<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ઓસ્‍ટ્રેલિયામાં યુટયુબરે ૩૮ કલાક સુધી એક જ જગ્‍યા પર સ્‍થિર ઊભા રહીને બનાવ્‍યો અનોખો વર્લ્‍ડ રેકોર્ડ

સીડની,તા.૧૫: ઓસ્‍ટ્રેલિયામાં યુટયુબર નોર્મ લાઇવ સ્‍ટ્રીમ દરમ્‍યાન એક જ જગ્‍યા પર સ્‍થિર ઊભો રહ્યો હતો અને આશરે ૩૮ કલાક સુધી એક જ પોઝિશનમાં ઊભા રહીને તેણે વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો હતો. તેણે દાવો કર્યો હતો કે આ આખી વાત લાઇવ સ્‍ટ્રીમમાં મોજૂદ છે. એનો એક મિનિટ ૧૧ સેકન્‍ડનો ટાઇમલેપ્‍સ વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં રાહદારીઓ તેને પરેશાન કરતા નજરે પડે છે. એક માણસે તો પોલીસને પણ બોલાવી લીધી હતી. કેટલાક લોકોએ તેના મોં પર મૂછ બનાવી હતી. એક માણસે તેના માથા પર ઈંડું ફોડ્‍યું હતું. એક માણસે તેના ચહેરા પર રાઈની પેસ્‍ટ લગાવી દીધી હતી. એક વ્‍યક્‍તિ તેના જેકેટ પર સ્‍પ્રે પેઇન્‍ટ કરતી પણ નજરે પડી હતી.

આ પહેલાં નોર્મે લાઇવ સ્‍ટ્રીમ દરમ્‍યાન લાંબા સમય સુધી જાગવાનો રેકોર્ડ તોડવાની કોશિશ કરી હતી. તે લગાતાર ૨૬૪ કલાક સુધી જાગ્‍યો હતો; પણ તેણે આરોપ લગાવ્‍યો હતો કે એ પછી યુટયુબે એનું લાઇવ સ્‍ટ્રીમ બંધ કરી દીધું હતું, કારણ કે વ્‍યુઅર્સે તેના સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત ચિંતા વ્‍યક્‍ત કરી હતી. નોર્મને લાઇવ સ્‍ટ્રીમિંગમાં ૧૬૬ તીખાં મરચાં ખાતાં અને ભીખ માગીને કરોડપતિ બનવાની કોશિશ કરતાં પણ જોઈ શકાય છે.

(12:06 PM IST)