<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ન બાળકોની ચિંતા, ન ઘરની જવાબદારી, સામે આવ્‍યો લગ્નનો અનોખો ટ્રેન્‍ડ

લગ્ન પછી જવાબદારીઓમાંથી છટકી જવું અશકય છે, તે જ સમયે, જાપાનમાં આવા લગ્નનો ટ્રેન્‍ડ શરૂ થયો છે, જેમાં પતિ અને પત્‍નીને કોઈપણ રીતે એકબીજા માટે જવાબદાર બનવાની ફરજ પાડવામાં આવતી નથી

નવી દિલ્‍હી, તા.૧૮: જાપાની યુવાઓ વચ્‍ચે ફ્રેન્‍ડશિપ મેરેજનો ટ્રેન્‍ડ ચર્ચામાં છે. નવી પેઢીના બાળકોએ ઘરની જવાબદારીઓમાંથી બચવા માટે પરંપરાગત લગ્ન છોડી ફ્રેન્‍ડશિપ મેરેજનો કોન્‍સેપ્‍ટ કાઢયો ચે. રિપોર્ટ અનુસાર ૨૦૧૫ બાદથી આશરે ૫૦૦ લોકોએ ફ્રેન્‍ડશિપ લગ્ન કર્યાં છે. તેમાં પતિ-પત્‍નીનો સંબંધ બીજા લગ્ન કરતા અલગ હોય છે. આ લગ્ન જીવનસાથી જે એકબીજાના સુખ-દુખમાં સાથે રહેવા માટે બાધ્‍ય હોય છે, તેનાથી અલગ દોસ્‍તી પર આધારિત હોય છે. તમે પણ જાણો શું છે લગ્નનો આ નવો ટ્રેન્‍ડ.

ફ્રેન્‍ડશિપ મેરેજમાં કપલ કાયદાકીય રીતે પરિણીત હોય છે. પરંતુ તેની વચ્‍ચે કોઈ પ્રકારનું ઇમોશનલ કે ફિઝિકલ અટેચમેન્‍ટ હોતું નથી. આ કપલ આપસી સન્‍માન, મૂલ્‍યો, ખર્ચ, ભાવનાત્‍મક સમર્થન અને સ્‍થિરતા આધારિત જીવન સાથે પસાર કરવાનો નિર્ણય કરે છે. કપલ બાળક પેદા કરવાનો વિકલ્‍પ પસંદ કરી શકે છે અને ન પણ કરી શકે. સરળ ભાષામાં આ લગ્નમાં પતિ-પત્‍ની જીવનસાથી નહીં પરંતુ એકમાત્ર રૂમમેટ હોય છે.

૩૦ વર્ષ પાર કરી ચૂકેલા લોકોમાં આ ટ્રેન્‍ડ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય તે લોકો જે રોમેન્‍ટિક કે યૌન આકર્ષણનો અનુભવ કરતા નથી, જેમાં અલૈંગિક અને એલજીબીટીકયૂૅ લોકો સામેલ છે. મોંઘવારી અને નોકરીની ઈનસિકયોરિટી પણ ફ્રેન્‍ડશિપ મેરેજ ફેમસ થવા માટે અન્‍ય કારણ દર્શાવવામાં આવે છે. સાથે રહેવું કે અલગ રહેવું તે નક્કી કરવામાં સરળતા, દત્તક લેવા, પરંપરાગત લગ્નની મર્યાદાઓની બહાર સહાયક ભાગીદારી અને લગ્ન પહેલાં ભવિષ્‍યના પાસાઓની ચર્ચા કરવા માટે પૂરતો સમય જેવા માધ્‍યમો દ્વારા બાળકો પેદા કરવાનો વિકલ્‍પ. (રર.૨૧)

(4:10 PM IST)