<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

બ્રિટનમાં ૧૧ વર્ષનો છોકરો ખાય છે સ્‍પન્‍જ, વોલપેપર, ડાઇપર

ચાર્લીની એન્‍ડોસ્‍કોપીમાં એક સ્‍ક્રૂ તેના શરીરમાં જોવા મળ્‍યો હતો : જે તે ગળી ગયો હતો. હવે તો ચાર્લી કોઈ ચીજ ખાઈ જાય તો આઇલીન એનો ફોટોગ્રાફ પાડી લે છે

લંડન,તા.૧૭: બ્રિટનમાં ૧૧ વર્ષના ચાર્લી નામના છોકરાને પાઇકા નામની એક માનસિક બીમારી થઈ છે જેને કારણે તે વિચિત્ર ચીજો ખાઈ રહ્યો છે. એમાં સ્‍પન્‍જ, વોલપેપર, ડાઇપર્સ વગેરેનો સમાવેશ છે. ચાર્લીની મમ્‍મી આઇલીન લેમ્‍બે કહ્યું હતું કે હવે તો તે ઘરનાં કબાટ બંધ રાખે છે અને ચીજવસ્‍તુઓ ચાર્લીથી છુપાવીને રાખે છે. ચાર્લી પાંચ વર્ષનો હતો ત્‍યારે તે ઘરના પાળેલા ડોગનો ખોરાક ખાતો નજરે પડ્‍યો હતો. શરૂઆતમાં તેને થયું કે આ એક વાર બનેલી ઘટના હશે, પણ પછી તેણે ચાર્લીને વપરાયેલાં ડાઇપર્સ ખાતો જોઈ લીધો હતો. આથી તે ડોક્‍ટર પાસે લઈ ગઈ ત્‍યારે ખબર પડી કે ચાર્લીને પાઇકા નામની બીમારી છે. આ એક માનસિક બીમારી છે જેમાં વ્‍યક્‍તિ અનિવાર્યપણે બિનખાદ્ય પદાર્થો ગળી જાય છે. આવાં બાળકોને કન્‍ટ્રોલ કરવાં મુશ્‍કેલ હોય છે.ચાર્લીની એન્‍ડોસ્‍કોપીમાં એક સ્‍ક્રૂ તેના શરીરમાં જોવા મળ્‍યો હતો જે તે ગળી ગયો હતો. હવે તો ચાર્લી કોઈ ચીજ ખાઈ જાય તો આઇલીન એનો ફોટોગ્રાફ પાડી લે છે. તેણે કબાટને તાળાં મારવાનું અને ટોઇલેટ પેપર જેવી ચીજો છુપાવી દેવાનું શરૂ કરી દીધું છે. આ રોગ કેવી રીતે થાય છે એ વિશે ડોક્‍ટરો કહે છે કે એનું કારણ અજ્ઞાત છે. ચાર્લી બે વર્ષનો હતો ત્‍યારે તેને ઓટિઝમ થયું હતું. શીખવાની મુશ્‍કેલી ધરાવતાં બાળકોમાં પાઇકા થવાનું જોખમ વધારે છે. આ રોગ ઓબ્‍સેસિવ કમ્‍પલ્‍સિવ ડિસઓર્ડર અને આયર્ન ડેફિશ્‍યન્‍સી જેવી અન્‍ય માનસિક સ્‍વાસ્‍થ્‍યની સ્‍થિતિ સાથે પણ સંકળાયેલો છે.(૪૦.૨૪)

(4:02 PM IST)