News of Saturday, 8th March 2025
ચિનના હાથમાં આવ્યો વર્ષો સુધી ચાલે તેવો એક ખજાનો

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આણવા માટે અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે એમાં એનો યુક્રેનના પેટાળમાં દટાયેલા દુર્લભ ખનીજો હડપી લેવાનો સ્વાર્થ છે. આ બાબતે અમેરિકાને જીદે ચઢેલું જોઈને ખ્યાલ આવે છે કે ખનીજોનું મહત્ત્વ શું છે. દરમિયાન તાજેતરમાં ચીનમાં એક એવા ખનીજનો મબલખ ભંડાર મળી આવ્યો છે જે ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા આપી શકે છે. ચીનમાં જે બહુમૂલ્ય ખનીજનો અધધધ ખજાનો મળી આવ્યો છે એનું નામ છે થોરિયમ. ચીનના ભૂસ્તરશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે થોરિયમનો એટલો મોટો જથ્થો મળી આવ્યો છે કે એનાથી ચીનને 60,000 વર્ષ સુધી અખૂટ ઊર્જા મળી રહેશે.
ચીનના ઉત્તર ભાગમાં આવેલા ‘ઈનર મોંગોલિયા’ (આંતરિક મોંગોલિયા) પ્રાંતમાં આવેલા ‘બાયાન ઓબો’ ખાણ પરિસરમાંથી થોરિયમનો વિપુલ ખજાનો મળી આવ્યો છે. હકીકતમાં ત્યાં લોખંડ મેળવવા માટે ખોદકામ કરાઈ રહ્યું હતું, જે દરમિયાન થોરિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો હતો. આ ક્ષેત્ર આમ પણ દુર્લભ ખનીજો ધરાવતો દુનિયાનો સૌથી મોટો વિસ્તાર ગણાતું આવ્યું છે, એમાં હવે થોરિયમનો ‘થપ્પો’ થતાં એનું મહત્ત્વ ઔર વધી ગયું છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
