News of Friday, 14th March 2025
સ્ટ્રોન સહીત હાર્ટ એટેકને અટકાવતી વેક્સીન ચીને બનાવ્યો હોવાનો દાવો

નવી દિલ્હી: હાર્ટ સંબંધિત બધી જ બિમારીઓ માટે એક નવી વેક્સિન બનાવવામાં આવી છે. ચીનની એક રિસર્ચ ટીમ દ્વારા રક્તવાહિનીમાં થતા બ્લોક સામે લડવા માટે આ વેક્સિન તૈયાર કરવામાં આવી છે. રક્તવાહિનીમાં બ્લડ ક્લોટ્સ થવાથી સ્ટ્રોક્સ અને હાર્ટ અટેક આવે છે, એના સામે આ વેક્સિન રક્ષણ આપશે. હાલ વિશ્વભરમાં ઘણા દેશોમાં આ કારણસર ઘણાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. કોરોના બાદ આવી રીતે મૃત્યુ થવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ રિસર્ચ 'જર્નલ નેચર'માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
નેન્ઝિંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિજ્ઞાાનીઓ દ્વારા આ વેક્સિન વિકસિત કરવામાં આવી છે. ઉંદર પર કરાયેલ પ્રયોગમાં બ્લડ ક્લોટ્સ, સ્ટ્રોક્સ અને હાર્ટ અટેકનું પ્રમાણ આ વેક્સિનના કારણે ખૂબ જ ઓછું જોવા મળ્યું. વિજ્ઞાાનીઓનું કહેવું છે કે ઉંદર પર આ વેક્સિને શ્રેષ્ઠ પરિણામ આપ્યા છે. આ વેક્સિન હાર્ટ અટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપશે અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ લાભદાયી સાબિત થશે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
