News of Wednesday, 26th March 2025
જાણો રશિયાના આ પ્રાંતમાં શાળાએ જતી વિદ્યાર્થીઓને કેમ માં બનાવની ઓફર કરવામાં આવી રહી છે

નવી દિલ્હી: રશિયામાં સ્કૂલમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓને બાળકો પેદા કરવા માટે તૈયાર કરવામાં આવતી હોવાની સનસનીખેજ માહિતી બહાર આવી છે. આ ઓફર મધ્ય રશિયાના ઓર્યોલ ક્ષેત્રમાં થઇ રહી છે.આ એ વિસ્તાર રશિયાના ૪૦ ક્ષેત્રોમાંનો એક છે જે મહિલા યુનિવર્સિટીની છાત્રાઓને મા બનવા પર કમસેકમ ૧૦૦૦૦ રુબલ (૧૨૦૦ ડોલર) ઓફર કરવામાં આવી રહયા છે.
મીડિયા આઉટલેટ સેવન બાય સેવનના અહેવાલ અનુસાર નવું ફરમાન ઓછી ઉંમરની સ્કૂલી છોકરીઓને પણ વળતર આપવા ઇચ્છે છે. આ ક્ષેત્રના ગર્વનર આંદ્રઇ કિલચકોવ બાળકો પેદા કરવાના કાર્યક્રમનો વિસ્તાર કરી રહયા છે. હકિકતમાં તો છેલ્લા કેટલાક વર્ષોથી રશિયામાં વસ્તી સતત ઘટતી જાય છે. વસ્તી દર છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી નિચેના સ્તરે આવી ગયો છે. જન્મ દર ઘટવાની સાથે મુત્યુદરમાં વધારો થયો છે. યુક્રેનમાં યુધ્ધથી થયેલા મુત્યુના આંકડાએ વસ્તી સંકટને ખૂબ વધારી દીધું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જન્મ દર વધારવા પર ભાર મુકી રહયા છે. ત્રણ અથવા તો ત્રણ કરતા વધુ બાળકો હોય તેને આદર્શ પરિવાર દર્શાવવામાં આવી રહયું છે. રાષ્ટ્રપતિ પુતિન રશિયાના પારંપારિક મૂલ્યોના ગઢ તરીકે રજૂ કરી રહયા છે. તેમનું માનવું છે કે રશિયા પશ્ચિમના પતનશીલ સમાજ સાથે સંઘર્ષ કરી રહયું છે. સરકાર મહિલાઓને કમસેકમ ત્રણ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
