News of Tuesday, 18th March 2025
અમેરિકાની એર સ્ટ્રાઈક્સમાં 50થી વધુ હુથી માર્યા ગયા હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાએ હુથી ત્રાસવાદીઓ ઉપર એર સ્ટ્રાઈકસ કરી ૫૦થી વધુને મારી નાખ્યા પછી ઈરાનની નેતાગીરી ગભરાઈ ગઈ છે. સચિંત બની છે. તેને ભીતિ છે કે તે અમેરિકાનું નવું નિશાન બનશે. ન્યૂયોર્ક ટાઇમ્સ જણાવ છે કે યુએસ સેન્ટ્રલ કમાન્ડે હુથીઓના ડ્રોન્સ, રેડાર્સ, મિસાઇલ્સ અને આર્ટિબરી સિસ્ટીમ્સને નિશાન બનાવી તેને ખતમ કર્યાં છે. હુથીઓ રાતા સમુદ્ર અને ગલ્ફ ઓફ એડન તથા આસપાસના વિસ્તારમાં હુથીઓ કાળો કેર વર્સાવી નાગરિક તથા લશ્કરી જહાજો માટે તે જનમાર્ગ બંધ કરી દીધો હતો. વ્યાપારી દ્રષ્ટિએ તથા જન માર્ગ અત્યંત મહત્વનો છે તેથી હુથી આતંકીઓનો નાશ કરવો અનિવાર્ય જ છે. માટે ટ્રમ્પે તેઓના ટ્રુથ-સોશ્યલ ઉપર લખ્યું : તમામ હુથી ત્રાસવાદીઓ તમારો સમય પૂરો થયો છે. તમારા હુમલા આજથી જ બંધ થવા જોઈએ. જો તમે હુમલા બંધ નહીં કરો તો તમારી ઉપર નર્ક ઊતરી પડશે અને તે પણ તમે પહેલા કદી નહીં જોયું હોય તેવું.'
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
