News of Tuesday, 25th March 2025
આ છે વિશ્વની સૌથી નાની સરહદ

નવી દિલ્હી: વિશ્વમાં ચીન દુનિયામાં સૌથી વધુ ૧૫ દેશો સાથે સરહદો ધરાવે છે જયારે અમેરિકા અને કેનેડા વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ સૌથી વિશાળ છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી ટુંકી સરહદ માત્ર ૮૫ મીટરની છે. આ અનોખી સરહદ સ્પેન અને મોરકકો વચ્ચે આવેલી છે. આલ સરહદ બે નાની ચટ્ટાનથી જોડાયેલી છે. આ ચટ્ટાનનું નામ પેનોન ધ વેલેજ દે લા ગોમેરા છે જે ઉત્તર આફ્રિકામાં આવેલી છે. દુનિયાની સૌથી નાની સરહદનું આગવું મહત્વ છે. ચટ્ટાનનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧૯૦૦૦ ચો મીટર છે. ઇસ ૧૫૬૪માં સ્પેનના એક સેનાપતિ પેડ્રો દે એસ્ટોપિનન આના પર કબ્જો કર્યો હતો. ત્યારથી આ સરહદ નજીક સ્પેનનો ભાગ છે. મોરક્કોએ આ અંગે અનેક પ્રકારની રજૂઆત કરી પરંતુ સ્પેને કયારેય આ વિસ્તારને છોડયો નહી. સ્પેનના સૈનિકો લાઇનબધ્ધ ગોઠવાઇને રક્ષણ કરતા રહે છે. સ્પેનની બોર્ડર આમ તો ૨૦૦૦ કિમી લાંબી છે જે પોર્ટુગલ અને ફ્રાંસ સાથેની છે.
તાઇવાનને સંપૂર્ણ રીતે ઘેરી લેવા માટે ચીન થયું તૈયાર:ગોઠવી રહ્યું છે તાઇવાન ફરતે યુદ્ધ જહાજ
નવી દિલ્હી: ચાયનાએ તાઇવાન ફરતી યુદ્ધ કવાયતો વધારી દીધી છે તે યુદ્ધ કવાયતો દ્વારા જ તેણે તાઇવાનને ઘેરવાની ગતિવિધિ શરૂ કરી દીધી છે. ચીન કોઈપણ ભોગે તાઇવાનને 'નમાવવા' આતુર બન્યું છે. તો બીજી તરફ વિશ્વ ખાસ કરીને 'સાથી રાષ્ટ્રો' (એેલાઇઝ) તાઇવાનને બચાવવા કમર કસી રહ્યાં છે. તાઇવાનનું સંરક્ષણ અમેરિકા માટે પોતાનાં જ સંરક્ષણનો પ્રશ્ન બન્યું છે. તેથી એ વધુ તો તે અમેરિકા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહ્યું છે.
વિશ્વ જ્યારે પશ્ચિમોત્તેર રશિયા યુક્રેન યુદ્ધ અને પશ્ચિમે ઈરાન-ઈઝરાયલ-હમાસ-હુથી અને હિઝબુલ્લાહમાં વ્યસ્ત છે ત્યારે લાગ લઈ ડ્રેગન તેનો પંજો તાઇવાન પર મારશે તેવી ભીતિ વિશ્વને સતાવી રહી છે. તાઇવાનને ડરાવવા ચીને તાઇવાનના સમુદ્રતટ પાસે ૧૬-૧૭ માર્ચે પ્રચંડ 'મિલિટરી એક્સસાઇઝ' કરી હતી. તેમાં યુદ્ધ જહાજો, યુદ્ધ વિમાનો, ડ્રોન્સ, સ્ટ્રેટેજિક બોમ્બર્સ કામે લગાડયાં હતાં. તેના યુદ્ધ જહાજો, તાઇવાનની જળ સીમાની અંદર સુધી પહોંચી ગયા હતા. જ્યારે યુદ્ધ વિમાનો તાઇવાનની આકાશ સીમા ઓળંગી પસાર થઈ રહ્યા હતાં. તાઇવાનને આ રીતે ડરાવવું તે ચીન માટે કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતની સીધી ગોળીઓ, ડેપ્થ -ચાર્જસ સાથે કરાયેલી આ કવાયત ભારે હતી તેમાં લાઇવ ફાયર વાપરવામાં આવ્યા હતા.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
