<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ઈદ વચ્ચે ગાઝામાં 80 લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: એક તરફ મુસ્લિમો ઇદની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભુખમરા વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલના આ હવાઇ હુમલામાં છેલ્લા ૪૮ કલાકમાં ૮૦ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે ૩૦૦થી વધુ ઘવાયા હતા તેમ ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો. ખંડેર થઇ ગયેલા ગાઝામાં હજુ લાખો મુસ્લિમો છે જેમણે આ સ્થિતિ વચ્ચે પણ ઇદ ઉજવવા પ્રયાસ કર્યો હતો. જ્યારે આતંકી સંગઠન હમાસે હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલ પ્રમુખ નેતન્યાહુ પર હુમલા માટે લોકોને ઉશ્કેર્યા હતા. દુનિયામાં જ્યાં પણ હોવ હથિયાર ઉઠાવો, ટ્રમ્પ અને નેતન્યાહુ લોકોને ભૂખ્યા મારી નાંખશે : હમાસનો દાવો

 

(6:15 PM IST)