત્યાર સુધી એક મિલિયન કરતાં વધારે લોકો જોઈ ચુક્યા છે. વીડિયોમાં કોરિયન પિતા ધીરે ધીરે હાલરડું ગાઈ રહ્યા છે અને બાળકને રમાડી રહ્યા છે. બાળક ખુશ થઈને પિતાને સાંભળી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો પણ તેમનું હાલરડાની સાંભળીને બાળકની જેમ ખુશ થઈ રહ્યા છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા એકાઉન્ટ @mylovefromkorea17 પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ અનુસાર જેણે વીડિયો શેર કર્યો છે એ ભારતીય યુવતી છે અને તેણે કોરિયન યુવક સાથે વર્ષ માર્ચ 2022 માં લગ્ન કર્યા હતા. આ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરસ થયો હતો.

સોશિયમ મીડિયા પર યુઝર્સ આ વીડિયોને વારંવાર સાંભળી રહ્યા છે, છતાં તેમનું દિલ ભરાઈ રહ્યું નથી. એક યુઝરે લખ્યું કે કોઈ કોરિયન શખ્સ હિન્દી હાલરડાને આટલું સુંદર કેવી રીતે ગાઈ શકે…

(3:48 PM IST)