<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

અમેરિકામાં ભારે વરસાદના કારણોસર બે લાખ ઘરોમાં વીજળી થઇ ગઈ ગૂલ:6ના મોત

નવી દિલ્હી:xઅમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં જોરદાર પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે બે  લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં હવામાં ઉડી ગયા હતા. અનેક કાર્સ પણ વાવાઝોડાંમાં ગડથોલિયા ખાતી દેખાઇ હતી. આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર ડઝનબંધ ટોર્નેડો અને વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. આગામી ચાર દિવસમાં સાઉથ અને મીડ વેસ્ટ ઇલાકામાં ભારે બાર ઇંચ જેટલો વરસાદ થવાની અને પૂરના પાણી ફરી વળવાની આગાહી નેશનલ વેધર સર્વિસ દ્વારા કરવામાં આવી છે. ત્રીસ વર્ષના ઇતિહાસમાં ફૂંકયેલું આ અભૂતપૂર્વ વાવાઝોડું છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. નેશનલ વેધર સર્વિસ સાથે કામ કરતીં હવામાનશાસ્ત્રી ચેલી અમીને જણાવ્યું હતું કે આરાકાન્સાસમાં બ્લિથવિલેમાં ટોર્નેડો ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ટોર્નેડોને કારણે ધૂળની ડમરીઓ 20000 ફૂટની ઉંચાઇ સુધી ફુંકાઇ હતી. સાંજે આરાકાન્સાસમાં હેરિસબર્ગ ખાતે પણ ટોર્નેડો ત્રાટક્યો હતો. ટોર્નેડોને કારણે બાવીસ કાઉન્ટીઓમાં પૂર આવવાને કારણે મોટું નુકશાન થયું હતું અને ચાર જણને ઇજા થઇ હતી. કેન્ટુકીમાં જેફરસનટાઉન ખાતે બુધવારે રાત્રે ટોર્નેડો ત્રાટક્યો હતો.

(5:34 PM IST)