News of Wednesday, 2nd April 2025
લકઝુરિયસ ક્રુઝ શિપ પર ફેલાયો નોરોવાઈરસનો પ્રકોપ

નવી દિલ્હી: અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના જણાવ્યા અનુસાર, ઈંગ્લેન્ડના પૂર્વ કેરેબિયન જઈ રહેલા લક્ઝુરિયસ ક્રૂઝ શિપ પર નોરોવાઈરસ ફેલાતા શિપમાં સવાર 200થી વધુ મુસાફરો અને ચાલક દળના સભ્યો બીમાર પડ્યા છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ઈંગ્લેન્ડના પૂર્વ કેરેબિયન જઈ રહેલા ક્યૂનાઈડ લાઈન્સનું ક્વીન મૈરી-2 નામની લક્ઝુરિયસ ક્રૂઝ શિપમાં કુલ 2538 પ્રવાસીઓ અને 1232 ચાલક દળના સભ્યો સવાર છે, જેમાંથી 224 પ્રવાસીઓ અને ચાલક દળના 17 સભ્યો વાયરસનો શિકાર થયા છે. નોરોવાઈરસના મુખ્ય લક્ષણોમાં ઝાડા અને ઉલ્ટી થઈ હોય છે. ક્રૂઝ મૈપર નામની એક ટ્રેકિંગ વેબસાઈટના જણાવ્યા મુજબ, લક્ઝુરિયસ ક્રૂઝ શિપ 18 માર્ચે ન્યૂયોર્ક પહોંચ્યા બાદ વાયરસ ફેલાયો હોવાની માહિતી મળી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, ‘ક્યૂનાઈડ લાઈન્સે મંગળવારે સત્તાવાર નિવેદન આપીને કહ્યું હતું કે, ‘વાયરલ ફેલાયો હોવાની માહિતી મળ્યા બાદ ક્રૂઝ શિપની સફાઈ કરવામાં આવી છે અને ચેપગ્રસ્ત પ્રવાસીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. અમારા ચાલક દળના સભ્યોએ તુરંત આપેલી સારવારના કારણે વાયરસના કેસમાં ઘટાડો થયો છે.’ સીડીસીએ પણ કહ્યું કે, ક્રૂઝની સફાઈ અને જીવાણુ નાશ કરવાની પ્રક્રિયા વધારી દેવાઈ છે. બિમાર પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યોને અલગ કરવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ વાયરસને શિકાર થયા છે, તેમના લોહિના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલાયા છે.’
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
