તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Tuesday, 8th April 2025
ઇઝરાયલે ગાઝાના 50 ટકા ભાગ પર કબ્જો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ગત મહિને હમાસ વિરૂદ્ધ ફરી યુદ્ધ શરૂ કર્યા બાદ ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં પોતાના પ્રભાવનો ઝડપી વિસ્તાર કર્યો છે. ગાઝામાં હવે 50 ટકાથી વધુ વિસ્તાર પર ઇઝરાયલનો કબજો છે. ઇઝરાયલી સૈનિકો અને અધિકાર સમૂહોના જણાવ્યા મુજબ, સૈન્યના નિયંત્રણમાં સૌથી મોટું ક્ષેત્ર ગાઝા સીમાની નજીક છે, અહીં ઇઝરાયલી સૈન્યએ પેલેસ્ટાઇનના મકાનો, કૃષિ જમીન વગેરે જાહેર મિલકતોનો નાશ કર્યો છે. આ ઉપરાંત ઇઝરાયલે પેલેસ્ટિનિયન્સને મધ્ય ગાઝામાંથી સ્થળાંતર કરવાના આદેશ આપ્યા છે. ઇઝરાયલ મુજબ, તેની આ કાર્યવાહી અસ્થાયી રૂપે જરૂરી છે, જેથી 7 ઓક્ટોબર 2023ના હુમલા દરમિયાન હમાસ દ્વારા બંધક બનાવાયેલા તેના નાગરિકોને છોડાવવા માટે હમાસ પર દબાણ બનાવી શકાય અને જે બંધકો હજુ સુધી હમાસની કેદમાં છે તેમને આઝાદ કરાવી શકાય. કેટલાક માનવાધિકાર સમૂહો મુજબ, ઇઝરાયલ કબજે કરેલા ક્ષેત્રનો ઉપયોગ લાંબા ગાળા સુધી કરીને ગાઝા પટ્ટી પર નિયંત્રણ બનાવી રાખશે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ગત અઠવાડિયે કહ્યું હતું કે, ‘હમાસને હરાવ્યા પછી પણ અમે ગાઝામાં સુરક્ષા નિયંત્રણ બનાવી રાખીશું અને પેલેસ્ટિનિયન્સને ગાઝા પટ્ટી છોડવા દબાણ કરીશું.’
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
