News of Tuesday, 8th April 2025
સફેદ મોજાંમાં દુબઈના રસ્તાઓની ક્લીનલીનેસ ટેસ્ટ લીધી એક ટિકટૉકરે અને દુબઈ પાસ થઈ ગયું

દુબઈ તા.૮: કોઈ શહેરના જાહેર રસ્તા પર માત્ર સફેદ રંગનાં મોજાં પહેરીને નીકળો તો મોજાંની શું હાલત થાય? ભારતમાં તો આવા પ્રયોગનો વિચાર પણ ન કરાય, પરંતુ સ્વચ્છતા માટે બહુ પંકાયેલા દુબઈમાં જો કોઈ આવું કરે તો શું થાય? શું ખરેખર દુબઈના રસ્તા, મૉલ, સ્ટ્રીટ્સ એટલાં ચોખ્ખાં છે કે માત્ર સફેદ મોજાં પહેરીને ફરવા નીકળી શકાય? ટિમ્બો એચ નામના ટિકટૉકરે આવો પ્રયોગ કરીને શૅર કર્યો છે. ટિમ્બોભાઈ બુર્જ ખલીફા પાસેથી વાઇટ સૉક્સ પહેરીને નીકળે છે. ગલીઓ, મૉલ્સ અને ટૂરિસ્ટ સ્પૉટ્સ પર પહોંચીને દરેક વખતે તે ચેક કરે છે કે દુબઈ કેટલું ક્લીન છે. ખાસ્સું એવું ફર્યા પછી પણ મોજાં જાણે નવાંનક્કોર અને સફેદ જ રહ્યાં છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
